Cooking Tips: લાંબા મરચાં કે ગોળ નાના મરચા કયા હોય વધારે તીખા ? કઈ વસ્તુના વઘાર માટે કયા મરચાં વાપરવા જાણી લો
Cooking Tips: સુકા લાલ મરચા જેનો ઉપયોગ વઘાર કરવામાં થાય છે તેમાં 2 પ્રકારના મરચાને લઈને લોકોમાં કંફ્યુઝન હોય છે. લાંબા મરચા અને ગોળ મરચામાંથી કયા મરચા વધારે તીખા હોય અને કઈ વસ્તુમાં કયા મરચાંનો વઘાર કરવો ચાલો જાણીએ.
Cooking Tips: આપણે ત્યાં કઢી, હાંડવો, દાળ, શાક જેવા પકવાનમાં સૂકા લાલ મરચાનો વઘાર પણ કરવામાં આવે છે. સૂકા લાલ મરચા પણ અલગ અલગ પ્રકારના હોય છે. મરચાની તીખાશ ઉપરાંત મરચાના આકારમાં પણ ફરક જોવા મળે છે. જેમાં સૌથી વધારે લાલ મરચામાં લાંબા મરચા અને ગોળ મરચા વચ્ચે હોય છે. આ બંને પ્રકારના મરચામાંથી વધારે તીખા કયા હોય અને કઈ વસ્તુ માં કેવા મરચા યુઝ કરવા જોઈએ તેના વિશે ઘણા લોકોને જાણકારી હોતી નથી. તો ચાલો આજે તમને જણાવીએ આ બંને મરચા વચ્ચે તફાવત શું હોય અને કઈ વસ્તુ માં કયા મરચાનો ઉપયોગ કરવાથી સ્વાદ સારો આવે છે.
આ પણ વાંચો: Amla Juice: આમળા, આદુ અને ગોળનું પાણી રોજ પીવાનું શરુ કરી દો, શિયાળામાં બીમારી આસપાસ પણ નહીં ફરકે
સામાન્ય રીતે ઘરમાં લાંબા સુકા લાલ મરચાનો ઉપયોગ થતો હોય છે પરંતુ હવે માર્કેટમાં ગોળ સુકા મરચા પણ મળવા લાગ્યા છે. કેટલીક વાનગીઓમાં ગોળ મરચાનો ઉપયોગ પણ થતો હોય છે. આ બંને મરચા ફક્ત આકારમાં અલગ હોય છે તેવું નથી બંનેના પ્રકાર અને બંનેનો સ્વાદ પણ અલગ હોય છે. જો તમને પણ લાંબા અને ગોળ મરચા વચ્ચેના તફાવત વિશે ખબર નથી તો ચાલો તમને જણાવીએ.
લાંબા સુકા લાલ મરચા
સામાન્ય રીતે ઘરમાં લાંબા સુકા મરચાનો ઉપયોગ થતો હોય છે.. લાંબા સુકા મરચામાં મોટાભાગે કાશ્મીરી લાલ મરચું હોય છે. આ મરચા ઓછા તીખા હોય છે. જો તમારે લાંબા મરચાં તીખાશ વાળા જોતા હોય તો પછી ગુંટુર મરચાનો ઉપયોગ કરવો. આ મરચા પણ લાંબા હોય છે પણ તેનો સ્વાદ તીખો હોય છે એટલે તમે કોઈ વસ્તુમાં આ મરચાંનો વઘાર કરો તો તેમાં તીખાશ આવે છે. સામાન્ય રીતે સાઉથ ઇન્ડિયન વાનગીઓ જેમકે રસમ, સાંભાર, મૈસુર મસાલો બનાવવામાં આ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે તેની તીખાસ વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે.
આ પણ વાંચો: Recipe: પ્રોટીનથી ભરપુર છે આ લાડુ, રોજ 1 લાડુ ખાવાથી શરીરની શક્તિ વધશે
ગોળ લાલ મરચા
માર્કેટમાં જે ગોળ લાલ મરચાં જોવા મળે છે તેને ચેરી મિર્ચ પણ કહેવાય છે. ચેરી જેવા આકારના આ નાના નાના મરચાં ઓછા તીખા હોય છે. કાશ્મીરી લાલ મરચા કરતા આ મરચામાં તીખાશ વધારે હોય છે અને ગુંતુર મરચા કરતા ઓછી તીખાશ હોય છે. આ મરચા નો વઘાર કરવાથી વાનગીમાં થોડી તીખાશ આવે છે અને અલગ જ સ્વાદ વધે છે. આ મરચાનો ઉપયોગ તમે કઢી, દાળ. ચટણી સહિતની વસ્તુઓમાં કરી શકો છો તેનાથી કઢીમાં સ્વાદ વધી જશે.
આ બંને મરચા વચ્ચેનો મુખ્ય તફાવત તમે જાણી લીધો. હવે તમે તમારા ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય તે પ્રમાણે આ મરચાંનો ઉપયોગ કરી શકો છો. જો તમારે ઓછી તીખાશ અને વાનગીમાં મજેદાર સ્વાદ જોઈતો હોય તો ચેરી મરચાનો વઘાર વાનગીમાં કરવો. અને જો તમે દાળ, શાક કે સંભારમાં એકદમ રેસ્ટોરન્ટ જેવી તીખાસ મેળવવા માંગતા હોય તો તેમાં લાંબા મરચાંનો વઘાર કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)