• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Garlic Peeling Hack: એક-એક કળી ફોલવાની માથાકૂટ નહીં રહે, આ નવી રીતથી એકવારમાં આખું લસણ ફોલાઈ જશે

Garlic Peeling Hack: એક-એક કળી ફોલવાની માથાકૂટ નહીં રહે, આ નવી રીતથી એકવારમાં આખું લસણ ફોલાઈ જશે

Garlic Peeling Hack: લસણીયા બટેટા જેવી વાનગી બનાવવી હોય તો તેના માટે વધારે લસણ ફોલવું પડે છે. અને એક-એક કળી લસણ ફોલવામાં વધારે સમય લાગે છે. જ્યારે વધારે લસણ ફોલવાનું હોય ત્યારે આ ટ્રીક અજમાવજો. એકવારમાં આખું લસણ ફોલાઈ જશે.

Written ByKrupa Shah
Published: Sep 28, 2026, 12:58 PM IST|Updated: Sep 28, 2026, 01:00 PM IST
joinshare
Garlic Peeling Hack: એક-એક કળી ફોલવાની માથાકૂટ નહીં રહે, આ નવી રીતથી એકવારમાં આખું લસણ ફોલાઈ જશે

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    2

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    3

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    4

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    5

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Garlic Peeling Hack: રસોઈ માટે જ્યારે લસણ ફોલવાનું હોય છે ત્યારે મોટા ભાગે એક-એક કળી લસણ ફોલવામાં આવે છે. આ કામમાં સમય અને મહેનત બંને વધારે લાગે છે. લસણ ફોલવાનું કામ જો ઓછા સમયમાં અને ઝડપથી કરવું હોય તો તેના માટેની નવી રીત આજે તમને જણાવીએ. જ્યારે રસોઈમાં તમને વધારે લસણની જરૂર હોય ત્યારે આ ટ્રીક અજમાવી શકો છો. આ ટ્રીકની મદદથી આખું લસણ ઝડપથી ફોલાઈ જશે.

    લસણ ફોલવાનું કામ રસોઈમાં સૌથી ઝંઝટ ભર્યું લાગે છે. એક સાથે વધારે લસણ ફોલીને રાખવાનું હોય ત્યારે કંટાળો પણ આવી જાય છે. આવું ન થાય તે માટે લસણ ફોલવાની આ રીતો અપનાવી શકો છો. આ રીતની મદદથી લસણ ફટાફટ ફોલાઈ જશે.

    આખું લસણ એક સાથે ફોલવાની રીત

    જો તમે એક આખા લસણની કળીઓને એક સાથે ફોલવા માંગો છો તો આ ટ્રીક અજમાવી શકો છો.. તેના માટે સૌથી પહેલા લસણની કળીઓને છૂટી કરીને હુંફાળા પાણીમાં પલાળો. થોડી મિનિટ લસણને પાણીમાં રહેવા દો અને ત્યાર પછી લસણમાંથી પાણી કાઢી નાખો. પ્લેટફોર્મ પર એક નેપકીન કે જાડુ કપડું પાથરો. તેના પર પાણીમાં પલાળેલી લસણની કળીઓ રાખો અને ઉપરથી કપડાને કવર કરી દો. હવે હળવા હાથે લસણને નેપકીનમાં ઘસો. એક મિનિટ પછી નેપકીન ખોલીને જોશો તો તેમાં લસણની કળીઓ અલગ થઈ ગઈ હશે અને ફોતરા અલગ થઈ ગયા હશે. આ રીતે તમે એક સાથે ઘણું બધું લસણ ખોલી શકો છો.

    લસણના ફોતરા કાઢવાની અન્ય રીતો

    1. ઉપર જણાવેલી રીત રસોઈના કામને સરળ બનાવવામાં મદદ કરશે. આ સિવાય અન્ય કેટલીક રીતો પણ છે જે લસણની છાલ ઉતારવામાં મદદ કરશે. જેમકે લસણની થોડી કળીઓને પ્લેટફોર્મ પર રાખી તેને ચાકુ વડે દબાવો. આમ કરવાથી લસણની કળી થોડી ચપટી થઈ જશે અને પછી તેની છાલ કાઢવી ઇઝી પડશે.

    2. લસણની કળીઓને છુટ્ટી કરીને 30 સેકન્ડ માટે માઇક્રોવેવમાં ગરમ કરો. 30 સેકન્ડની ગરમીથી લસણના ફોતરા કડક થઈને કડીથી છુટા થઈ જશે. ત્યાર પછી લસણ અને ફોતરા થી અલગ કરવું સરળ બની જશે.

    3. જો તમે પણ એક સાથે ઘણું બધું લસણ ફોલીને ફ્રિજમાં સ્ટોર કરતા હોય તો લસણની કળીઓને છુટ્ટી કરીને એક બાઉલમાં નોર્મલ પાણીમાં પલાળી દો. બે થી ત્રણ કલાક લસણને પાણીમાં રહેવા દો અને પછી લસણની છાલ ઉતારો. જે રીતે બાફેલા બટેટાની છાલ સરળતાથી નીકળી જાય છે તે જ રીતે પાણીમાં પલાળેલા લસણની છાલ પણ ફટાફટ નીકળી જશે. લસણની છાલ ઉતાર્યા પછી લસણને બરાબર કોરું કરી પછી સ્ટોર કરો.

    (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Utility News