SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Navratri Health Tips: નવરાત્રીમાં દિવસ દરમિયાન, ગરબા વચ્ચે અને ગરબા રમ્યા પછી કેટલું પાણી પીવું ? જાણો

Navratri Health Tips: નવરાત્રીમાં તમે પણ કલાકો સુધી ગરબે ઘુમતાં હોય તો તમારા માટે આ વાત જાણવી જરૂરી છે. ગરબા દરમિયાન પાણી પીવામાં કરેલી એક સામાન્ય ભુલ તમને બીમાર કરી શકે છે.

Written By Krupa Shah
Published: Oct 14, 2026, 11:19 AM IST | Updated: Oct 14, 2026, 11:22 AM IST
Join

Navratri Health Tips: નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રી દરમિયાન ઘણા લોકો વ્રત કરતા હોય છે અને પછી રાત્રે ગરબે ઘૂમતા હોય છે. ગરબાના શોખીન લોકો કલાકો સુધી ગરબા રમે છે. આવા સમયે પાણી પીવામાં ખાસ ધ્યાન રાખવું. નવરાત્રી દરમિયાન શરીર હાઇડ્રેટ રહે તે ખૂબ જ જરૂરી છે. જો તમે નવરાત્રીના વ્રત અને ગરબા કરતા હોય અને પાણી ઓછું પીતા હોય તો શરીર માટે સમસ્યા સર્જાઈ શકે છે. આ સમયે ગરમીનું પ્રમાણ પણ વધારે છે અને ગરબા રમતી વખતે પરસેવો પણ થાય છે જેના કારણે શરીરમાં પાણી ઘટે છે.

આ પણ વાંચો: Glowing Skin: ગરબામાં મેકઅપ વિના ચમકશે તમારો ચહેરો, સાંજે ચહેરા પર આ વસ્તુ લગાડજો

નવરાત્રીમાં વ્રત હોય અને ગરબા પણ રમતા હોય તો પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું જરૂરી હોય છે. પાણી પીવામાં કરેલી બેદરકારી શરીર પર આડ અસર કરી શકે છે. તેવી જ રીતે ગરબા રમ્યા પછી અને ગરબા રમતી વખતે પાણી પીવામાં કરેલી ભૂલ પણ ભારે પડી શકે છે. આજે તમને જણાવીએ જો નવરાત્રી દરમિયાન ઓછું પાણી પીવાથી શરીર પર કેવી અસર થાય અને સાથે જ ગરબા રમતી વખતે પાણી પીવામાં કઈ વાતોનું ધ્યાન રાખવું.

નવરાત્રી દરમિયાન ઓછું પાણી પીવાથી થતી સમસ્યાઓ

1. નવરાત્રી દરમિયાન જો તમે ઓછું પાણી પીવો તો સુસ્તી રહે અને નબળાઈનો અનુભવ થાય.

2. ઓછું પાણી પીતા લોકોને ગરબા રમ્યા પછી ડિહાઇડ્રેશન થઈ શકે છે.

3. શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો માથામાં દુખાવો, ચક્કર આવવા, બેચેની થવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

4. પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાથી પાચનની સમસ્યા થઈ શકે છે અને કબજિયાતની ફરિયાદ પણ રહી શકે.

5. પાણી ઓછું પીવાથી પેશાબનું પ્રમાણ ઘટી જાય, શરીરમાંથી ટોક્સિન ન નીકળે અને યુરિન ઇન્ફેક્શન જેવી સમસ્યા પણ થઈ શકે.

6. ડીહાઇડ્રેશન ના કારણે સ્કીન પણ ડ્રાય અને બેજાન થઈ શકે છે.

આ પણ વાંચો: ગરબા રમ્યાના 2 દિવસમાં પગમાં છાલા પડે છે ? તો ગરબામાં જતા પહેલાં અને પછી આ રીતે પગની માવજત કરો

જો તમને પણ 3 દિવસ ગરબા રમ્યા પછી આમાંથી કોઈ સમસ્યા થઈ રહી છે તો સમજી લેજો તમે શરીરની જૂરુરીયાત અનુસાર પાણી નથી પી રહ્યા. આવી સમસ્યાઓ ન થાય તે માટે નવરાત્રીમાં દિવસ દરમિયાન અઢીથી 3 લિટર પાણી પીવું જોઈએ. પાણી સિવાય અન્ય પ્રવાહીનો પણ સમાવેશ કરવો.

ગરબા રમતી વખતે પાણી કેવી રીતે પીવું ?

- જો તમે ગરબાના શોખીન છો અને કલાકો સુધી ગરબા રમો છો તો ગરબા રમતી વખતે દર 20 થી 30 મિનિટે થોડું થોડું પાણી પીવું.

- ગરબા રમ્યા પછી તુરંત જ ઠંડું પાણી પીવાનું ટાળવું. શરીરમાં ગરમી વધી હોય તેવા સમયે ઠંડુ પાણી પીવાથી નુકસાન થઈ શકે છે.

- ગરબા રમતી વખતે વધારે પડતું પાણી પીવાનું પણ ટાળવું. થોડું થોડું પાણી પીવું. એક સાથે વધારે પાણી પી લેવાથી પેટમાં દુખાવો થઈ શકે છે.

આ પણ વાંચો: Skin Care Tips: ઋતુ બદલી રહી છે તો સ્કિન કેર રુટીન પણ બદલો, ડબલ ઋતુમાં આ રીતે કરો સ્કિનની દેખરેખ

- ગરબા રમતા લોકો પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ ઉમેરીને પી શકે છે.

- ગરબા રમ્યા પછી તુરંત જ પાણી પીવાને બદલે 5 મિનિટ શરીરને રેસ્ટ આપો, શાંતિથી કોઈ જગ્યાએ બેસો. 5 મિનિટના રેસ્ટ પછી ધીરે ધીરે થોડું થોડું પાણી પીવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES