• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Beauty Tips: નવરાત્રીમાં ચહેરો દેખાશે એકદમ ખીલેલો, અત્યારથી રોજ 10 મિનિટ માટે લગાવો આ ફેસપેક

Beauty Tips: નવરાત્રીમાં ચહેરો દેખાશે એકદમ ખીલેલો, અત્યારથી રોજ 10 મિનિટ માટે લગાવો આ ફેસપેક

Navratri 2026 Beauty Tips: નવરાત્રીમાં ઉજાગરા થાય અને તો પણ ચહેરો ખીલેલો રહે અને સુંદર દેખાય તે માટેનો દેશી નુસખો આજે તમને જણાવીએ. નવરાત્રી પર ચહેરા પર ગ્લો રહે તે માટે અત્યારથી જ આ ફેસપેક બનાવી ચહેરા પર લગાડવાનું શરુ કરી દો.

Written ByKrupa Shah
Published: Sep 27, 2026, 09:25 AM IST|Updated: Sep 27, 2026, 09:29 AM IST
joinshare
Beauty Tips: નવરાત્રીમાં ચહેરો દેખાશે એકદમ ખીલેલો, અત્યારથી રોજ 10 મિનિટ માટે લગાવો આ ફેસપેક

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    2

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    3

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    4

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    5

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Navratri 2026 Beauty Tips: નવરાત્રીની તૈયારી યુવતીઓ અત્યારથી શરૂ કરી ચૂકી છે. કપડાથી લઈને જ્વેલરી સૌથી ખાસ અને સૌથી અલગ હોય તે માટે ખરીદી પણ શરૂ થઈ ગઈ હશે. પરંતુ આ બધી તૈયારીઓમાં ચહેરાનું ધ્યાન રાખવાનું ભૂલી ન જતા. નવરાત્રી પર કપડાં અને જ્વેલરીનો ઉઠાવ ત્યારે જ વધારે સારો આવશે જ્યારે ચહેરા પર પણ ગ્લો હશે. જો તમે અત્યારથી જ ચહેરા પર આ ફેસપેક લગાડવાનું શરૂ કરશો તો નવરાત્રિના ઉજાગરા પછી પણ ચહેરા પર ગ્લો રહેશે.

    નવરાત્રીની ખરીદી કરવા માટે તડકામાં ફર્યા પછી સ્કિન ટેન અને ડલ થઈ જાય છે. સ્કિનનું ટેનિંગ નવરાત્રી પહેલા દૂર કરવા અને ચહેરા પર ગ્લો જાળવી રાખવા માટે એક દેશી ફેસપેક રોજ લગાડી શકો છો. અત્યારથી જ ચહેરા પર દસ મિનિટ લગાડવાનું શરૂ કરી દો. નવરાત્રી સુધીમાં ચહેરા પર નેચરલ ગ્લો વધી જશે. તમારે ફેશિયલ કરાવવા પાર્લર પણ નહીં જવું પડે.

    આ દેશી ફેસપેક નો ફાયદો એ છે કે તેમાં નેચરલ વસ્તુઓનું જ ઉપયોગ કરવાનો છે અને તેને ચહેરા પર રોજ પણ લગાડી શકો છો. તો ચાલો જાણીએ નવરાત્રી પર ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવે તેવો ફેસપેક કેવી રીતે બનાવવો.

    ફેસપેક માટેની સામગ્રી

    ચણાનો લોટ, હળદર, ચંદન, મધ, કેસર, ગુલાબજળ અથવા કાચું દૂધ

    ફેસપેક બનાવવાની રીત

    એક વાટકીમાં બે ચમચી ચણાનો લોટ લેવો અને તેમાં એક ચમચી ચંદન પાઉડર અને ચપટી હળદર ઉમેરો. જો તમારી સ્કિન ઓઇલી હોય તો ફેસપેકમાં ગુલાબજળ ઉમેરો અને જો સ્કીન ડ્રાય હોય તો કાચું દૂધ ઉમેરો. ફેસપેકમાં દૂધ અથવા ગુલાબજળ ઉમેર્યા પછી બધી જ સામગ્રીને મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં મધ અને કેસરના તાંતણા ઉમેરો. 5 થી 10 મિનિટ ફેસ પેકને રેસ્ટ આપો.

    ચહેરાને બરાબર સાફ કર્યા પછી ચહેરા અને ગરદન પર તૈયાર કરેલી પેસ્ટ સારી રીતે લગાવો. 10 થી 15 મિનિટ માટે ફેસ પેકને ચહેરા પર લગાવી રાખો અને ત્યાર પછી ચહેરા પર 1 મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. છેલ્લે ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો.

    આમ તો આ ફેસપેકને તમે રોજ પણ લગાડી શકો છો પરંતુ રોજ સમય ન મળે તો સપ્તાહમાં બે થી ત્રણ વખત આ ફેસપેક અચૂક લગાવો. ચણાનો લોટ, ચંદન જેવી વસ્તુથી બનેલું આ ફેસ પેક ચહેરા પર ગ્લો વધારશે અને સ્કીનનું ટેક્સચર સુધારશે. ફેસપેક માં રહેલું ચંદન અને હળદર સ્કિનની રંગત નિખારવામાં પણ મદદ કરશે.

    (Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Utility News