SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gulab Jamun: માવાની જરૂર જ નથી, મિલ્ક પાવડરથી બનાવો મોમાં મુકતાં જ ઓગળી જાય એવા ગુલાબજાંબુ

Gulab Jamun Recipe: દિવાળીના તહેવારમાં ભેળસેળની ચિંતા વિના ઘરે સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા હોય કેવી રીતે બનાવવા ચાલો તમને જણાવીએ. સામાગ્રીના પરફેક્ટ માપ સાથે ઘરે ગુલાબજાંબુ બનાવવાની રીત અહીં દર્શાવેલી છે.

Written By Krupa Shah
Published: Nov 07, 2026, 12:13 PM IST | Updated: Nov 07, 2026, 12:17 PM IST
Join

Gulab Jamun Recipe: તહેવારના દિવસોમાં મીઠાઈ બનાવવામાં વપરાતા માવાની ડિમાન્ડ વધી જતી હોય છે. માર્કેટમાંથી માવો ખરીદીથી વખતે ધ્યાન રાખવું પડે છે કારણ કે તહેવારના સમયમાં વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ પણ વધી જાય છે. માવામાં થતી ભેળસેળની ચિંતા વિના જો કોઈ મીઠાઈ બનાવવી હોય તો ગુલાબજાંબુ બનાવી શકાય છે.

સામાન્ય રીતે ગુલાબજાંબુમાં પણ માવાનો ઉપયોગ થાય છે પરંતુ જો તમે માવા વિનાના ગુલાબજાંબુ બનાવવા ઇચ્છતા હોય તો તે પણ શક્ય છે. મોઢામાં મુકતાં જ ઓગળી જાય એવા સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ મિલ્ક પાવડરની મદદથી પણ તૈયાર કરી શકાય છે. જો તમારે માવા કે મીઠાઈની ભેળસેળની ચિંતા વિના ઘરે બનાવેલી સ્વાદિષ્ટ મીઠાઈ તહેવારમાં ખાવી હોય તો ઘરે મિલ્ક પાઉડરના ગુલાબજાંબુ બનાવી લો. મિલ્ક પાવડર, તાજી મલાઈ અને કેટલીક ઘરની વસ્તુથી ગુલાબજાંબુ કેવી રીતે બને ચાલો તેની રીત જણાવીએ.

આ પણ વાંચો: Shakkarpara Recipe: હવે ઘરે પણ બનશે બજાર જેવા જ ટેસ્ટી અને કરકરા શક્કરપારા, આ રહ્યું પરફેક્ટ માપ અને રીત

ગુલાબજાંબુ માટેની સામગ્રી

મિલ્ક પાવડર એક કપ 
મેંદો અડધો કપ
બે કપ ખાંડ 
બે કપ પાણી 
એલચી પાવડર
તાજી મલાઈ અડધો કપ 
બેકિંગ પાવડર 
દૂધ જરૂર અનુસ
તેલ અથવા ઘી ગુલાબ જાંબુ તળવા માટે

આ પણ વાંચો: Mohanthal Recipe: મીઠાઈની દુકાને મળે એવો જ દાણેદાર અને સોફ્ટ મોહનથાળ બનાવવાની રીત

ગુલાબજાંબુની ચાસણી

ગુલાબજાંબુ બનાવો તે પહેલા તેની ચાસણી બનાવીને સાઈડમાં રાખી દો જેથી ચાસણી ઠંડી થઈ જાય. ચાસણી બનાવવા માટે બે કપ ખાંડમાં બે કપ પાણી મિક્સ કરી મીડીયમ તાપ પર ગરમ કરવા મુકો. ચાસણીમાં એલચીનો પાવડર પણ મિક્સ કરી દો. જ્યારે ખાંડ પાણીમાં બરાબર ઓગળી જાય અને પાણી થોડું ઘટ્ટ અને ચીકણું લાગે એટલે ગેસ બંધ કરી દો. ગુલાબજાંબુની ચાસણી વધારે ઘટ્ટ કરવી નહીં.

ગુલાબ જાંબુ બનાવવાની રીત

આ પણ વાંચો: Mug Pulav Recipe: આણંદનો પ્રખ્યાત મગ પુલાવ બનાવવાની રીત, નાના-મોટા સૌ કોઈ આંગળા ચાટીને ખાશે

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES