SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વોશિંગ મશીન વાપર્યા વગર કૂકરની મદદથી ધાબળો કઈ રીતે સાફ કરી શકાય? જાણો આ સરળ રીત

શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે અને હવે ધાબળા અને સ્વેટરો પણ બહાર નીકળી ગયા છે. શિયાળામાં જો સૌથી વધુ માથાકૂટનું કામ લાગતું હોય તો ધાબળા સાફ કરવાનું ગૃહિણીઓને લાગતું હોય છે. આજે અમે તમને એક એવી ટ્રિક જણાવીશું જેમાં પ્રેશર કૂકરના ઉપયોગથી ધાબળો ચોખ્ખો થઈ શકે છે.

Written By Viral Raval
Published: Nov 24, 2026, 14:13 IST | Updated: Nov 24, 2026, 14:21 IST
Image Credit: AI Generated Image with video grabs
Join

શિયાળામાં ધાબળા અને રજાઈઓ સાફ કરવા એ મોટું માથાકૂટિયું કામ લાગતું હોય છે. જો કે હળવા ધાબળા વોશિંગ મશીનમાં સાફ થઈ જતા હોય છે પરંતુ ભારે ભરખમ ધાબળા સાફ કરવા માટે તેને બહાર ધોવા માટે આપવા પડે છે અને પછી તેને સાફ કરવામાં તોતિંગ રકમ પણ ખર્ચ કરવી પડે છે. અનેકવાર ધાબળા બહુ ગંદા તો ન થાય હોય પરંતુ તે કબાટમાં બંધ પડ્યા હોય કે ભેજની વાસ ઘૂસી ગઈ હોય તો વાસ આવતી હોય છે. આવામાં દર વખતે ડ્રાય ક્લિનિંગ કરાવવા જરૂરી નથી હોતા પણ કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને તમે ધાબળાને સાફ કરી શકો છો. ત્યારે કૂકર ધાબળાની સફાઈ કરવામાં કઈ રીતે કામ આવી શકે તે ખાસ જાણો.

કૂકર કઈ રીતે ધાબળા સાફ કરવામાં મદદરૂપ થઈ શકે?

યુટ્યુબ પર એક યૂઝરે @Sangeetatyagivlogs નામની પોતાની ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં કૂકરની મદદથી કઈ રીતે ધાબળો સાફ કરી શકાય તે જણાવ્યું છે. આ માટે સૌથી પહેલા એક વાટકીમાં 1 ચમચી ટેલ્કમ પાઉડર, અને 2 ચમચી બેકિંગ સોડા ભેળવો. ધાબળો મોટો હોય તો બંને વસ્તુનું પ્રમાણ વધારો. આ બંને વસ્તુઓને બરાબર સારી રીતે મિક્સ કરો. બેકિંગ સોડા વાસ ઘટાડવાનું કામ કરે છે અને ટેલ્કમ પાઉડર ધાબળામાં ફ્રેશ સુગંધ આપવાનું કામ કરે છે.

ચા બનાવો ત્યારે એલચી-આદુ સાથે આ 2 વસ્તુ પણ ઉમેરજો, કાંટો ચડે એવી મસાલા ચા બનશે

આ રીતે કરો ધાબળો સાફ

ધાબળો કે રજાઈને સંપૂર્ણ રીતે ફેલાવી લો. હવે એક ચારણીની મદદથી તૈયાર મિશ્રણને આખા ધાબળા પર યોગ્ય રીતે સ્પ્રે કરી નાખો. ત્યારબાદ તેને 15થી 20 મિનિટ માટે રહેવા દો જેથી કરીને ધાબળાનો ભેજ અને દુર્ગંધ શોષી લે. 20 મિનિટ બાદ હાથે ગ્લોવ્સ પહેરો અને કોઈ સ્વચ્છ કપડું લઈને ધાબળાને હળવા હાથે ઘસો. જેનાથી જામેલી ધૂળ અને ગંદકી નીકળવા લાગશે.

શેમ્પુવાળા પાણીથી સાફ કરો

ત્યારબાદ એક મોટા વાસણમાં પાણી લો અને તેમાં થોડું શેમ્પુ ભેળવી દો. ફેબ્રિક કન્ડીશનર પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે એક સ્વચ્છ કોટનનો ટુવાલ લઈને આ મિશ્રણમાં પલાળીને સારી રીતે નીચોવી લો.

Cooking Hacks: કુકરમાં પણ ભાત છુટા બનશે, અહીં દર્શાવેલા 4 સ્ટેપ ફોલો કરી ચોખા બાફવા મુકજો

હવે કરો કૂકરનો ઉપયોગ

પલાળેલા ટુવાલને કૂકરના ઢાંકણ કે કોઈ સપાટ ઢાંકણ પર સારી રીતે લપેટી લો. હવે આ ઢાંકણાને ધાબળા પર ગોળ ગોળ ફેરવતા રહો. તેનાથી ધાબળા ઉપરની ધૂળ, મેલ અને વાસ ઓછી થવામાં મદદ મળશે. આ પ્રક્રિયા 3થી 4 વખત દોહરાવી શકો છો. દર વખતે ટુવાલ સાફ પાણીથી ધોઈને ફરીથી ઉપયોગમાં લો.

સફાઈ કર્યા બાદ જો તડકો આવતો હોય તો ધાબળાને થોડા કલાકો માટે તડકામાં સૂકવો. જો તડકો ન હોય તો રૂમમાં પંખા નીચે પાથરી દો. તેનાથી ધાબળામાં રહેલો ભેજ દૂર થઈ શકશે અને તાજગી મહેસૂસ કરી શકશો.

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સામાન્ય જાણકારીની મદદ લીધી છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES