High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશર હાર્ટને જ નહીં શરીરના આ મહત્વના અંગને પણ કરી નાખે ડેમેજ
High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય રીતે હાર્ટ સાથે જોડીને જ જોવામાં આવે છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશર હાર્ટ સિવાય શરીરના અન્ય મહત્વના અંગને પણ ડેમેજ કરી શકે છે. આ અંગો કયા છે અને બીપી કેવી રીતે અસર કરે છે જાણો અહીં.
High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને ઘણા લોકો સામાન્ય સમસ્યા માનીને ઇગ્નોર કરે છે. લોકોને લાગે છે કે હાઈ બ્લડ પ્રેશર ફક્ત હાર્ટને અસર કરે છે, નિયમિત એક ગોળી લઈ લેવાથી હાઈ બ્લડ પ્રેશર નુકસાન કરતું નથી. પરંતુ એવું નથી. હાઈ બ્લડ પ્રેશર ફક્ત હૃદયને જ નહીં પરંતુ રક્ત વાહિનીઓ, મગજ અને કિડનીને પણ અસર કરે છે. હાઈ બ્લડ પ્રેશર શરીરના આ અંગોને ડેમેજ પણ કરી શકે છે.
હાઈ બ્લડ પ્રેશરને સાઇલન્ટ કિલર કહેવામાં આવે છે કારણ કે તેના શરૂઆતથી લક્ષણો સ્પષ્ટ રીતે જોઈ શકાતા નથી. હેલ્થ એક્સપર્ટ ની સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ હાઈ બ્લડ પ્રેશર ના દર્દીઓની વધતી સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. હાઈ બ્લડ પ્રેશર એક ગંભીર સ્વાસ્થ્ય પડકાર બની ચૂક્યું છે. કોઈપણ પ્રકારના લક્ષણ વિના આ સમસ્યા શરીરના મહત્વપૂર્ણ અંગોને નુકસાન પહોંચાડે છે.
બ્લડ પ્રેશર વધવાના કારણો
હાઈ બ્લડ પ્રેશર થવા પાછળ અલગ અલગ કારણો જવાબદાર હોય છે. કેમકે વધતી ઉંમર, આનુવંશિક કારણો, વજનમાં વધારો, અનિયમિત જીવનશૈલી, બેઠાડું દિનચર્યા વગેરે. જોકે જીવનશૈલીમાં ફેરફાર કરીને હાઈ બ્લડ પ્રેશરના જોખમને ઘટાડી શકાય છે પરંતુ જો એક વખત હાઈ બ્લડ પ્રેશર થઈ જાય તો પછી તેને મટાડી શકાતું નથી તેના માટે આજીવન દવા લેવી જરૂરી થઈ જાય છે.
આ પણ વાંચો: Teeth Cleaning: દાંત પર કાળા ડાઘ પડી ગયા છે? આ વસ્તુથી દાંત સાફ કરજો, ડાઘ થઈ જશે સાફ
હાઈ બ્લડ પ્રેશરથી શરીરના કયા અંગોને નુકસાન થાય ?
જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેના કારણે શરીરના મહત્વપૂર્ણ અંગો પર સતત પ્રેશર વધતું રહે છે જેના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા થવાનું જોખમ પણ વધે છે. આ મહત્વપૂર્ણ અંગો હૃદય, મગજ અને કીડની છે.
હાર્ટ પર અસર
હાઈ બ્લડ પ્રેશરના કારણે સૌથી વધારે અસર હૃદય પર પડે છે. હાઈ બ્લડ પ્રેશરમાં વ્યક્તિના હૃદયને લોહી પંપ કરવામાં વધારે મહેનત કરવી પડે છે. જેના કારણે હૃદયના સ્નાયુ પર પ્રેશર વધી જાય છે. હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટને હાર્ટ અટેક, હાર્ટ ફેલ થવું, હૃદયના ધબકારા અનિયમિત થવા જેવા જોખમ વધે છે.
કિડની અને નુકસાન
શરીરમાં કિડની લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. હાઈ બ્લડ પ્રેશર ના કારણે કિડનીની રક્તવાહિનીઓને નુકસાન પહોંચી શકે છે જેના કારણે કિડનીની કાર્યક્ષમતા પર અસર થઈ શકે છે. આ સિવાય એક કિડની કોઈ ગંભીર બીમારી થાય તો પણ બ્લડ પ્રેશર વધી શકે છે બ્લડ પ્રેશરના કારણે કિડની ફેલ થઈ જવાનું જોખમ વધી જાય છે.
મગજ પર અસર
હાઈ બ્લડ પ્રેશરની અસર મગજ પર પણ થાય છે. મગજ સુધી લોહી પહોંચાડતી રક્તવાહિનીઓને કારણે નુકસાન થઈ શકે છે. આ સ્થિતિમાં નસો બ્લોક થવી કે નસ ફાટવા જેવી સમસ્યા થાય તો સ્ટ્રોક આવવાનું જોખમ વધી જાય છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશર જો કંટ્રોલમાં ન રહેતું હોય તો યાદશક્તિ પર અને વિચારવાની ક્ષમતા પર પણ અસર થઈ શકે છે.
આ પણ વાંચો: Cancer Warning Signs: કેન્સરના ગાંઠ સિવાયના સંકેતો, શરીરમાં થતા આ ફેરફાર પણ હોય શકે છે કેન્સરનું લક્ષણ
ડોક્ટરનું જણાવવું છે કે જો કોઈ વ્યક્તિનું બ્લડપ્રેશર 180 થી 120 થી વધારે આવે તો સૌથી પહેલા તો તેણે 1 મિનિટ શાંતિથી બેસી ફરીથી બીપી ચેક કરવું. બ્લડ પ્રેશરનું રીડિંગ ફરીથી વધારે આવે તો તુરંત જ ડોક્ટર પાસે જઈ યોગ્ય સલાહ લેવી. પ્રેશર હોય તે વ્યક્તિને છાતીમાં દુખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, શરીરમાં નબળાઈ જણાય તો તે પણ મેડિકલ ઈમરજન્સી હોઈ શકે છે તેથી તુરંત ડોક્ટરની સલાહ લેવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)