• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /માથામાં દેખાવા લાગ્યા છે સફેદ વાળ ? આ સુપરફુડ ખાવાનું શરુ કરો, વાળમાં વધતી સફેદી અટકી શકે

માથામાં દેખાવા લાગ્યા છે સફેદ વાળ ? આ સુપરફુડ ખાવાનું શરુ કરો, વાળમાં વધતી સફેદી અટકી શકે

White Hair Remedies: જો માથામાં સફેદ વાળ થવાની શરુઆત થઈ ગઈ હોય તો આ સફેદી વધવા લાગે તે પહેલા ડાયટ પર ધ્યાન આપો. આહારમાં એવા સુપરફુડનો સમાવેશ કરો જે સફેદ વાળને પોષણ પુરું પાડે છે.

Written ByKrupa Shah
Published: Sep 27, 2026, 09:47 AM IST|Updated: Sep 27, 2026, 09:49 AM IST
joinshare
માથામાં દેખાવા લાગ્યા છે સફેદ વાળ ? આ સુપરફુડ ખાવાનું શરુ કરો, વાળમાં વધતી સફેદી અટકી શકે

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    2

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    3

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    4

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    5

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    White Hair Remedies: અનિયમિત જીવનશૈલી, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ટ્રેસની સીધી અસર આપણા શરીરની સાથે વાળ પર પણ પડે છે. આ સમસ્યાઓના કારણે 25 વર્ષની ઉંમર સુધીમાં માથાના વાળમાં સફેદી દેખાવા લાગે છે. નાની ઉંમરમાં વાળ સફેદ થવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પરંતુ આ સમસ્યાને અટકાવી શકાય છે. માથામાં દેખાતા સફેદ વાળને વધતા અટકાવવા હોય તો કેટલાક સુપર ફૂડ ખાવાનું શરૂ કરી દો.

    બ્યુટી એક્સપર્ટ અનુસાર વાળનો રંગ કાળો રહેશે કે સફેદ તેનો આધાર મેલેનીન નામના પિગમેન્ટ પર હોય છે. જ્યારે શરીરમાં મેલેનીન ઘટવા લાગે છે ત્યારે વાળ કાળો રંગ ગુમાવે છે. આ સ્થિતિમાં જો લોકો પોતાની ડાયટમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરે તો શરીરમાંથી ઘટતું મેલેનિન અટકે છે અને તેના કારણે વાળમાં વધતી સફેદીની સમસ્યા પણ અટકી શકે છે. જોકે તેનો અર્થ એ નથી કે આ વસ્તુઓ ખાવાથી માથાના વાળ ક્યારેય સફેદ ન થાય. પરંતુ નાની ઉંમરમાં મેલેનિન ઘટવાના કારણે થતી સફેદ વાળની સમસ્યાને આ ખોરાક અટકાવી શકે છે.

    વાળ માટેના સુપરફૂડ

    આમળા

    વાળ માટેનું સૌથી પહેલું સુપરફૂડ છે આમળા. આમળા વિટામિન સી અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આમળામાં રહેલા પોષક તત્વ નેચરલી મેલેનિન પ્રોડક્શન વધારે છે અને વાળના મૂળને પણ મજબૂત કરે છે. આમળા કાચા પણ ખાઈ શકો છો અને તેનો જ્યુસ બનાવીને પી પણ શકો છો.

    લીમડાના પાન

    રસોઈમાં ઉપયોગમાં લેવાતા લીમડાના પાન પણ વાળ માટે વરદાન છે. લીમડાના પાનમાં બીટા કેરોટીન અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. મીઠા લીમડાના પાન પણ વાળની સફેદ થતાં અટકાવી શકે છે. તેના માટે રોજ સવારે ખાલી પેટ ચારથી પાંચ મીઠા લીમડાના પાન ચાવીને ખાવા જોઈએ. અથવા તો નાળિયેરના તેલમાં આ પાન ઉકાળી તે તેલ વાળમાં લગાડવું.

    કાળા તલ

    આયુર્વેદ અનુસાર કાળા તલ વાળ માટે ફાયદાકારક છે. કળા તલ આયરન, કોપર, ઝિંક જેવા તત્વોથી ભરપૂર હોય છે અને આ પોષક તત્વો વાળનું મેલેનિન વધારવામાં મદદ કરી શકે છે. કાળા તલને તમે મુખવાસ તરીકે ડાયટમાં સામેલ કરી શકો છો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત એક ચમચી શેકેલા કાળા તલ ખાવાથી વાળને પોષણ મળે છે.

    ઈંડા

    જો આપણા શરીરમાં વિટામિન બી12 ની ખામી હોય તો તેના કારણે પણ વાળ ઝડપથી સફેદ થઈ શકે છે. વિટામીન બી12 ની ખામી દૂર કરવી હોય તો ઈંડા તેનો સૌથી સારો સોર્સ છે. જો તમે ઈંડા ખાતા હોય તો રોજ એક બાફેલું ઈંડુ ખાવાનું શરૂ કરો તેનાથી વાળને પોષણ મળશે અને વાળ સફેદ થતા અટકશે.

    પાલક

    જ્યારે આપણા શરીરમાં ફોલિક એસિડ ઓછું હોય ત્યારે પણ વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. ફોલિક એસિડનો સૌથી સારો સોર્સ પાલકની ભાજી છે. પાલકની ભાજી ખાવાથી શરીરને આયરન, ફોલેટ વિટામિન મળે છે. તેનાથી વાળને પોષણ મળે છે અને વાળના મૂળ મજબૂત થાય છે. પોષક તત્વો વાળનો રંગ કાળો રહે તે કામમાં મદદ કરી શકે છે.

    વાળને સફેદ થતા અટકાવવા માટે આહારમાં આ પોષક તત્વો સામેલ કરવાની સાથે પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને પૂરતી ઊંઘ કરવી પણ જરૂરી છે. સ્ટ્રેસ અને અપૂરતી ઊંઘ ના કારણે પણ વાળ પર ખરાબ અસર પડે છે.

    (Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Utility News