Crack Heel Remedy: ફટાફટ મટવા લાગશે એડીમાં પડેલા ચીરા, આ ઘરેલુ ઈલાજ છે પગના વાઢિયાનો રામબાણ ઈલાજ
Crack Heel Remedy: શું તમને પણ શિયાળો શરુ થાય એટલે પગમાં વાઢિયા થવા લાગે છે ? તો ચાલો તમને એક એવો ઉપાય જણાવીએ જેને અપનાવશો તો પગમાં વાઢિયા થશે નહીં અને જો થયા હશે તો ગણતરીના દિવસોમાં મટી જશે.
Crack Heel Remedy: શિયાળાની શરૂઆત થાય એટલે પગમાં વાઢિયા પડવા લાગે છે. પગમાં વાઢિયા એટલે કે એડીની ત્વચા ફાટી જવી. મહિલાઓમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. ઘણી મહિલાઓને તો પગમાં એટલા બધા ચીરા પડી ગયા હોય કે ચાલવું પણ મુશ્કેલ થઈ જાય છે. એડી ફાટવાની શરૂઆત ગુલાબી ઠંડી સાથે થઈ જાય છે. જેમાં સૌથી પહેલા એડીની ત્વચા કડક થવા લાગે છે અને પછી તેમાં ચીરા પડવાની શરૂઆત થાય છે. પગની એડીમાં પડેલા ચીરાને મટાડવાનો એક ઘરેલુ ઈલાજ આજે તમને જણાવીએ. શિયાળો શરૂ થાય તે પહેલા જ આ ઈલાજ અજમાવવાનું શરૂ કરી દેશો તો એડીમાં વાઢિયા નહીં પડે.
આ પણ વાંચો: Navel Oiling: સ્કિનની કઈ સમસ્યા માટે નાભિમાં કયું તેલ લગાડવું જાણો, ફાટેલા હોઠથી લઈ ખીલની તકલીફ મટી જશે
ફાટેલી એડી ને ઠીક કરવા માટે આ ઘરેલુ ઉપાયો અપનાવી શકાય તેવા છે કારણ કે તેનાથી કોઈ આડઅસર થતી નથી. ઠંડીની શરૂઆતથી જ પગમાં કેટલીક વસ્તુઓ લગાડવાની શરૂઆત કરી દેવામાં આવે તો વાઢિયા વધતા નથી. પગની સફાઈ અને પગની સ્કિનનું ધ્યાન રાખવામાં ન આવે તો પગની એડીમાં એટલા બધા ચીરા પડી જાય છે કે તેમાંથી લોહી પણ નીકળે અને ચાલવામાં પણ મુશ્કેલી થાય આવું ન થાય તે માટે કયા ઘરેલુ ઉપાય અપનાવી શકાય ચાલો તમને જણાવીએ.
ફાટેલી એડી માટે અસરકારક ઉપાય
રાત્રે સુતા પહેલા એક ટબમાં હુંફાળું પાણી ભરો અને તેમાં મીઠું ઉમેરી પગને 10 મિનિટ પલાળી રાખો. દસ મિનિટ પછી પાણીમાંથી પગ કાઢીને નેપકીન કે ટુવાલ વડે એડીને ઘસીને સાફ કરો. પાણીમાં પગ રાખ્યા પછી એડીની ડેડ સ્કિન સોફ્ટ થઈ ગઈ હશે એટલે નેપકીન ની મદદથી સરળતાથી નીકળી જશે.
આ પણ વાંચો: Teeth Cleaning: દાંત પર કાળા ડાઘ પડી ગયા છે? આ વસ્તુથી દાંત સાફ કરજો, ડાઘ થઈ જશે સાફ
પગને બરાબર કોરા કર્યા પછી એડી પર પેટ્રોલિયમ જેલી અથવા તો એલોવેરા જેલ બરાબર લગાડો. તમે નાળિયેરનું તેલ પણ લગાડી શકો છો પરંતુ એલોવેરા જેલ કે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરો તો વધારે સારું. એક થી બે મિનિટ પગમાં બરાબર મસાજ કર્યા પછી કોટનના મોજા પહેરી લેવા. આખી રાત મુજે પહેરીને સૂવું જ હતી સ્કિનમાં મોઈશ્ચર જળવાઈ રહે અને ડ્રાયનેસ ન વધે.
આ રીતે થોડા દિવસ પગની કેર કરશો એટલે ફાટેલી એડીની સમસ્યાથી રાહત મળી જશે. જો તમારી એડી વધારે ફાટી ગઈ હોય અને તેમાંથી લોહી પણ નીકળતું હોય તો સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરીને યોગ્ય દવા કરાવવી. જે લોકોને એડી શિયાળામાં ફાટતી હોય તેમણે ઘરની અંદર પણ ચપ્પલ પહેરવા અથવા તો મોજા પહેરવા. ખુલ્લા પગે ચાલવાનું ટાળવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)