SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gangrene: ડાયાબિટીસમાં નાનકડી ઈજા પણ ગેંગરીનનું કારણ બની શકે, પગમાં દેખાતા આવા લક્ષણોને ઈગ્નોર કરતાં નહીં

Gangrene Symptoms: જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે કોઈપણ પ્રકારની ન રૂઝાતી ઈજાને ઈગ્નોર કરવાની ભુલ કરવી નહીં. એક નાનકડી ઈજા પણ ગેંગરીનનું કામ બની શકે છે.

Written By Krupa Shah
Published: Nov 15, 2026, 03:24 PM IST | Updated: Nov 15, 2026, 03:28 PM IST
Join

Gangrene Symptoms: જે લોકોને ડાયાબિટીસની સમસ્યા વર્ષોથી હોય તેમણે શરીર પર થતી નાની મોટી ઇજા ને પણ ઇગ્નોર કરવાની ભૂલ કરવી જોઈએ નહીં. ખાસ કરીને જેમને ડાયાબિટીસ હોય તેમને પગમાં કેટલાક લક્ષણો જોવા મળે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ કારણ કે ડાયાબિટીસ હોય તેમને ગેંગરીન થવાની શક્યતા પણ વધી જતી હોય છે. 2021 માં થયેલી એક રિસર્ચ અનુસાર ડાયાબિટીસ હોય તે લોકોએ પગમાં ચાંદા પડી, ઈજા થાય કે કોઈ પણ સમસ્યા થાય તો તેને ઇગ્નોર કરવાની ભૂલ કરવી નહીં કારણ કે આવી સમસ્યાના કારણે સ્કિન નસોને નુકસાન થઈ શકે છે જે આગળ જઈને ગેંગરીન પણ બની શકે છે.

ડાયાબિટીસમાં નસોને થયેલા નુકસાનના કારણે શરૂઆતી સ્ટેજમાં ઇજા અને તેની ગંભીરતા વિશે ખબર પડતી નથી અને દુખાવાનો અનુભવ પણ થતો નથી પરંતુ જ્યારે આવી ઈજા વધવા લાગે છે અને તેમાં ગંભીર ઇન્ફેક્શન કે પછી સડવા લાગે છે તો ખતરનાક સ્થિતિ સર્જાઈ શકે છે જેને મેડિકલ ભાષામાં ગેંગરીન કહેવામાં આવે છે.

આ પણ વાંચો: World Diabetes Day 2026: ડાયાબિટીસમાં વારંવાર પેનકિલર ખાતા લોકો ચેતી જાવ, દુખાવો બંધ કરવાની દવા ખાવાથી શું થાય જાણો

ગેંગરીન એટલે શું ?

ગેંગરીન એક ગંભીર સ્થિતિ છે જેમાં શરીરના કોઈ અંગ જેમકે પગ હાથ આંગળી કે શરીરના આંતરિક અંગોમાં પૂરતા પ્રમાણમાં રક્ત પરિભ્રમણ ન થાય અને તે અંગો સુધી ઓક્સિજન પહોંચતું અટકવા લાગે ત્યારે તે અંગના ટીશ્યૂ મરવા લાગે છે. જેના કારણે તે અંગ ધીરે ધીરે કાળું પડવા લાગે છે.

ગેંગરીનના મુખ્ય પ્રકાર

ગેંગરીનના 3 પ્રકાર હોય છે. જેમાં પહેલું છે ડ્રાય ગેંગરીન. જ્યારે શરીરના કોઈ અંગ સુધી પૂરતો રક્ત પ્રવાહ ન પહોંચતો હોય તે સ્થિતિમાં તે ભાગમાં ડ્રાય ગેંગરીન થાય છે.  ડ્રાય ગેંગરીનમાં સ્કીન સુકાવા લાગે છે અને ધીરે ધીરે કાળી પડવા લાગે છે. જોકે આ ગેંગરીનમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતું નથી. આ ગેંગરીનમાં શરીરનો તે ભાગ સુકાવા લાગે છે.

આ પણ વાંચો: Diabetes Precautions: ડાયાબિટીસથી બચવાનો સરળ રસ્તો, લાઈફસ્ટાઈલમાં અત્યારથી કરી લો આ 4 ફેરફાર

વેટ ગેંગરીન

વેટ ગેંગરીનમાં મૃત થયેલા ઉત્તકોમાં ખતરનાક બેક્ટેરિયા સંક્રમણ શરૂ થઈ જાય છે. જેમ જેમ ગેંગરીન વધે છે તેમ શરીરના તે ભાગમાં સોજા, રસી, ફોડલા વધવા લાગે છે. ટૂંકમાં શરીરનું તે અંગ સડવા લાગે છે. જો આ ગેંગરીનને અટકાવવામાં ન આવે તો તે ધીરે ધીરે આખા શરીરમાં પણ ફેલાઈ શકે છે

ગેસ ગેંગરીન

મેડિકલ ભાષામાં આ ગેંગરીન સૌથી ખતરનાક અને જીવલેણ પણ છે. આ ગેંગરીન ખતરનાક બેક્ટેરિયાના કારણે થાય છે. આ ગેંગરીનમાં સ્નાયુની અંદર ગેસ બનવા લાગે છે. આ સ્થિતિ દર્દી માટે ખૂબ જ ખરાબ હોય છે.

ગેંગરીન થવાનું મુખ્ય કારણ

ગેંગરીન થવાના અલગ અલગ કારણો હોય છે જેમાં સૌથી વધારે જવાબદાર ડાયાબિટીસ ગણાય છે. વર્ષોથી જે લોકોને ડાયાબિટીસ હોય તેમને સુગર લેવલ વધારે રહેવાના કારણે નસો અને રક્તવાહિનીઓમાં નુકસાન થાય છે. જેના કારણે ગેંગરીન થવાનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસ સિવાય શરીરમાં રક્ત પ્રવાહ બાધીત થાય તો પણ ગેંગરીન થઈ શકે છે.

આ પણ વાંચો: Amla Juice: આમળા, આદુ અને ગોળનું પાણી રોજ પીવાનું શરુ કરી દો, શિયાળામાં બીમારી આસપાસ પણ નહીં ફરકે

ડાયાબિટીસમાં ગેંગરીનના લક્ષણો ગેંગરીનના લક્ષણો

- પગમાં ત્વચા કડક થવા લાગે 
- પગના તળિયામાં ચાંદા પડે 
- પગની ચામડી લાલ દેખાય કે સોજો વધે 
- પગમાં રસી ભરાયા હોય કે પાણી ભરાયું હોય તેવો અનુભવ થાય 
- પગની ત્વચા બ્લુ કે કાળી દેખાવા લાગે 
- નખની બનાવટ અને રંગમાં ફેરફાર થતો હોય 
- પગમાં અસહ્ય દુખાવો થાય અને તાવ આવે 
- પગમાં સોજો વધે અને ઘા ઝડપથી રૂઝાતો ન હોય.

ઉપર જણાવેલા લક્ષણો દેખાતા હોય તો તુરંત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. હેલ્થ એક્સપર્ટનું પણ જણાવવું છે કે ડાયાબિટીસમાં સમય રહેતા દરેક બાબત પર ધ્યાન આપવું જરૂરી હોય છે એક નાનકડી ઈજા પણ ગંભીર ઇન્ફેક્શન, ફૂટ અલ્સર કે પછી ગેંગરીનનું કારણ બની શકે છે અને ગેંગરીન એવી સ્થિતિ છે જેનો કોઈ ઈલાજ નથી. એક વખત શરીરના જે ટિસ્યૂ સડવા લાગે તે ઠીક થઈ શકતા નથી પરંતુ સારવાર દ્વારા ગેંગરીનને આગળ વધતું અટકાવી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES