• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /પતિ તમારી દરેક વાત પર કચકચ કરે છે ? જાણો પતિના બદલાયેલા વર્તન પાછળ કયું કારણ હોય જવાબદાર

પતિ તમારી દરેક વાત પર કચકચ કરે છે ? જાણો પતિના બદલાયેલા વર્તન પાછળ કયું કારણ હોય જવાબદાર

Emotional Burnout: જો તમારા પતિ પણ અચાનક બધી વાતમાં કચકચ કરવા લાગ્યા છે તો તેની પાછળ કયું કારણ જવાબદાર હોય શકે છે ચાલો તમને જણાવીએ. આ કારણ એવું છે જે નજરની સામે હોય તો પણ ધ્યાનમાં ન આવે.

Written ByKrupa Shah
Published: Oct 10, 2026, 11:58 AM IST|Updated: Oct 10, 2026, 12:05 PM IST
joinshare
પતિ તમારી દરેક વાત પર કચકચ કરે છે ? જાણો પતિના બદલાયેલા વર્તન પાછળ કયું કારણ હોય જવાબદાર

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

    AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

    2

    બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

    3

    Mr Faisu Wedding: ફૈઝલ શૈખના નિકાહના ફોટો વાયરલ, પહેલીવાર દેખાડ્યો પત્નીનો ચહેરો

    4

    ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

    5

    ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Emotional Burnout: ઘણી પત્નીઓની ફરિયાદ હોય છે કે તેના પતિનો સ્વભાવ અચાનક બદલી ગયો છે. પતિ નાની-મોટી દરેક વાતમાં કચકચ કરવા લાગ્યા છે, કોઈપણ વાત હોય તો પતિ ચિડાઈ જાય છે. આવું થાય ત્યારે પત્ની એ વાત સમજી નથી શકતી કે પતિને શું થયું છે. એક્સપર્ટ અનુસાર સ્વભાવમાં અચાનક થયેલા પરિવર્તનનું કારણ ઈમોશનલ બર્નઆઉટ હોય શકે છે.

    ઈમોશનલ બર્નઆઉટ એટલે શું ?

    જ્યારે પતિ દરેક વાતમાં કચકચ કરે, ગુસ્સો કરે તો એવું લાગે તે પ્રેમ નથી રહ્યો. પરંતુ પતિનું બદલાયેલું વર્તન ઈમોશનલ બર્નઆઉટનું કારણ હોય શકે છે. ઈમોશનલ બર્નઆઉટનો મતબલ એવો નથી કે પ્રેમ ન હોય. કામનો સ્ટ્રેસ, લાંબા સમયથી થતા ઝઘડા કે અન્ય સ્ટ્રેસના કારણે વ્યક્તિ થાકી ગઈ હોય છે કે કંટાળી ગઈ હોય છે. આવા સમયે તે પોતાના પાર્ટનરથી પણ દુર રહેવા ઈચ્છતા હોય છે.

    ઈમોશનલ બર્નઆઉટના લક્ષણો

    વાતચીત ઓછી થઈ જાય

    ઈમોશનલ બર્નઆઉટનું પહેલું લક્ષણ છે વાતચીત ઓછી થઈ જવી. પહેલા જે વ્યક્તિ તમારી સાથે બધી વાતો શેર કરતાં હોય તે જ વ્યક્તિ વાતચીત કરવાનું ટાળે. જો તમે સામેથી વાતો કરો તો થોડીવારમાં કંટાળી જાય અને ગુસ્સે થઈ જાય.

    એકબીજાથી દુર હોય તેવું લાગે

    ઈમોશનલ બર્નઆઉટમાં પાર્ટનર એકબીજા સાથે રહેતા હોય તેમ છતાં એકબીજાથી દુર હોય તેવું લાગે. અચાનક સ્થિતિ એવી થઈ જાય કે નાની વાત પણ ઝઘડો બની જાય. જાણે કોઈ ઈમોશન રહ્યા જ ન હોય.

    દરેક વાત પર ઝઘડો

    ઈમોશનલ બર્નઆઉટનું ત્રીજું લક્ષણ છે દરેક વાતમાં ઝઘડા થવા. ઘરના કામથી લઈ બાળકોની વાતમાં પણ ઝઘડા થવા લાગે તે ઈમોશનલ બર્નઆઉટનું લક્ષણ હોય શકે છે.

    ઈમોનશલ બર્નઆઉટમાં શું કરવું ?

    જો રિલેશનશીપમાં પ્રેમ છે અને ફક્ત સ્ટ્રેસના કારણે પતિ કચકચ કરે છે તેવું લાગતું હોય તો થોડો સમય સ્પેસ આપો. દરેક વાતમાં સાથે રહેવું, વાતો કરવી, બધું શેર કરવું જરૂરી નથી. પતિને થોડો સમય સ્પેસ આપો જેથી સંબંધ પણ ખરાબ ન થાય અને સ્થિતિ ઝડપથી નોર્મલ થાય.
     

    લગ્ન પછી પણ પતિ અને પત્ની બંનેને સ્પેસની જરૂર હોય છે. પતિ કામના કારણે કે અન્ય કોઈ વાતને લઈને સ્ટ્રેસમાં હોય તો તેને સ્પેસ આપો. સ્પેસ આપવાથી સંબંધ ખરાબ નથી થઈ જતા. સ્પેસ આપવાનો અર્થ એવો પણ નથી કે દુર રહેવા લાગવું. જો પતિ વાત કરવાનું ટાળે તો તે વાતને નોર્મલ ગણી તેને વાત કરવા ફોર્સ ન કરો. આવી નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો ઈમોશનલ બર્નઆઉટનો સમય પણ શાંતિથી નીકળી જશે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    relationship tips