Detan Ice Cubes: થોડી મિનિટનો તડકો પણ ત્વચાને ડલ અને બેજાન કરી શકે છે. તડકાના કારણે ટેન થયેલી સ્કિનને નોર્મલ કરવા અને ચહેરા પર ગ્લો ફરી લાવવા માટે હળદરના આઈસક્યુબનો ઉપયોગ કરી શકો છો. હળદર સહિત 3 વસ્તુઓથી બનેલા આઈસક્યુબથી ચહેરા પર જાદુઈ અસર કરી શકે છે. તેનાથી સ્કિન પર ઇન્સ્ટન્ટ ગ્લો આવી શકે છે.
તડકો, પ્રદૂષણ, ઉજાગરાના કારણે સ્કિન ડલ દેખાવા લાગે છે. ડલ સ્કિનને ફરીથી ગ્લોઈંગ બનાવવા માટે ખાસ આઈસક્યુબની મદદ લઈ શકો છો. એ વાત તો તમે પણ જાણતા હશો કે હળદર એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપુર હોય છે. હળદર ત્વચાની સમસ્યા દુર કરવામાં મદદ કરી શકે છે. આ હળદરનો ઉપયોગ કરી ખાસ આઈસક્યુબ બનાવવાના છે. જે તમારી ત્વચાને ઠંડક કરશે અને ડલનેસ દુર કરશે. તો ચાલો જાણીએ હળદરના આઈસક્યુબ કઈ રીતે બનાવવા.
હળદરના આઈસક્યુબ બનાવવાની રીત
હળદરના ડીટેન આઈસક્યુબ બનાવવા માટે અડધો કપ પાણીમાં અડધો કપ ગુલાબ જળ, 1 નાની ચમચી હળદર, 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે હલાવી અને આઈસ ટ્રેમાં ભરી ફ્રીજમાં સેટ થવા મુકો. જ્યારે બરફ જામી જાય ત્યારે તેને ઉપયોગમાં લો. જો તમે વર્કિંગ વુમન છો તો એક સાથે આઈસક્યુબ સેટ કરી પછી તેને ટ્રેમાંથી કાઢી ઝીપ લોક બેગમાં પેક કરીને સ્ટોર કરી શકો છો. ત્યારબાદ જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.
હળદરના આઈસક્યુબનો ઉપયોગ કરવાની રીત
સૌથી પહેલા ચહેરા અને ગરદનને બરાબર સાફ કરો. જો મેકઅપ કરતાં હોય તો ફેશવોશ કે ક્લીનઝીંગ મિલ્ક વડે મેકઅપ રીમૂવ કરો. ત્યારબાદ એક કપડામાં આઈસક્યુબ લો અને પછી તેને ચહેરા અને ગરદન પર લગાવો. બરફ વડે ચહેરા પર 2 થી 3 મિનિટ મસાજ કરો. ત્યારબાદ 5 મિનિટ હળદરનું પાણી ચહેરા પર રહેવા દો. ત્યારબાદ ફેસ નોર્મલ પાણીથી સાફ કરી લાઈટ મોઈશ્ચુરાઈઝર લગાડો.
હળદરના આઈસક્યુબના ફાયદા
- હળદરના આઈસક્યુબથી ચહેરા પર મસાજ કરવાથી ટેનિંગ ઓછું કરવામાં મદદ મળે છે.
- હળદરના આઈસક્યુબથી ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો આવે છે.
- હળદરના આઈસક્યુબથી મસાજ કરવાથી ખીલ ઓછા કરવામાં મદદ મળે છે.
- બરફથી મસાજ કરવાથી સ્કિન પર ગ્લો વધે છે.
- આઈસક્યુબથી મસાજ કર્યા પછી મેકઅપ કરવાથી મેકઅપ લાંબો સમય ટકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)