દેશભરમાં 7 નવેમ્બરનો દિવસ રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરવા અને તેની રોકથામ, શરૂઆતના તબક્કે જ ઓળખ, અને સમયસર સારવારનું મહત્વ સમજાવવા માટે છે. કેન્સર આજે એક ગંભીર જાહેર સ્વાસ્થ્ય પડકાર બની ચૂક્યો છે. કેન્સરના મામલે એવું કહી શકાય કે જાગૃતતાની કમી, શરૂઆતી લક્ષ્ણોને નજરઅંદાજ કરવા અને સમયસર તબીબી અભિપ્રાય ન લેવા એ અનેકવાર બીમારીના નિદાનમાં વિલંબનું કારણ બને છે. આવામાં લોકો કેન્સર અંગે યોગ્ય જાણકારી મેળવે અને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે તે ખુબ જરૂરી છે. ગુજરાતમાં કેન્સરના દર્દીઓ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. નાના બાળકોમાં પણ કેન્સરનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાં સતત વધી રહ્યા છે કેસ
તબીબોના મતે લોકો જો વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવે તો ફાયદો થઈ શકે છે.

વહેલું નિદાન થાય તે જરૂરી!
કેન્સરમાં શરૂઆતના સ્ટેજે બીમારીનું નિદાન થાય તો બચવા માટેની શક્યતા 60થી 70 ટકા સુધી વધી શકે છે. જો કોઈ પણ પ્રકારના કેન્સરની શરૂઆતના તબક્કામાં જ જાણ થઈ જાય તો સારવારના પરિણામ વધુ સારા રહી શકે છે. આથી શરીરમાં થઈ રહેલા કોઈ પણ અસામાન્ય ફેરફારને નજરઅંદાજ કરવાની જગ્યાએ સમયસર ડોક્ટરની પાસે જઈને નિદાન કરાવવું જોઈએ.
આ લક્ષ્ણો પર ધ્યાન આપવું
જો કોઈ પણ સ્પષ્ટકારણ વગર વજન ઘટે, લાંબા સમય સુધી ઉધરસ રહે કે અવાજમાં ફેરફાર જોવા મળે, શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ મહેસૂસ થાય, કોઈ ઘા લાંબા સમય સુધી ઠીક ન થાય, અસમાન્ય રક્તસ્ત્રાવ, ખોરાક ગળવામાં મુશ્કેલી, મળ મૂત્રની આદતોમાં સતત ફેરફાર જેવા લક્ષ્ણો પર ખાસ ધ્યાન આપવું.
જો કે આ લક્ષ્ણો હંમેશા કેન્સરના હોય તે જરૂરી નથી પરંતુ આમ છતાં આવું કઈ જોવા મળે તો તબીબી તપાસ જરૂરથી કરાવી લેવી હિતાવહ છે.
સકારાત્મક જીવનશૈલી
કેન્સરના જોખમને ઘટાડવામાં જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર પણ ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમાકુ અને તેનાથી બનેલા ઉત્પાદનોનું સેવન મોંઢા, ગળા અન ફેફસા સહિત અનેક પ્રકારના કેન્સરનું કારણ બની શકે છે.
આ ઉપરાંત દારૂના સેવનથી બચવું, સંતુલિત તથા પૌષ્ટિક આહાર લેવો, નિયમિત વ્યાયામ કરવો, શરીરનું વજન જાળવી રાખવું અને પૂરતી ઊંઘ લેવી એ પણ સ્વસ્થ શરીર માટે જરૂરી છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે અહેવાલો અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.