Ooty: દિવાળી વેકેશનમાં ફરવા જવાનો પ્લાન છે ? તો સુંદર હિલ સ્ટેશન વિશે જાણો, આ જગ્યા મિસ કરવા જેવી નથી
Diwali Vacation Ooty Trip: દિવાળીના વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો ચાલો તમને એક સુંદર હિલ સ્ટેશન વિશે જણાવીએ. પરિવાર કે પાર્ટનર સાથે ફરવા માટે આ જગ્યા બેસ્ટ છે. અહીં પસાર કરેલી રજા યાદગાર બની જશે.
Diwali Vacation Ooty Trip: દિવાળીની ઉજવણી કર્યા પછી લોકો વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. જો તમે પણ દિવાળીના વેકેશનમાં ફરવા જવાનું પ્લાન કરી રહ્યા છો તો આ વર્ષે ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનમાંથી એક એવા ઊટીની મુલાકાત લઈ શકો છો. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પર્યટકો ફરવા પહોંચે છે.
દિવાળીના વેકેશનમાં જો તમે ચાના બગીચા, શાંત વાતાવરણ અને કુદરત વચ્ચે રજા માણવા માંગતા હોય તો તમિલનાડુની પહાડોની રાણી ગણાતા હિલ સ્ટેશન ઊટી પહોંચી જાવ. નીલગીરીના જંગલો અને કુદરતી સૌંદર્ય તમારું મન મોહી લેશે. ઊટી પરિવાર અને પાર્ટનર બંને સાથે ફરી શકાય તેવી સુંદર જગ્યા છે. દિવાળી સમયે ઊટીમાં વાતાવરણ અદભુત હોય છે.
આ પણ વાંચો: Tulsi Plant: તુલસી કરમાઈ રહ્યા છે ? અહીં દર્શાવેલી ટીપ્સ ફોલો કરો, તુલસીનો સુકાતો છોડ લીલોછમ્મ થઈ જશે
પ્રકૃતિ પ્રેમીઓ તમિલનાડુના હિલ સ્ટેશન ઉંટીને સ્વર્ગ માને છે. અહીં દૂર દૂર સુધી ફક્ત હરિયાળી જોવા મળે છે. ઊટી કપલ માટે બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન પણ છે. જો તમે દિવાળીની રજાઓમાં થોડો સમય શાંતિ થી પસાર કરવા માંગો છો તો ઊટી બેસ્ટ જગ્યા છે. ઊટીમાં ફરવા માટે અલગ અલગ જગ્યાઓ પણ છે.
ઊટીની ફરવા લાયક જગ્યાઓ
વનસ્પતિ ઉદ્યાન
જો તમે ઊટી ફરવા જાવ તો અહીં વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત લઈ શકો છો. અહીં એક સુંદર તળાવ પણ છે. આ ઉદ્યાનની સ્થાપના 1847 માં કરવામાં આવી હતી અહીં અલગ અલગ પ્રકારના 600 થી વધુ ઝાડ અને છોડ જોવા મળે છે. જો તમે નેચર લવર છો તો તમારા માટે આ જગ્યા સ્વર્ગ છે.
ડોડાબેટ્ટા
ડોડાબેટ્ટા ઊટીની સૌથી ઊંચી ચોંટી છે. આ જગ્યા સમુદ્રથી 2623 મીટર ઊંચાઇ પર છે. ઊટીથી માત્ર 10 km ની દોરી પર ડોડાબેટ્ટા આવી જાય છે. અહીંથી આસપાસનું દ્રશ્ય મનમોહક લાગે છે. ઊટીની મુલાકાતે આવેલા લોકો ડોડાબેટ્ટાની મુલાકાત પણ અચૂક લેતા હોય છે.
આ પણ વાંચો: Gardening Tips: આ રીત ફોલો કરી ઘરે પાણીના ટબમાં ઉગાડો કમળના ફૂલ, એકદમ સરળ છે રીત
ઝરણા અને તળાવ
ઊટીમાં ઘણા બધા ઝરણા અને તળાવ છે અહીંનો નજારો પણ શાંતિ ભર્યો અને શાનદાર હોય છે. જો તમે પ્રકૃતિની વચ્ચે શાંતિથી સમય પસાર કરવા માંગો છો તો તેના માટે અલગ અલગ લેકની મુલાકાત લઈ શકો છો. અહીં ઝરણા પાસે ફરવા સિવાય બોટિંગ પણ કરી શકાય છે.
નીલગિરી માઉન્ટેન રેલવેની સવારી
ઊટી ફરવા જવાનું થાય તો એક વખત નીલગીરી માઉન્ટન રેલવેની ટોય ટ્રેનમાં સવારે અચૂક કરવી. આ ટોય ટ્રેન યુનેસ્કોની યાદીમાં પણ સામેલ છે. નીલગીરી માઉન્ટેનના રેલ્વે ટ્રેક પર પસાર થતી ટોય ટ્રેન ચાના બગીચા, પહાડીઓ અને અલગ-અલગ ભોંયરા માંથી પસાર થાય છે. આ ટ્રોઇ ટ્રેનમાં ફરવાનો આનંદ પણ અનોખો છે.
ટ્રેકિંગ
ઊટી જઈને તમે અલગ અલગ વ્યૂ પોઇન્ટ જોવાની સાથે ટ્રેકિંગ પણ કરી શકો છો. અહીં અલગ અલગ નાના ટ્રેક પણ છે. જો તમે એડવેન્ચર પ્રિય વ્યક્તિ છો તો તમે ટ્રેકિંગ કરી વાઇલ્ડ લાઇફનો અનુભવ પણ મેળવી શકો છો. ઊટીમાં કેટલાક વિસ્તારોમાં વાઇલ્ડ લાઈફ સફારી અને બર્ડ વોચિંગ પણ કરી શકાય છે.