• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /કારકિર્દી
  • /ઇગ્નુમાં પ્રોફેસર સહિત 43 પદો પર ભરતી: જાણો શું છે શૈક્ષણિક યોગ્યતા અને અરજીની વિગતો

ઇગ્નુમાં પ્રોફેસર સહિત 43 પદો પર ભરતી: જાણો શું છે શૈક્ષણિક યોગ્યતા અને અરજીની વિગતો

ઇગ્નુએ પ્રોફેસરની કુલ 43 જગ્યા પર ભરતી કરવા માટે અરજીઓ મગાવી છે. આ ભરતી 14 અલગ-અલગ સ્કૂલ ઓફ સ્ટડીઝમાં કરવામાં આવશે. ઇચ્છુક અને પાત્ર ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

Written ByGokani Dhaval
Published: Sep 27, 2026, 03:30 PM IST|Updated: Sep 27, 2026, 03:31 PM IST
joinshare
ઇગ્નુમાં પ્રોફેસર સહિત 43 પદો પર ભરતી: જાણો શું છે શૈક્ષણિક યોગ્યતા અને અરજીની વિગતો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઇગ્નુએ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને સહાયક પ્રોફેસરની કુલ 43 જગ્યા ભરવા માટે અરજીઓ મગાવી છે. આ ભરતી 14 અલગ-અલગ સ્કૂલ ઓફ સ્ટડીઝમાં કરવામાં આવશે. ઇચ્છુક અને પાત્ર ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ ignou.ac.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે જાહેરાત નંબર 01/2026/એસીડી જારી કરવામાં આવ્યો છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2026 છે. પરંતુ રોજગાર સમાચારમાં જાહેરાત પ્રકાશનના 30 દિવસ બાદ ફોર્મની હાર્ડ કોપી જમા કરાવી શકાય છે.

પ્રોફેસર સહિત આ જગ્યા પર થઈ રહી છે ભરતી
ઇન્ગુની આ ભરતીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા સામેલ છે. નોટિફિકેશન અનુસાર પ્રોફેસરની 21 જગ્યા, એસોસિએટ પ્રોફેસરની 16 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 6 જગ્યા સામેલ છે.

કઈ કેટેગરીમાં કેટલી જગ્યા?
આ ભરતીમાં 12 જનરલ કેટેગરીની જગ્યા, 15 ઓબીસી, 8 એસસી, 5 એસટી અને 3 PWBD ની જગ્યા સામેલ છે. આ ભરતી 14 અલગ-અલગ સ્કૂલ ઓફ સ્ટડીઝમાં સંબંધિત વિષયોને અનુસાર કરવામાં આવશે. ઉમેદવારોની નિમણૂંક સીધી ભરતીના આધારે થશે. તે માટે સ્ક્રીનિંગ બાદ પસંદગી સમિતિ તરફથી ઈન્ટરવ્યુ કરાવવામાં આવશે.

કેટલો મળશે પગાર? 
આ જગ્યા માટે અલગ-અલગ પે લેવલ નક્કી કરવામાં આવ્યા છે. પ્રોફેસર પદ એકેડમિક લેવલ 14મા છે, જેમાં પગાર 1,44,200થી 2,18,200 રૂપિયા સુધી છે. તો એસોસિએટ પ્રોફેસરનું પદ એકેડમિક લેવલ 13 એમાં છે અને પગાર 1,31,400 થી 2,17,100 રૂપિયા છે. તો સહાયક પ્રોફેસર એકેડમિક લેવલ 10મા છે, જેમાં 57,700 થી 1,82,400 સુધી પગાર આપવામાં આવશે.

કોણ કરી શકશે અરજી? 
આ જગ્યા માટે ઉમેદવારોની પાસે સંબંધિત વિષય અને જગ્યા અનુસાર નક્કી શૈક્ષણિક યોગ્યતા અને અનુભવ હોવો જોઈએ. અલગ-અલગ જગ્યા માટે યોગ્યતા અને અનુભવની શરતો અલગ-અલગ હશે. તેથી અરજી કરતાં પહેલા તમામ વિગતો સત્તાવાર વેબસાઇટ પર ચેક કરવાની સલાહ આપવામાં આવે છે.

આ રીતે કરી શકો છો અરજી

  • ઉમેદવારે સૌથી પહેલા ઇન્ગુની વેબસાઇટ  ignou.ac.in પર જવું પડશે.
  • ત્યારબાદ ફોર્મ ભરતા પહેલા વેબસાઇટ પર નોટિફિકેશન અને યોગ્યતા ચેક કરો.
  • પોતાની અંગત વિગત અને શૈક્ષણિક જાણકારી યોગ્ય રીતે ભરો.
  • અરજીની સાથે તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરો.
  • ત્યારબાદ જે ફી ભરવાની હોય તે ઓનલાઈન ભરો.
  • છેલ્લે ફોર્મને ચેક કરી અને પ્રિન્ટ આઉટ તમારી પાસે રાખી લો.

હવે આ ફોન લાઈન ફોર્મની પ્રિન્ટ કાઢવાની સાથે જરૂરી ડોક્યુમેન્ટ પર સહી કરી પોસ્ટના માધ્યમથી એકેડમી ડિવિઝનને મોકલવાના રહેશે. હાર્ડ કોપી 30 ઓક્ટોબર 2026 સુધી પહોંચી જવી જોઈએ. ઉમેદવારોએ આ હાર્ડ કોપી શૈક્ષણિક સમન્વય વિભાગ, ઈગ્નુ, મેદાન ગઢી નવી દિલ્હી- 110068 પર મોકલવી પડશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Jobs News