• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /કારકિર્દી
  • / રેલવેમાં 656 પદો પર GDCE ભરતી: 1 ઓક્ટોબરથી અરજી શરૂ, જાણો શું છે યોગ્યતા

રેલવેમાં 656 પદો પર GDCE ભરતી: 1 ઓક્ટોબરથી અરજી શરૂ, જાણો શું છે યોગ્યતા

ઉત્તર મધ્ય રેલવેમાં વર્ષ 2026-2027 માટે જનરલ ડિપાર્ટમેન્ટલ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે GDCE ક્વોટા હેઠળ 656 જગ્યા પર ભરતી કરવામાં આવશે. નોંધનીય છે કે આ ભરતી બહારના ઉમેદવારો માટે નહીં, પરંતુ રેલવેમાં પાત્ર સેવારત નિયમિત રેલવે કર્મચારીઓ માટે છે.

Written ByGokani Dhaval
Published: Sep 27, 2026, 01:16 PM IST|Updated: Sep 27, 2026, 01:18 PM IST
joinshare
 રેલવેમાં 656 પદો પર GDCE ભરતી: 1 ઓક્ટોબરથી અરજી શરૂ, જાણો શું છે યોગ્યતા

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રેલવેમાં નોકરી કરી રહેલા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. ઉત્તર મધ્ય રેલવેમાં વર્ષ 2026-2027 માટે જનરલ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન GDCE ના કોટા હેઠળ 656 જગ્યા પર ભરતી થશે. ખાસ વાત છે કે આ ભરતી બહારના ઉમેદવારો માટે નહીં, પરંતુ પાત્ર સેવારત નિયમિત રેલવે કર્મીઓ માટે છે. તેના દ્વારા કર્મચારીઓને વિભાગીય પરીક્ષાના માધ્યમથી આગળ વધવા અને કરિયરમાં પ્રમોશન મેળવવાની તક મળશે.

કેટલા પદો પર ભરતી?
આ ભરતીમાં સૌથી વધુ સહાયક લોકો પાયલટના 428 પદ છે. આ સિવાય ટેક્નીશિયન ગ્રેડ-1 સિગ્નલ તથા દૂરસંચારના 5, ટેક્નીશિયન ગ્રેડ-3- સિગ્નલ તથા દૂરસંચારના 56, જુનિયર એન્જિનિયરના 60, વાણિજ્ય તથા ટિકિટ લિપિકના 104 અને કનિષ્ટ લિપિક સહ ટંકકના 3 પદ સામેલ છે. આ રીતે કુલ 656 જગ્યા પર ભરતી થશે.

રેલવે ભરતી વિભાગ તરફથી જારી સૂચના પ્રમાણે ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 ઓક્ટોબર 2026થી શરૂ થશે. પાત્ર કર્મચારી 30 ઓક્ટોબર 2026ના રાત્રે 11.59 કલાક સુધી અરજી કરી શકશે. કર્મચારીઓએ અરજી માટે સંબંધિત રેલવે ભરતી વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જારી નિર્દેશોનું પાલન કરવું પડશે.

રેલવેએ કર્મચારીઓને સલાહ આપી છે કે ભરતી સાથે જોડાયેલી કોઈપણ સંશોધિત કે મહત્વપૂર્ણ સૂચના માટે સત્તાવાર વેબસાઈટ ચેક કરો. GDCE દ્વારા કર્મચારીઓને તેની યોગ્યતા અને અનુભવના આધાર પર વિભાગની અંદર આગળ વધવાની તક મળે છે.

કોણ કરી શકે છે અરજી?
રેલવે અનુસાર આરપીએફ અને આરપીએસએફને છોડીને પાત્ર નિયમિત કર્મચારી આ પદ માટે અરજી કરી શકે છે. પરંતુ વર્તમાનમાં જારી સૂચનાને સાંકેતિક ગણાવવામાં આવી છે. વિસ્તૃત નોટિફિકેશનમાં જગ્યાવાર શૈક્ષણિક યોગ્યતા, પાત્રતા, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન અને અન્ય શરતોની જાણકારી આપવામાં આવશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Jobs News