સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે રેલવેની ભરતી હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરી તે ઉમેદવારો માટે જેનું ગ્રેજ્યુએશન પૂર્ણ થઈ ગયું છે અને રેલવેમાં નોકરી કરવા ઈચ્છે છે, તેના માટે NTPC ભરતી એક સારી તક હોય છે. હવે રેલવે બોર્ડે NTPCના સ્નાતક સ્તરના પદો માટે 3477 જગ્યાને મંજૂરી આપી છે. આ જગ્યા રેલવેના અલગ-અલગ ઝોન અને પ્રોડક્શન યુનિટ સાથે જોડાયેલી છે. ભરતી Non-Technical Popular Categories એટલે કે NTPC હેઠળ થશે. પરંતુ ઉમેદવારોએ એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે માત્ર જગ્યાની મંજૂરીને ભરતીનું નોટિફિકેશન ન માની શકાય. અરજી, ઉંમર મર્યાદા, પરીક્ષા, ફી અને બાકી નિયમોની જાણકારી RRB તરફથી જારી થનાર Centralised Employment Notice એટલે કે CEN થી સ્પષ્ટ થશે.
3477 જગ્યા પર ભરતી
રેલવે બોર્ડે NTPC ના સ્નાતક સ્તર માટે કુલ 3477 જગ્યાને મંજૂરી આપી છે. તેમાં અલગ-અલગ જગ્યા સામેલ છે. ઉપલબ્ધ ભરતી મંજૂરી અનુસાર ગુડ્સ ટ્રેન મેનેજરના 2750 પદ, Junior Accounts Assistant cum Typist ના 300 પદ, Senior Clerk cum Typist ના 371 પદ અને Chief Commercial cum Ticket Supervisor ના 56 પદ સામેલ છે. આ બધા મળી ગ્રેજ્યુએટ સ્તરના 3477 પદ થાય છે.
ક્યા યુવાઓ માટે તક?
આ ભરતી સ્નાતક સ્તરની છે, તેથી તેમાં અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા અને બીજી શરતો RRBની નવી CEN માં જણાવવામાં આવશે. અત્યારે માત્ર ભરતીની મંજૂરીની જાણકારી સામે આવી છે. આગામી સમયમાં તેનું સત્તાવાર નોટિફિકેશન જારી થશે, ત્યારબાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.
અરજીને લઈને શું અપડેટ છે?
ઘણા રિપોર્ટ અનુસાર સ્નાતક NTPC ભરતીની અરજી 8 ઓક્ટોબર 2026થી શરૂ થઈ શકે છે અને છેલ્લી તારીખ 6 નવેમ્બર હોઈ શકે છે. પરંતુ ઉપલબ્ધ રેલવે બોર્ડનની મંજૂરીવાળી જાણકારીમાં આ અરજીની તારીખ નથી. તેથી ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશનની પ્રતીક્ષા કરવી પડશે.
પરીક્ષા અને પસંદગી કઈ રીતે થશે?
આ ભરતી માટે સમગ્ર પ્રક્રિયા નવા CEN માં સ્પષ્ટ થશે. NTPC ની પાછલી ભરતીઓમાં કમ્પ્યૂટર આધારિત પરીક્ષાઓ અને કેટલાક પદો માટે ટાઇપિંગ કે બીજા જરૂરી ટેસ્ટ સામેલ રહ્યાં છે. પરંતુ 2026ની ભરતી માટે તબક્કાવાર પરીક્ષાનો કાર્યક્રમ શું હશે તેની માહિતી હવે સામે આવશે. તેવામાં ઉમેદવાર NTPC ના સામાન્ય વિષયોની તૈયારી શરૂ કરી શકે છે, પરંતુ અંતિમ પરીક્ષા પેટર્ન માટે સત્તાવાર નોટિફિકેશન પર ભરોસો કરવો.