• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /લંડનમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં 2 સગીરને 10-10 વર્ષની સજા, જાણો શું છે સમગ્ર ઘટના

લંડનમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં 2 સગીરને 10-10 વર્ષની સજા, જાણો શું છે સમગ્ર ઘટના

Indian Restaurant Fire Case: લંડનની કોર્ટે 2 સગીરને 10-10 વર્ષની સજા ફટકારી છે. આ સજા તેમને એક ભારતીય રેસ્ટોરન્ટને પેટ્રોલ છાંટી સળગાવી દેવા બદલ ફટકારવામાં આવી છે. શું છે ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાનો મામલો ચાલો જાણીએ.

Written ByKrupa Shah
Published: Oct 05, 2026, 07:38 AM IST|Updated: Oct 05, 2026, 07:40 AM IST
joinshare
લંડનમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં 2 સગીરને 10-10 વર્ષની સજા, જાણો શું છે સમગ્ર ઘટના

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    સ્મિતને મારી તેલ અવીવની ઇમારતો સાથે પ્લેન અથડાવવા માંગતો હતો ઓમાની કો-પાયલટ, રિપોર્ટમાં ખુલાસો!

    સ્મિતને મારી તેલ અવીવની ઇમારતો સાથે પ્લેન અથડાવવા માંગતો હતો ઓમાની કો-પાયલટ, રિપોર્ટમાં ખુલાસો!

    2

    Khatron Ke Khiladi 15 Winner: ખતરોં કે ખિલાડી 15 નો વિનર બન્યો અવિનાશ મિશ્રા, જાણો ટ્રોફી સિવાય અવિનાશને શું મળ્યું ?

    3

    ગાંધીનગરના કાવાદાવા : ભાજપમાં જઈને સાઈડલાઈન થયેલા કોંગ્રેસીઓ માટે શંકરસિંહ વાઘેલા આશાનું કિરણ બની શકે

    4

    લંડનમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં 2 સગીરને 10-10 વર્ષની સજા, જાણો શું છે સમગ્ર ઘટના

    5

    SIR વચ્ચે, સુપ્રીમ કોર્ટના જજનું મોટું નિવેદન, "જે પ્રોસેસ મતદાનના અધિકારને અટકાવતી હોય તે..."

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Indian Restaurant Fire Case:  લંડનમાં એક ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના ગુના બદલ  કોર્ટે 2 સગીર આરોપીઓને 10-10 વર્ષની કડક સજા સંભળાવવામાં આવી છે. બંને સગીર એ એક ભારતીય રેસ્ટોરન્ટને પેટ્રોલ છાંટી સળગાવી દીધું હતું. આ મામલો ગયા વર્ષનો છે જ્યારે આરોપીઓએ એક ભારતીય રેસ્ટોરન્ટમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં એક કપલ ગંભીર રીતે ઘાયલ પણ થઈ ગયું હતું. આ કેસમાં કોર્ટે હવે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને આરોપીઓને કડક સજા ફટકારી છે

    શું છે ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાનો મામલો ?

    લંડનમાં ઇન્ડિયન અરોમા નામનું એક રેસ્ટોરન્ટ હતું. ગયા વર્ષે એટલે કે 2025 માં ઓગસ્ટ મહિનામાં આ ઘટના બની હતી. ઘટનાની વિગતો એવી છે કે રેસ્ટોરન્ટમાં અચાનક જ 3 બુકાનીધારી લોકો ઘુસી ગયા હતા. ત્રણમાંથી બે લોકોના હાથમાં હથિયારો હતા અને ત્રીજાના હાથમાં પેટ્રોલ ભરેલું કેન હતું. હથિયાર સાથે રેસ્ટોરન્ટમાં ઘુસેલા આરોપીએ હથિયાર બતાવીને લોકોને રેસ્ટોરન્ટમાં રહેવાનું જ કહ્યું અને લોકોની હાજરી હોવા છતાં રેસ્ટોરન્ટમાં પેટ્રોલ છાંટીને આગ લગાડી દેવામાં આવી. પેટ્રોલના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ અને રેસ્ટોરન્ટની અંદર રહેલા લોકોમાંથી એક કપલ 50% થી વધુ દાઝી ગયું. આ ઘટના પછી કપલની સારવાર લાંબા સમય સુધી ચાલી. રેસ્ટોરન્ટમાં આગ લગાડીને ત્રણેય હુમલા કરનાર ભાગી ગયા હતા.

    એક વર્ષ સુધી ચાલ્યો કેસ

    આ ઘટનામાં પોલીસે તપાસ અને બાતમીના આધારે રેસ્ટોરન્ટ સળગાવનાર 2 સગીરોની ધરપકડ કરી. 7 સપ્તાહની પૂછપરછ પછી પોલીસને તથ્ય અને પુરાવા મળ્યા કે આ બંને સગીરનો હાથ રેસ્ટોરન્ટ સળગાવવામાં હતો. ત્યારબાદ તેમના પર કોર્ટ કેસ શરૂ કરવામાં આવ્યો. સગીરો પર એક વર્ષ સુધી ચાલેલી લાંબી સુનવણી પછી બંને આરોપીઓને 10-10 વર્ષની કડક સજા સંભળાવવામાં આવી છે. રેસ્ટોરન્ટ સળગાવનાર આરોપીઓની ઉંમર નાની હોવાથી તેમની ઓળખ જાહેર કરવામાં નથી આવી.

    આ ઘટનામાં જજ માઈકલ એ નિર્ણય સંભળાવતી વખતે એ વાત નોંધી હતી કે રેસ્ટોરન્ટ સળગાવવાનું કામ ગણતરીપૂર્વકનું હતું. આરોપીઓ એ જાણતા હતા કે રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકો આગના કારણે મરી પણ શકે છે તેમ છતાં તેમણે ઠંડા કલેજે ઘટનાને અંજામ આપ્યો. આ ઘટના અનુભવી અપરાધીનો હાથ હોવાનું પણ કહેવાય છે પરંતુ તે અપરાધીની ઓળખ થઈ નથી. પરંતુ જે બે આરોપીઓ ઝડપાયા છે તેમણે તેમના કર્યાની સજા ભોગવવી પડશે.

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    World News