• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગાંધીનગરના કાવાદાવા : ભાજપમાં જઈને સાઈડલાઈન થયેલા કોંગ્રેસીઓ માટે શંકરસિંહ વાઘેલા આશાનું કિરણ બની શકે

ગાંધીનગરના કાવાદાવા : ભાજપમાં જઈને સાઈડલાઈન થયેલા કોંગ્રેસીઓ માટે શંકરસિંહ વાઘેલા આશાનું કિરણ બની શકે

Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’

Reported ByKaran RajputEdited ByKaran Rajput
Published: Oct 05, 2026, 08:00 AM IST|Updated: Oct 05, 2026, 08:00 AM IST
joinshare
ગાંધીનગરના કાવાદાવા : ભાજપમાં જઈને સાઈડલાઈન થયેલા કોંગ્રેસીઓ માટે શંકરસિંહ વાઘેલા આશાનું કિરણ બની શકે
Image Credit: gandhinagar na kavadava

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
SIR પર વધ્યો વિવાદ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

SIR પર વધ્યો વિવાદ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

2

Good Cholesterol: શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારવા પર પણ આપો ધ્યાન, જાણી લો કઈ વસ્તુઓ વધારે ગુડ કોલેસ્ટ્રોલ ?

3

ખાનગી કંપની બાદ સરકારી કંપનીએ પણ વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ? ચેક કરો આજનો રેટ

4

સ્મિતને મારી તેલ અવીવની ઇમારતો સાથે પ્લેન અથડાવવા માંગતો હતો ઓમાની કો-પાયલટ, રિપોર્ટમાં ખુલાસો!

5

Khatron Ke Khiladi 15 Winner: ખતરોં કે ખિલાડી 15 નો વિનર બન્યો અવિનાશ મિશ્રા, જાણો ટ્રોફી સિવાય અવિનાશને શું મળ્યું ?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.

શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસ પ્રવેશ ગુજરાતની રાજનીતિમાં "ઉલ્ટી ગંગા" શરૂ થશે 
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો ગમે ત્યારે કોંગ્રેસ પ્રવેશ થશે. 2017 માં કોંગ્રેસ સાથે છેડો પાડ્યા બાદ પુનઃ પ્રવેશ કોંગ્રેસમાં થશે. રાજનીતિના અઠંગ ખેલાડી રહેલા શંકરસિંહ વાઘેલાએ એક જ નિવેદનથી પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. જો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પ્રવેશ કરશે તો ગુજરાતની રાજનીતિમાં વ્યાપક પરિવર્તન આવી શકે છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અનેક રાજનેતાઓ પુનઃ કોંગ્રેસમાં પ્રવેશ કરી શકે. મૂળ કોંગ્રેસી અનેક નેતાઓ ભાજપમાં એક ખૂણા પર જઈને બેઠા છે. ન સહન થઈ શકે અને ન કહી શકે તેવી સ્થિતિમાં દિવસો પસાર કરી રહ્યા છે. આ નેતાઓ માટે શંકરસિંહ વાઘેલા આશાનુ કિરણ બની શકે. જેમાં જવાહર ચાવડા કે જેઓ નથી ભાજપ સાથે તાલ મિલાવી શકતા કે નથી કોંગ્રેસમાં જઈ શક્તા. આવા અનેક નેતાઓની હારમાળા કોંગ્રેસ પ્રવેશવા માટે તૈયાર હોવાની ચર્ચા ચાલી રહી છે. આમ પણ ભાજપમાં કોંગ્રેસના નેતાઓની ભરતી લગભગ બંધ થવા બરાબર છે. એટલે હવે શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશથી કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થાય તો નવાઈ નહિ. રાહુલ ગાંધી સામે બંડ પોકારનાર શંકરસિંહ વાઘેલાને રાહુલ ગાંધી કોંગ્રેસમાં પ્રવેશ આપે છે કે કેમ તેની પર સૌની નજર મંડાયેલી છે. બાપુને પણ હવે ખબર પડી હશે કે, ગુજરાતમાં ભાજપ કે કોંગ્રેસ સિવાય રાજકીય અસ્તિત્વ શક્ય નથી.

GMC ચૂંટણીમાં પડદા પાછળ બે જ નામની ચર્ચા JV અને HS
ગાંધીનગર મહાનગરપાલિકાનો ચૂંટણી જંગ જામ્યો છે. મોટાભાગની બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેશે. ચોક્કસ અનેક બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો પરિણામ પર અસર કરશે. સૌથી આશ્ચર્યની બાબત એ છે કે 11 વોર્ડની 44 બેઠક ઉપર ચૂંટણી લડી રહેલું ભાજપ અને કોંગ્રેસ જાહેર સભા કરવાના મૂડમાં નથી. ડોર ટુ ડોર પ્રચારમાં વ્યસ્ત બન્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી મહત્વના વોર્ડમાં જાહેર સભા કરી રહ્યું છે. પણ ભાજપ તરફથી રણનિતીમાં બે નામ સૌથી વધારે ચર્ચામાં આવ્યા છે. JV એટલે જગદીશ વિશ્વકર્મા અને HS એટલે હર્ષ સંઘવી. પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી જાહેરમાં ચૂંટણીમાં આવતા નથી. જો કે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વોર્ડ દીઠ મહત્વના હોદ્દેદારો અને શક્તિ કેન્દ્ર સંયોજકો સાથે રણનિતીની ગુપ્ત બેઠકો કરી માર્ગદર્શન આપે છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરમાં વસતા વિવિધ સમાજોના પ્રમુખો અને હોદ્દેદારો સાથે ક્યારેક ચા-નાસ્તો કે ભોજનના ટેબલ ઉપર ચર્ચા કરી ભાજપની જીતનો પાયો મજબૂત કરી રહ્યા છે.

‘ઓપરેશન ગંગાજળ’ને કારણે બે IAS અધિકારીઓને નોકરીમાંથી હાથ ધોવા પડ્યા 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે ‘ઓપરેશન ગંગાજળ’ શરૂ કર્યું છે. અત્યાર સુધી અનેક અધિકારીઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે. જો કે ગત સપ્તાહમાં IAS કે. રાજેશ અને ગૌરવ દહીંયા સામે ઓપરેશન ગંગાજળ થયું. બંને અધિકારીઓને એક જ દિવસે ફરજિયાત નિવૃત્ત કરાયા. સામાન્ય લાગતી આ ઘટના ઘણા બધા કારણોસર અસાધારણ છે. ગુજરાતમાં અત્યાર સુધી ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત ગુજરાતી અધિકારીઓ સામે ઓર્ડર થતા હતા. પહેલી વખત નોન ગુજરાતી IAS ને નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. IAS અધિકારીઓમાં ગુજરાતી અને નોન ગુજરાતી IASની લોબી ચાલે છે. નોન ગુજરાતી આઈએએસની વાત આવે એટલે વહીવટી તંત્ર જાણે અજાણે આંખ આડા કાન કરી લેતું હતું અને ગમે તેટલા ભ્રષ્ટાચારના આક્ષેપ હોય તો પણ તેને બચાવી લેવામાં આવતો હતો. દાદાની સરકારે દાખલો બેસાડ્યો કે ભ્રષ્ટાચારના મુદ્દે ગુજરાતી કે નોન ગુજરાતી ન હોઈ શકે. કાયદાની દ્રષ્ટિએ બધા સમાન છે. જો કે દાદાની સરકારનો આ નિર્ણય અનેક નોન ગુજરાતી આઈએએસ અધિકારીઓને નથી ગમ્યો. અને તેનો જ પુરાવો છે કે આ બંને ફરજિયાત નિવૃત્ત કરેલા અધિકારીઓની ઓર્ડરની કોપી પબ્લિક ડોમીનમાં નથી મૂકવામાં આવી.

બોલો, શંકર ચૌધરી અઢી કરોડ રૂપિયા કમાયા...
હા, આ વાત એ જ શંકર ચૌધરી કે જેવો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે, તેમની થઈ રહી છે. સવાલ અઢી કરોડ રૂપિયાની કમાણી તેઓએ કરી છે. પણ આ કમાણી આપણે સૌ પણ ગર્વ લઈ શકીએ કેવી રીતે કરી છે. તેમના ખેતરમાં ખારેક વાવીને રૂપિયા કમાયા છે. 16 એકર જમીનમાં ખારેકનું વાવેતર કરી સંપૂર્ણ પ્રાકૃતિક રીતે ખેતી કરી. તેમાંથી રૂપિયા અઢી કરોડ રૂપિયાની આવક થઈ છે. અને આ વાત ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના પ્રણેતા કહી શકાય એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી છે. પ્રાકૃતિક ખેતી સંદર્ભે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલે વિધાનસભા અધ્યક્ષના ભરપેટ વખાણ કર્યા હતા અને ખેતી માટેનો તેમનો લગાવ અને પ્રાકૃતિક ખેતી થકી ખેડૂત આટલા રૂપિયા પણ કમાઈ શકે તેનું ઉદાહરણ આપવા શંકર ચૌધરીના નામનો ઉલ્લેખ કરી આ વાત કરી હતી.

UCCનો લાભ લેવામાં કેમ સરકાર અને સંગઠને પાછીપાની કરી?
UCCનો કાયદો ગુજરાતમાં પહેલી ઓક્ટોબરથી અમલમાં આવ્યો. તમામ નાગરિકોને સમાન હક આપતા આ કાયદાનું રાજ્ય સરકારે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દીધું. ભાજપ સરકારના એજન્ડામાં સૌથી મહત્વનું એજન્ડા તરીકે UCC હતું. રાષ્ટ્રપતિએ મંજૂરી આપી તે ગુજરાત સરકાર માટે એક ઉત્સવથી ઓછું ન હતું. આમ છતાં કોણ જાણે કેમ સરકાર કે સંગઠન આટલી મોટી સિદ્ધિ બદલ ખાસ કોઈ ઉત્સાહ ન બતાવ્યો. તેના કારણે સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ. મુખ્યમંત્રી કે મંત્રીમંડળના સભ્યોએ ન ટ્વીટ કર્યું. સંગઠનની પણ એવી જ સ્થિતિ રહી. જાહેરનામાના 24 કલાક બાદ સરકાર અને સંગઠનમાંથી પ્રતિક્રિયા આવી. પ્રવક્તા મંત્રીએ કૃષિ વિભાગના કાર્યક્રમમા પોતાના પ્રવચનમાં યુસીસીનો કાયદો લાગું થયો હોવાની વાતનો ઉલ્લેખ કર્યો. UCC ની મંજૂરીનો ટાઈમિંગ પણ સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો. સચિવાલયમાં એવી પણ ચર્ચા ચાલી કે UCC માટે નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ સ્થાને જે કમિટીની રચના કરવામાં આવી હતી ત્યારે સરકારે વધુ પબ્લિસિટી કરી હતી, પણ જ્યારે મંજૂરી મળી ત્યારે સરકાર અને સંગઠને જશ ખાટવાથી દૂર રહેવાનું પસંદ કર્યું.

Add Zee News as a Preferred Source
TAGS:
Gandhinagar na kavadava