• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /યુદ્ધના મેદાનમાં બદલાયું સમીકરણ, ઈરાનમાં મહિલાઓએ ઉઠાવ્યા હથિયાર

યુદ્ધના મેદાનમાં બદલાયું સમીકરણ, ઈરાનમાં મહિલાઓએ ઉઠાવ્યા હથિયાર

દુનિયાના એક ભાગમાં સળગી રહેલી યુદ્ધની આગ હવે વધુ ભયાનક બની ગઈ છે અને આ લોહિયાળ સંઘર્ષમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. મિડલ ઈસ્ટથી લઈને દક્ષિણ એશિયા સુધી હવે યુદ્ધના મેદાનમાં મહિલાઓએ પણ સીધો મોરચો સંભાળી લીધો છે. ઈરાનમાં જ્યાં નાગરિક સુરક્ષાના નામે મહિલાઓને હથિયારો અને ડ્રોનની તાલીમ આપવામાં આવી રહી છે. ત્યાં બલૂચિસ્તાનમાં મહિલાઓએ પણ સીધા હથિયારો સાથે દુશ્મનો સામે મોરચો ખોલી દીધો છે.

Written ByDilip Chaudhary
Published: Sep 29, 2026, 11:22 PM IST|Updated: Sep 29, 2026, 11:25 PM IST
joinshare
યુદ્ધના મેદાનમાં બદલાયું સમીકરણ, ઈરાનમાં મહિલાઓએ ઉઠાવ્યા હથિયાર

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

દુનિયાના એક ભાગમાં યુદ્ધની આગ હવે વધુને વધુ ભયાનક બની રહી છે, તો બીજી તરફ આ લોહિયાળ સંઘર્ષમાં એક નવો અને અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. મિડલ ઈસ્ટથી લઈને દક્ષિણ એશિયા સુધી હવે યુદ્ધના મેદાનમાં મહિલાઓએ મોરચો સંભાળી લીધો છે. ઈરાન હોય કે બલૂચિસ્તાન, દરેક જગ્યાએ મહિલા બ્રિગેડ હથિયારોથી સજ્જ થઈ રહી છે અને દુશ્મનો સામે લડવા માટે તૈયાર થઈ રહી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

બલૂચ મહિલાઓએ ઉઠાવ્યા હથિયારો

ઈરાનમાં ‘ડિવોટેડ ઑફ ઈરાન’ અભિયાન હેઠળ મહિલાઓને ખુલ્લેઆમ હથિયારોની તાલીમ આપવામાં આવી રહી છે. જેથી પ્રાદેશિક સુરક્ષા અને અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે નાગરિક અને સૈન્ય તૈયારીઓને મજબૂત બનાવી શકાય. તો બીજી તરફ બલૂચિસ્તાનમાં પણ બલૂચ મહિલાઓએ હથિયારો ઉઠાવી લીધા છે.

ઈરાનમાં હાલ ભૂ-રાજકીય સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. 28 ફેબ્રુઆરીથી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે તેના સૌથી ભીષણ તબક્કામાં પહોંચી ગયું છે. દરરોજ થઈ રહેલા હુમલાઓએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. એક તરફ જ્યાં ખાડી વિસ્તારના મહત્વપૂર્ણ વ્યૂહાત્મક બિંદુ એટલે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ છે. તો બીજી તરફ તેહરાને પોતાની વ્યૂહરચનાનો વ્યાપ વધુ વિસ્તારી દીધો છે.

મહિલા બ્રિગેડની જાહેરાત

આ જ કડીમાં ઈરાને પોતાની મહિલા બ્રિગેડને યુદ્ધ માટે તૈયાર કરવાની મોટી જાહેરાત કરી છે. દેશભરમાં ‘ડિવોટેડ ઑફ ઈરાન’ એટલે કે ઈરાન પ્રત્યે સમર્પિત અભિયાન હેઠળ મહિલા વોલન્ટિયર્સને યુદ્ધના મેદાનની દરેક બારીકી શીખવવામાં આવી રહી છે. આ મિલિટરી ટ્રેનિંગ પ્રોગ્રામમાં મહિલાઓને આધુનિક હથિયારો ચલાવવાથી લઈને અચૂક નિશાનબાજી અને જટિલ સૈન્ય અભિયાનો સાથે જોડાયેલી કુશળતાઓ શીખવવામાં આવી રહી છે.

આ તાલીમ હેઠળ તેહરાનમાં ઈરાની મહિલાઓ હવે હથિયારો ચલાવતાં શીખી રહી છે. દેશની સુરક્ષા માટે શરૂ કરાયેલા આ અભિયાનમાં તેમને બંદૂક, ડ્રોન, એન્ટી-ટેન્ક હથિયારો અને ફર્સ્ટ એડની તાલીમ આપવામાં આવી રહી છે. ઈરાની પ્રશાસન અને સૈન્ય નેતૃત્વ આ પહેલને પ્રાદેશિક સુરક્ષા પડકારો વચ્ચે નાગરિક અને આંતરિક સંરક્ષણની તૈયારીઓને મજબૂત કરવાની મોટી કવાયત તરીકે જોઈ રહ્યું છે.

યુદ્ધના મેદાનમાં બદલાયું સમીકરણ

અમેરિકા અને તેના સહયોગીઓ સાથે ચાલી રહેલા કડક ટકરાવ વચ્ચે ઈરાન હવે પોતાની અડધી વસ્તીને માત્ર દર્શક નહીં, પરંતુ ફ્રન્ટલાઈન રક્ષક તરીકે મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ બલૂચિસ્તાનમાં તો મહિલા બ્રિગેડ એક પગલું આગળ નીકળી ગઈ છે. બલૂચિસ્તાનમાં સક્રિય બલૂચ લિબરેશન ફ્રન્ટ એટલે કે BLFએ પોતાની મહિલા સશસ્ત્ર એકમ ‘કરીમા આર્મ્ડ અસોલ્ટ ડિવિઝન’ એટલે કે KAADની પ્રથમ સશસ્ત્ર કાર્યવાહીની સત્તાવાર જવાબદારી સ્વીકારી છે.

સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂટેજમાં મહિલા લડવૈયાઓને હથિયારો સાથે કડક સૈન્ય તાલીમ લેતી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે...આ નવી મહિલા યુનિટનું નામ માનવાધિકાર કાર્યકર રહેલી દિવંગત કરીમા બલૂચના નામ પરથી રાખવામાં આવ્યું છે. BLFના સ્પષ્ટ નિર્દેશ છે કે આ યુનિટની ભૂમિકા માત્ર કાગળ પર કે પ્રતીકાત્મક નહીં હોય, પરંતુ ગુપ્ત માહિતી એકત્રિત કરવા, સંચાર તંત્ર સંભાળવા, તબીબી મદદ આપવા અને લોજિસ્ટિક્સ ઉપરાંત સીધી લડાયક કાર્યવાહીમાં પણ આ મહિલાઓ મોરચો સંભાળશે.

બદલાયેલી ભૂ-રાજકીય પરિસ્થિતિમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે યુદ્ધના મેદાનની પરિભાષા બદલાઈ રહી છે. ઈરાનથી લઈને બલૂચિસ્તાન સુધી દુશ્મનો સામે બે-બે હાથ કરવા માટે મહિલાઓ હવે ઘરની બહાર નીકળીને સીધી રણભૂમિમાં ઉતરી રહી છે. ઈરાનની મિલિટરી ડ્રિલ હોય કે બલૂચિસ્તાનની KAAD યુનિટનું આક્રમક વલણ. સંકેત સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં સંઘર્ષના આ મોરચા વધુ ગંભીર બની શકે છે.

Add Zee News as a Preferred Source
TAGS:
World News