• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /પ્રશાંત મહાસાગરમાં ‘વાવાઝોડાની ત્રિપુટી’, વર્ષો બાદ ઓક્ટોબરમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, જાણો ક્યાં જોખમ?

પ્રશાંત મહાસાગરમાં ‘વાવાઝોડાની ત્રિપુટી’, વર્ષો બાદ ઓક્ટોબરમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, જાણો ક્યાં જોખમ?

એક બાજુ જ્યાં સુપર અલ નીનો અને ગોડઝીલા અલનીનો જેવી વાતો થઈ રહી છે ત્યાં હવે એક સાથે ત્રણ ત્રણ વાવાઝોડા પણ કહેર મચાવવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે. ઓક્ટોબરમાં એક અત્યંત દુર્લભ કહી શકાય તેવી મૌસમી સ્થિતિ જોવા મળી રહી છે. જાણો કયા વિસ્તારો પર જોખમ તોળાઈ રહ્યું છે.

Written ByViral Raval
Published: Oct 07, 2026, 04:33 PM IST|Updated: Oct 07, 2026, 04:36 PM IST
joinshare
પ્રશાંત મહાસાગરમાં ‘વાવાઝોડાની ત્રિપુટી’, વર્ષો બાદ ઓક્ટોબરમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, જાણો ક્યાં જોખમ?
Image Credit: satellite image ( The Japan Times)

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
'25 પૈસામાં નરેન્દ્ર મોદીને અપાવી હતી જનસંઘની સદસ્યતા...', PM મોદીના ખાસ મિત્રએ યાદ કર્યા જૂના દિવસો

'25 પૈસામાં નરેન્દ્ર મોદીને અપાવી હતી જનસંઘની સદસ્યતા...', PM મોદીના ખાસ મિત્રએ યાદ કર્યા જૂના દિવસો

2

5 એવા ખેલાડી જેમની અજીત અગરકરના ગયા પછી થઈ શકે છે વાપસી, ભુવનેશ્વરની જેમ લાગશે લોટરી

3

પ્રશાંત મહાસાગરમાં ‘વાવાઝોડાની ત્રિપુટી’, વર્ષો બાદ ઓક્ટોબરમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, જાણો ક્યાં જોખમ?

4

શું ખરેખર પ્રેમાનંદ મહારાજને મળવાના કોહલીએ લીધા હતા 5 કરોડ? વિરાટે કર્યો મોટો ખુલાસો

5

AC Care Tips: શિયાળામાં એસી બંધ કરતા પહેલા કરી લો આ ૩ જરૂરી કામ, નહીં તો ઉનાળામાં પસ્તાવાનો વારો આવશે!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઓક્ટોબર મહિનો શરૂ થતાની સાથે આમ તો ચોમાસું વિદાય થઈ રહ્યું હોય અને ગુલાબી ઠંડી તમને સવારે રાતે જોવા મળતી હોય પરંતુ હાલ સ્થિતિ એવી છે કે  દેશમાં અનેક ઠેકાણે ગરમીનો માહોલ છે તો ક્યાંક વિદાય થઈ રહેલું ચોમાસું જતા જતા હાલત બગાડી રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં હાલ એક સાથે 3 વાવાઝોડા સક્રિય જોવા મળી રહ્યા છે.

એક સાથે 3 વાવાઝોડા
પ્રશાંત મહાસાગરમાં એક સાથે 3 વાવાઝોડા કહેર મચાવવા તૈયાર છે. જેમાંથી એક છે ટાઈફૂન ચોઈવાન, બીજુ છે ટાઈફૂન નોલો અને ત્રીજુ ટ્રોપિકલ સ્ટોર્મ કોગુમા છે. આ ત્રણેય વાવાઝોડા અલગ અલગ દિશામાં આગળ વધી રહ્યા છે. અત્રે જણાવવાનું કે પાંચ વર્ષ બાદ એવું જોવા મળ્યું છે કે એક સાથે  3 વાવાઝોડા ઓક્ટોબરમાં જોવા મળી રહ્યા છે. જાપાનમાં તેના કારણે સમુદ્રમાં ભારે હલચલ જોવા મળી રહી છે અને ઊંચી લહેરોનું જોખમ તોળાઈ રહ્યું છે.

કેટલા શક્તિશાળી છે આ વાવાઝોડા

  • આમ તો આ ત્રણેય વાવાઝોડા એક બીજાથી ઘણા દૂર છે અને તેમનો પાવર પણ અલગ અલગ છે. 
  • ચોઈવાન નામનું આ વાવાઝોડું ઓગાસાવારા ટાપુઓથી દૂર ઉત્તર બાજુ આગળ વધી રહ્યું છે. 
  • જ્યારે નોલો વાવાઝોડું પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. 
  • કોગુમા નામનું વાવાઝોડું હાલ તો નબળી સ્થિતિમાં છે અને ઉત્તર -પશ્ચિમ તરફ  આગળ વધી રહ્યું છે. 
  • હાલ જાપાનના મુખ્ય ટાપુઓ પર કોઈ મોટું જોખમ નથી તોળાઈ રહ્યું પરંતુ સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠી શકે છે એટલે સાવધાની જરૂરી છે.

Today's top headlines: https://t.co/h0qe0n2irD

— The Japan Times (@japantimes) October 7, 2026

ઓક્ટોબરમાં 5 વર્ષ બાદ 3 શક્તિશાળી તોફાન
પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ઓક્ટોબર મહિનામાં એક સાથે આવા 3 ટ્રોપિકલ સ્ટ્રોમનું એક્ટિવ થવું એ કોઈ સામાન્ય ઘટના ન કહી શકાય. જાપાન વેધર એસોસિએશનના જણાવ્યાં મુજબ ઓક્ટોબરમાં એક સાથે આવા 3 શક્તિશાળી તોફાનો જેવી સ્થિતિ 5 વર્ષ પહેલા જોવા મળી હતી. પરંતુ આ વખતે ત્રણેય તોફાનોની દિશા અલગ અલગ છે અને અલગ અલગ જગ્યાઓ પર જોખમ તોળાઈ રહ્યું છે.

અત્રે જણાવવાનું કે પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં હાલની સ્થિતિમાં ટાઈફૂનની સંખ્યા સામાન્ય કરતા વધુ જોવા મળી રહી છે. 6 ઓક્ટોબર 2026 સુધીમાં 29 ટાઈફૂન નોંધાઈ ચૂક્યા છે. સામાન્ય રીતે આ સમયગાળામાં 20 આસપાસ હોય છે. હાલ જોકે જાપાનના મુખ્ય ટાપુઓ પર મોટા પાયે નુકસાનની કોઈ આગાહી નથી. ઓગાસાવારા અને ઈજુ ટાપુઓ આસપાસ સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠી શકે છે. હોંશુના પ્રશાંત કાંઠે પણ સમુદ્રની લહેરો ઉછાળા મારી શકે છે. હવામાન વિભાગ ત્રણેય તોફાનો પર બરાબર નજર રાખી રહ્યું છે. ખાસ કરીને કોગુમા પર નજર છે કારણ કે તે હાલ તો નબળું છે પરંતુ આવનારા સમયમાં મજબૂત બની શકે છે. આ ત્રણેય  તોફાનો વિશે વિગતો ખાસ જાણો.

ચોઈવાન વાવાઝોડું

  • ચોઈવાન વાવાઝોડું મંગળવારે ઓગાસાવારા ટાપુઓથી દૂર ઉત્તર તરફ આગળ વધતું જોવા મળ્યું હતું. 
  • આ વાવાઝોડાની ઝડપ લગભગ 30 કિમી પ્રતિ કલાક હતી. 
  • જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સી મુજબ વાયુદબાણ 960 હેક્ટોપાસ્કલ જેટલી હતી.
  • સતત પવનની ઝડપ 144 કિમી પ્રતિ કલાક અને પવનના જોરદાર ઝોંકાઓની ઝડપ 198 કિમી પ્રતિ કલાક સુધી હતી. 
  • આ વાવાઝોડું બુધવાર સુધીમાં ઝડપથી ઉત્તર પૂરવ તરફ આગળ વધવાનું અનુમાન છે. 
  • ત્યારબાદ ધીરે ધીરે ટાઈફૂનથી અલગ પ્રકારના તોફાનમાં ફેરવાઈ શકે છે. 
  • જો કે તેના કારણે સમુદ્રમાં ઊંચી લહેરો થોડા સમય સુધી ઉઠી શકે છે. 
  • ઓગાસાવારા અને ઈજૂ ટાપુઓ આસપાસ સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠી શકે છે. 
  • જાપાનના પૂર્વી પ્રશાંત સમુદ્રી કિનારાઓ પર તેની અસર જોવા મળી શકે છે.

નોલો વાવાઝોડું પણ શક્તિશાળી

  • નોલો નામનો આ વાવાઝોડું મંગળવારે બપોરે એક શક્તિશાળી ટાયફૂન બન્યું હતું. 
  • તે વેક આઈલેન્ડ્સ પાસે લગભગ 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બાજુ આગળ વધી રહ્યું હતું. 
  • નોલાની ખાસ વાત એ છે કે તે ઈન્ટરનેશનલ ડેટલાઈનના પૂર્વમાં બનેલું હતું. 
  • ત્યારબાદ તે લાઈન પાર કરીને પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં પહોંચ્યું. 
  • ત્યારબાદ તે જાપાનના હ વામાન વિભાગની નિગરાણીવાળા વિસ્તારમાં પહોંચ્યું. 
  • આવું તોફાન ટ્રાન્સબાઉન્ડ્રી ટાઈફૂન કહેવાય છે. 
  • આવો પહેલો મામલો ઓગસ્ટ 2023માં જોવા મળ્યો હતો.

કોગુમા વાવાઝોડું

  • કોગુમા વાવાઝોડું સોમવારે માર્શલ આઈલેન્ડ્સ પાસે સર્જાયું હતું. તે મંગળવારે ઉત્તર પશ્ચિમ બાજુ આગળ વધતું જોવા મળ્યું હતું. 
  • તે સમયે તેના પવનની ઝડપ લગભગ 65 કિમી પ્રતિ  કલાક હતી.
  • પવનના ઝોંકાની ઝડપ 90 કિમી પ્રતિ કલાક હતી. વાયુદબાણ 1000 હેક્ટોપાસ્કલ હતું. 
  • હવામાન વિભાગના અનુમાન મુજબ કોગુમા આવનારા સમયમાં મજબૂત થઈ શકે છે. 
  • આ અઠવાડિયાના અંત સુધીમાં તે ટાઈફૂન જેવું શક્તિશાળી સ્વરૂપ લઈ શકે છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News