સરકારના વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 25 વર્ષ પૂરા થયા છે. 7 ઓક્ટોબર 2001ના તેમણે ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેઓ સતત 4 વખત મુખ્યમંત્રી રહ્યાં અને પછી 2014થી અત્યાર સુધી પ્રધાનમંત્રી છે.
આ તકે તેમના સહયોગી અને મિત્ર અંબાલાલ કોષ્ટીએ શરૂઆતી રાજકીય જીવન અને સંઘના દિવસોની ઘણી યાદો વિશે જણાવ્યું છે. અંબાલાલ કોષ્ટી વર્તમાનમાં ગુજરાત ભાજપની લાઇબ્રેરીની જવાબદારી સંભાળી રહ્યાં છે. અંબાલાલ કોષ્ટીએ કહ્યુ કે તેમણે છાત્ર જીવનમાં નરેન્દ્ર મોદીને ભારતીય જનસંઘની સદસ્યતા અપાવી હતી અને બાદમાં તેમણે આરએસએસમાં જોડાવામાં મદદ કરી.
કઈ રીતે પીએમ મોદી સાથે થઈ હતી મુલાકાત?
તેમણે જણાવ્યું કે તેમની નરેન્દ્ર મોદી સાથે મુલાકાત તે સમયે થઈ હતી, જ્યારે તેઓ વિદ્યાર્થી હતા અને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટના એક આંદોલન દરમિયાન કોષ્ટી ધરણા પર બેઠા હતા. મોદી પોતાના પરિચિતની ગુજરાત સ્ટેટ કોઓપરેશનની કેન્ટીનમાં બેસતા હતા. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી.
કોષ્ટીએ જણાવ્યું, 'વિદ્યાર્થી જીવન દરમિયાન નરેન્દ્ર મોદી મારી સાથે વાત કરતા હતા. તેમની રાષ્ટ્રવાદી વિચારધારા અને જ્ઞાનથી હું પ્રભાવિત થયો. મને લાગ્યું કે આ યુવક અમારી સાથે કામ કરવા માટે તૈયાર છે. તેથી મેં મિત્રતા કરી અને તેને પાર્ટીમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો.'
તેમણે જણાવ્યું કે મુલાકાતના આશરે 25 દિવસ બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર તેમની ઘરે આવ્યા. તે સમયે કોષ્ટી કાંકરિયા વોર્ડના મહામંત્રી હતી. તેમણે 25 પૈસા સભ્ય ચાર્જ લઈ નરેન્દ્ર મોદીને ભારતીય જનસંઘના સભ્ય બનાવ્યા હતા.
જ્યારે સંઘ સાથે જોડાયા નરેન્દ્ર મોદી
કોષ્ટીએ જણાવ્યું કે જનસંઘમાં કામ કરવા દરમિયાન નરેન્દ્ર મોદીએ સંઘ સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે તેમને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં સામેલ થવામાં મદદ કરવાની વિનંતી કરી. ત્યારબાદ કોષ્ટી તેમને સંઘ કાર્યાલય લઈ ગયા, જ્યાં તે સમયે વકીલ સાહેબ સંઘના કામકાજ માટે જવાબદાર હતા. તેમણે નરેન્દ્ર મોદી સાથે વાચચીત કરી અને તેમને સંઘની ગતિવિધિમાં સામેલ કરી લીધા.
અંબાલાલ કોષ્ટીએ પોતાના અને નરેન્દ્ર મોદીના સંઘના દિવસોને યાદ કરતા કહ્યુ કે બંનેએ સાથે લાંબા સમય સુધી કામ કર્યું. તેઓ કાંકરિયા વોર્ડમાં સંઘની શાખા ચલાવતા હતા અને સારંગપુર કેરી પીઠામાં પણ એક શાખાનું સંચાલન કરતાં હતા. આ દરમિયાન તેમણે નરેન્દ્ર મોદી સાથે કબડ્ડી રમી અને એક સાયકલમાં સાથે યાત્રા પણ કરી હતી.
તેમણે જણાવ્યું 'હું કાંકરિયા વોર્ડનો જનરલ સેક્રેટરી હતો. તેથી કાંકરિયામાં સંઘ કાર્યાલય પ શાખા ચલાવતો હતો. સારંગપુર કેરી પીઠામાં પણ શાખા ચલાવતો હતો. આ રીતે હું બે શાખામાં કામ કરતો હતો. તે સમયે સંઘના કાર્યાલયમાં નરેન્દ્ર ભાઈની સાથે પણ કામ કર્યું. અમે સાથે કબડ્ડી રમ્યા અને એક સાયકલ પર સાથે-સાથે યાત્રા કરી.'
થેલામાં કેટલાક કપડા નાખી નીકળી પડતા હતા મોદી
કોષ્ટીએ જણાવ્યું કે સંઘના શરૂઆતી દિવસોમાં નરેન્દ્ર મોદીએ સંગઠન માટે ખુબ પ્રવાસ કર્યો. મોદી એક થેલામાં થોડા કપડા લઈ નીકળી પડતા હતા અને જ્યાં રહેવાની વ્યવસ્થા થતી, ત્યાં રોકાતા. કાર્યકર્તા તરીકે તેમણે શાખા અને સંગઠનના ઘણા નાના-મોટા કામ કર્યાં. ત્યાં સુધી કે કચરો કાઢવો અને પોતાના કડપા ધોવા પણ તેમની દિનચર્યાનો હિસ્સો હતો.
તેમણે કહ્યું કે તે સમયે કોઈએ વિચાર્યું નહોતું કે નરેન્દ્ર મોદી એક દિવસ દેશના પ્રધાનંમત્રી બનશે. તે સમયે સંઘમાં લોકો સરળતાથી આવતા નહોતા. નરેન્દ્ર ભાઈએ કાર્યકર્તા તરીકે ખુબ મહેનત કરી. તેમણે પોતાનું જીવન દેશ અને સંગઠન માટે સમર્પિત કરી દીધું.
કોષ્ટીએ મોદીની યાદશક્તિ અને સાદગીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીની વસ્તુને યાદ રાખવાની ક્ષમતા ખુબ સારી હતી. પ્રવાસ દરમિયાન જે ભોજન મળી જતું, તેનાથી તેઓ સંતુષ્ટ થઈ જતાં હતા.
મહેનતથી બનાવી ઓળખ
તેમણે જણાવ્યું કે જ્યારે બંને સાયકલ પર ફરતા હતા, તે સમયે કોંગ્રેસનો ગુજરાતમાં મજબૂત જનાધાર હતો. તેમ છતાં જનસંઘ અને બાદમાં ભાજપની મત ટકાવારીમાં સામાન્ય વધારો પણ કાર્યકર્તાઓ માટે ખુશીનું કારણ બનતો હતો.
અંબાલાલ કોષ્ટીએ કહ્યુ કે નરેન્દ્ર મોદીએ સંગઠનમાં કામ કરતા લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવી અને સતત મહેનત કરી. આજે પાર્ટીને ગર્વ થાય છે કે નરેન્દ્ર ભાઈ અને તે સમયના જુનિયર નેતાઓએ જે મહેનત કરી, તેનું ફળ આજે દેશ અને સમાજને મળી રહ્યું છે.
નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂરા થવા પર કોષ્ટીએ તેને ઐતિહાસિક દિવસ ગણાવ્યો. તેમણે કહ્યું કે 2001મા નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા અને ત્યારબાદ તેમણે સરકારના પ્રમુખ તરીકે 25 વર્ષ પૂરા કર્યાં છે. આ દિવસ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાશે.