• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ પડી શકે છે ભારે: અમદાવાદમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા 24 લાખ રૂપિયા

ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ પડી શકે છે ભારે: અમદાવાદમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા 24 લાખ રૂપિયા

ઓનલાઈન ફ્રોડ હોય કે હનીટ્રેપ... લોકો કોઈને કોઈ લાલચમાં આવી ઠગોનો શિકાર બની જતાં હોય છે. હવે અમદાવાદમાં એક વૃદ્ધને હનીટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યા છે. વૃદ્ધ પાસેથી લાખો રૂપિયા પણ પડાવવામાં આવ્યા હતા.

Written ByGokani Dhaval
Published: Oct 07, 2026, 05:43 PM IST|Updated: Oct 07, 2026, 05:45 PM IST
joinshare
ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ પડી શકે છે ભારે: અમદાવાદમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા 24 લાખ રૂપિયા

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
સુરેન્દ્રનગરમાં તાલિબાની રાજ: પ્રેમી સાથે ભાગેલી પરિણીતાને ઝાડ સાથે બાંધીને અમાનવીય અત્યાચાર, વીડિયો વાયરલ

સુરેન્દ્રનગરમાં તાલિબાની રાજ: પ્રેમી સાથે ભાગેલી પરિણીતાને ઝાડ સાથે બાંધીને અમાનવીય અત્યાચાર, વીડિયો વાયરલ

2

દિલ્હીમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ

3

ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ પડી શકે છે ભારે: અમદાવાદમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા 24 લાખ રૂપિયા

4

'25 પૈસામાં નરેન્દ્ર મોદીને અપાવી હતી જનસંઘની સદસ્યતા...', PM મોદીના ખાસ મિત્રએ યાદ કર્યા જૂના દિવસો

5

5 એવા ખેલાડી જેમની અજીત અગરકરના ગયા પછી થઈ શકે છે વાપસી, ભુવનેશ્વરની જેમ લાગશે લોટરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન, અમદાવાદઃ પહેલા સોશિયલ મીડિયા પર અજાણ્યા આઈડીથી ફ્રેન્ડ રિક્વેસ્ટ, પછી મીઠી-મીઠી વાતોથી પ્રેમનું નાટક, અને અંતે હનીટ્રેપની એવી ઘાતક જાળ...જેમાં ફસાયા બાદ શિકારે પોલીસના ડરથી લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવે છે! અમદાવાદમાંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વૃદ્ધને આરોપીઓએ લપેટામાં લીધા અને પડાવ્યા લાખો રૂપિયા...કોણ છે આરોપી અને કેવી રીતે આ ગેંગનો પોલીસે અંત આણ્યો.

24 લાખ પડાવ્યા...વધુ 7 લાખની માંગ!
સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્ક કરતા પહેલા સાવધાન રહેજો...કારણ કે એક ભૂલ તમને હનીટ્રેપથી બ્લેકમેઈલિંગ અને લાખોની ખંડણી સુધી પહોંચાડી શકે છે...અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનીટ્રેપ અને બ્લેકમેઈલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફેસબુક મારફતે વૃદ્ધનો સંપર્ક કરી આરોપીઓએ તેમને હનીટ્રેપમાં ફસાવ્યા હતા.

શાતિર આરોપીઓએ પહેલાં મીઠી-મીઠી વાતો કરીને વૃદ્ધને પોતાની જાળમાં લીધા...ખેલ અહીં જ ન અટક્યો...ત્યારબાદ આરોપીઓએ પોલીસ તરીકે ઓળખ આપી વૃદ્ધ અને તેમના દીકરાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી...કાયદા અને જેલના આ ડરનો ફાયદો ઉઠાવીને તબક્કાવાર કુલ 24 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ નવરાત્રિ ટાણે ખેલૈયાઓ સાવધાન! અસુરક્ષિત ટેટૂ તમને જિંદગીભરનું આપી શકે છે દુ:ખ!

હનીટ્રેપનો શિકાર બનેલા વૃદ્ધ પાસે 24 લાખ રૂપિયા પડાવ્યા બાદ પણ બ્લેકમેઈલર્સની ભૂખ સંતોષાઈ નહોતી...આરોપીઓએ વધુ સાત લાખ રૂપિયાની માંગણી કરી, જે આધારે વૃદ્ધને આરોપીઓ પર શંકા ગઈ હતી...આથી વૃદ્ધે આનંદનગર પોલીસનો સંપર્ક કરતા તેઓ હનીટ્રેપનો શિકાર થયા હોવાનું સત્તાવાર જાણવા મળ્યું હતું...આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ હતી.

આ દરમિયાન ઝોન-7 એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક આરોપી એસ.જી હાઇવે પરથી પસાર થઈ રહ્યો છે...આ બાતમીના આધારે LCB સ્ક્વોડે આરોપી અલ્પેશ સોલંકીની ધરપકડ કરી છે અને તેની પાસેથી એક લાખની રોકડ કબજે લીધી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ કેસમાં હજુ પણ વધુ બે આરોપીઓ ફરાર છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે...હની ટ્રેપમાં પડાવેલા રૂપિયા કોણે કોણે કેવી રીતે વહેંચ્યા છે, આ સાથે જ આરોપીઓએ અત્યાર સુધી કેટલા લોકોને આ રીતે હની ટ્રેપનો શિકાર બનાવ્યા છે તે દિશામાં વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઇ છે...

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News