• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સુરેન્દ્રનગરમાં તાલિબાની રાજ: પ્રેમી સાથે ભાગેલી પરિણીતાને ઝાડ સાથે બાંધીને અમાનવીય અત્યાચાર, વીડિયો વાયરલ

સુરેન્દ્રનગરમાં તાલિબાની રાજ: પ્રેમી સાથે ભાગેલી પરિણીતાને ઝાડ સાથે બાંધીને અમાનવીય અત્યાચાર, વીડિયો વાયરલ

સુરેન્દ્રનગરમાં એક એવી ખતરનાક ઘટના બની છે, જેણે કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. એક સ્ત્રી પર જે પ્રકારે ક્રૂરતા આચરવામાં આવી તે વાંચીને તમે પણ ચોંકી જશો. જાણો શું છે સુરેન્દ્રનગરની આ સમગ્ર ઘટના....

Written ByGokani Dhaval
Published: Oct 07, 2026, 06:41 PM IST|Updated: Oct 07, 2026, 06:43 PM IST
joinshare
સુરેન્દ્રનગરમાં તાલિબાની રાજ: પ્રેમી સાથે ભાગેલી પરિણીતાને ઝાડ સાથે બાંધીને અમાનવીય અત્યાચાર, વીડિયો વાયરલ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
એરટેલ યુઝર્સને મોટો ઝટકો, કંપનીના આ રિચાર્જ પ્લાન થયા મોંઘા, જાણો ક્યારથી થશે લાગુ

એરટેલ યુઝર્સને મોટો ઝટકો, કંપનીના આ રિચાર્જ પ્લાન થયા મોંઘા, જાણો ક્યારથી થશે લાગુ

2

સુરેન્દ્રનગરમાં તાલિબાની રાજ: પ્રેમી સાથે ભાગેલી પરિણીતાને ઝાડ સાથે બાંધીને અમાનવીય અત્યાચાર, વીડિયો વાયરલ

3

દિલ્હીમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ

4

ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ પડી શકે છે ભારે: અમદાવાદમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા 24 લાખ રૂપિયા

5

'25 પૈસામાં નરેન્દ્ર મોદીને અપાવી હતી જનસંઘની સદસ્યતા...', PM મોદીના ખાસ મિત્રએ યાદ કર્યા જૂના દિવસો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

પરવેઝ સંધિ, સુરેન્દ્રનગરઃ એક એવી ખૌફનાક અને કાળજું કંપાવી દેનારી ઘટના...જે સાંભળીને કાયદા અને વ્યવસ્થા પરથી તમારો વિશ્વાસ ઊઠી જશે! શું સભ્ય સમાજમાં કોઈ સ્ત્રી પર આ હદની ક્રૂરતા ગુજારી શકાય? સુરેન્દ્રનગરમાં પ્રેમ કરવાની એવી ખતરનાક સજા આપવામાં આવી છે, જેણે તાલિબાની શાસનની યાદ અપાવી દીધી છે!...

વાયરલ વીડિયોથી ખુલ્યો અત્યાચારનો ભયાનક ખેલ!
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતો એક અત્યંત ઘૃણાસ્પદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે...અહીં કૌટુંબિક અદાવત અને કૂટેવોની એવી પરાકાષ્ઠા જોવા મળી, જેને જોઈને આખો સમાજ શરમથી માથું ઝુકાવી દેશે...પોતાના પતિને છોડીને અન્ય પુરુષ સાથે ભાગી ગયેલી મહિલાને પાછી લાવીને જે ત્રાસ આપવામાં આવ્યો, તેણે તાલિબાની ક્રૂરતાની યાદ અપાવી દીધી છે...શુદ્ધિકરણના નામે અહીં રમાયો ખૌફનાક ખેલ!.

આરોપીઓ પરિણિત મહિલા અને તેના પ્રેમીને પકડીને સુરેન્દ્રનગર લાવ્યા હતા...અહીં બંનેને લાકડાના ધોકા અને લાતોથી ઢોરમાર મારવામાં આવ્યો...એટલું જ નહીં, બંનેને બળજબરીથી પેશાબ પીવડાવવામાં આવ્યો હોવાનો પણ  આક્ષેપ છે...હેવાનોની હેવાનિયત અહીં જ ન અટકી...નરાધમોએ પરિણીતાને ઝાડ સાથે બાંધી દીધી અને તેના જ પ્રેમીને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડી! આ અતિ ગંભીર અને વિકૃત માનસિકતા ધરાવતા ગુનાનો નરાધમોએ મોબાઈલમાં વીડિયો પણ શૂટ કર્યો!

આ પણ વાંચોઃ ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ પડી શકે છે ભારે: અમદાવાદમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા 24

જ્યારે આ અમાનવીય કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, ત્યારે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો...વીડિયો પોલીસના ધ્યાને આવતા જ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી...પોલીસે ગણતરીના કલાકોમાં પીડિતાને શોધી કાઢી અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...આ શરમજનક કાંડમાં પીડિતાના પતિ સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે મહિલાઓ પણ સામેલ છે!.

પોલીસે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું છે...પકડાયેલા તમામ નરાધમો- પોપટ સરવૈયા, રમેશ સરવૈયા, જયંતી સરવૈયા સહિતની આખી ટોળકીનો ગુનાહિત ઈતિહાસ પણ તપાસવામાં આવી રહ્યો છે...

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોએ સમાજની આ કાળી અને વરવી વાસ્તવિકતા દેશ સામે લાવી દીધી છે, જ્યાં પ્રેમ કરવા બદલ એક મહિલા પર આટલો ભયાનક અત્યાચાર ગુજારવામાં આવ્યો.

આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે વિકૃત માનસિકતા ધરાવતા લોકો માટે કાયદાનો કોઈ ડર રહ્યો નથી...જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તમામ 9 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે...આશા રાખીએ કે આ નરાધમોને કડકમા કડક સજા થાય જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરી શકે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News