SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Shocking વીડિયો: ત્રીજા ધોરણમાં ભણતા છોકરાએ KGમાં ભણતી બાળકીને અધમૂઈ કરી નાખી, બેહોશ થઈ તો પણ ન અટક્યો

Panchkula Viral Video: હરિયાણાના પંચકુલાથી એક એવો ચોંકાવનારો અને આઘાતજનક વીડિયો સામે આવ્યો છે જ્યાં એક ત્રીજા ધોરણમાં ભણતા છોકરાએ કેજીમાં ભણતી છોકરીને એટલી નિર્દયતાથી મારી કે તે છોકરી બેભાન થઈ ગઈ અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ. આ ઘટનાએ ફરીથી બાળકોમાં વધતી હિંસા અને ઉગ્ર સ્વભાવ મુદ્દે ચર્ચા છેડી છે.

Written By Viral Raval
Published: Oct 31, 2026, 03:25 PM IST | Updated: Oct 31, 2026, 04:38 PM IST
Image Credit: Video Grab
Join

આ વીડિયો એ દરેક માતા પિતા માટે આંખ ઊઘાડનારો છે જેમના નાના નાના ભૂલકાઓ શાળાએ જતા હોય છે. આ ઘટના બાદ હવે શાળાઓ અને શાળા સંચાલન ઉપર પણ ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. એક વર્ગખંડમાં ત્રીજા ધોરણનો છોકરો એક કેજીની છોકરીને મોતના મુખમાં પહોંચી જાય એટલી હદે મારે ત્યાં સુધી કોઈ ત્યાં હાજર નહીં? શું હવે શાળામાં પણ સંતાનો સુરક્ષિત નથી? માતા પિતા કેટલા અરમાનો લઈને પોતાના લાડલા અને લાડલીને શાળાએ મોકલે છે પરંતુ આ ઘટના બાદ જીવ તાળવે ચોંટી જાય.

વાયરલ વીડિયોએ હમચાચવી દીધા

પંચકુલાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક ક્લાસમાં કોઈ જ હાજર દેખાતું નથી અને એક ત્રીજા ધોરણનો છોકરો કેજી ક્લાસની છોકરીને ગડદાપાટુ માર મારી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ હડકંપ મચી ગયો. એક ત્રીજા ધોરણના છોકરાનું માઈન્ડ આટલું હિંસાવાળું? માત્ર 6 વર્ષના આ છોકરાએ નાની બાળકીને પથ્થરોથી મારી, કૂંડાથી મારી, વાળ ખેંચીને ઢસડી, બેહોશ થઈ ગઈ તો પણ મારતો રહ્યો. નાના છોકરાના મગજમાં આટલો ગુસ્સો આવ્યો ક્યાંથી? ચોંકાવનારી વાત એ છે કે આટલું બધું થયું તો પણ શાળામાં કોઈને કઈ ખબર ન પડી?

'રાજનીતિના બજારમાં વેપારીઓની મોહબ્બતની દુકાનો બંધ ન કરો', મહારેલી પહેલાં રાહુલ ગાંધીને વેપારીઓએ કરી અપીલ

ત્રીજા ધોરણના છોકરામાં આટલી ઉગ્રતા ક્યાંથી?

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે છોકરાએ બાળકીનું માથું ટેબલ પર પછાડ્યું. બર્બરતાથી લાત મારી, વાળથી ઢસડી, આટલું કર્યા પછી પણ ન ધરાયો તો તેણે તેને કૂંડા અને પથ્થરથી મારી. બાળકી બેહોશ થઈ ગઈ તો પણ તે બાળકીને મારતો રહ્યો. બાળકીની છાતી પર પગ મૂકીને ચડી ગયો. બાળકીને રઘવાટમાં સેક્ટર 6સ્થિત નાગરિક હોસ્પટિલ લઈ જવાઈ જ્યાંથી સ્થિતિની ગંભીરતા જોતા તેને પીજીઆઈ ચંડીગઢ રેફર કરાઈ. હાલ બાળકીની સ્થિતિ ખુબ  ગંભીર છે.

છોકરાનો બાપ નશામાં પહોંચ્યો

સરકારે બનાવી કમિટી

આ સમગ્ર મામલાની ગંભીરતા જોતા હરિયાણાના શિક્ષણ મંત્રાલયે એક કમિટી બનાવી છે જે તપાસના આધારે કાર્યવાહી કરશે. શિક્ષણ મંત્રી મહિપાલ સિંહ ઢાંડાએ  કહ્યું કે વીડિયો એટલો ભયાનક છે કે જોવાતો નથી. મે ત્યારબાદ તરત ઓફિસરોને કમિટી બનાવીને તપાસ કરવાના આદેશ આપ્યા છે. રવિવારે સવાર સુધીમાં તેનો રિપોર્ટ આવી જશે.

1 નવેમ્બરથી લાગૂ થશે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર?

શું કહે છે એક્સપર્ટ?

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES