• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /પુતિનની NATOને સીધી ચેતવણી! અમને મજબૂર ના કરતા નહીં તો..., NATOએ એવું તે શું કર્યું કે પુતિનનો પિત્તો ગયો

પુતિનની NATOને સીધી ચેતવણી! અમને મજબૂર ના કરતા નહીં તો..., NATOએ એવું તે શું કર્યું કે પુતિનનો પિત્તો ગયો

Vladimir Putin : યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સેન્ટર-2026 સૈન્ય કવાયત દ્વારા સમગ્ર દુનિયા અને NATOને પોતાની સૌથી ભયાનક તાકાત બતાવી છે. 600 ડ્રોન અને રોબોટિક હથિયારો સાથે યુરાલ્સ વિસ્તારમાં યોજાયેલી આ શક્તિ પ્રદર્શન બાદ પુતિને NATOને સીધી ચેતવણી આપી છે. પુતિને સ્પષ્ટ કહ્યું છે કે જો કાલિનિનગ્રાદ અથવા રશિયાની સંપ્રભુતા પર હુમલો થયો તો રશિયા પોતાના તમામ ઘાતક હથિયારોનો ઉપયોગ કરવામાં પાછળ નહીં હટે..જુઓ આ રિપોર્ટ

Written ByKaran Rajput
Published: Oct 03, 2026, 05:02 PM IST|Updated: Oct 03, 2026, 05:11 PM IST
joinshare
પુતિનની NATOને સીધી ચેતવણી! અમને મજબૂર ના કરતા નહીં તો..., NATOએ એવું તે શું કર્યું કે પુતિનનો પિત્તો ગયો
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ, એશિયન ગેમ્સમાં પાંચમી વખત જીત્યો ગોલ્ડ મેડલ, 2028 ઓલિમ્પિક માટે થયું ક્વોલિફાય

ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ, એશિયન ગેમ્સમાં પાંચમી વખત જીત્યો ગોલ્ડ મેડલ, 2028 ઓલિમ્પિક માટે થયું ક્વોલિફાય

2

આણંદના લાલનો ડંકો! વિશ્વ રેકોર્ડ સર્જનાર સ્મિત ગોહીલની કેનેડાની ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમમાં પસંદગી, જાણો ગુજરાતથી ઈન્ટરનેશનલ ક્રિકેટ સુધીની સફર

3

મોટો ધડાકો! અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ગર્ભનિરોધક ગોળીઓના વેચાણમાં ધરખમ વધારો; આંકડો જાણી તમે ચોંકી જશો!

4

પુતિનની NATOને સીધી ચેતવણી! અમને મજબૂર ના કરતા નહીં તો..., NATOએ એવું તે શું કર્યું કે પુતિનનો પિત્તો ગયો

5

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળ જેટલો ઊંચો પુલ બનીને તૈયાર, ગુજરાતમાં 18 નદી પર પુલનું કામ પૂર્ણ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vostok/Center-2026 military exercise : એક તરફ યુક્રેનના મેદાન-એ-જંગમાં છેલ્લા ઘણા વર્ષોથી બારૂદ વરસી રહ્યું છે. બંને દેશો એકબીજાને સંપૂર્ણપણે પછાડવાની હોડમાં છે. તો બીજી તરફ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દુનિયાને પોતાની સૌથી ઘાતક સૈન્ય તાકાત બતાવીને નવી રીતથી હચમચાવી દીધી છે. ધુમાડાના ગોટેગોટા, ધ્રૂજતી જમીન અને આકાશમાંથી વરસતા ડ્રોન. આ નજારો છે રશિયાના યુરાલ્સ વિસ્તારમાં આવેલા ચેલ્યાબિન્સ્કનો. જ્યાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે સેન્ટર-2026 સૈન્ય કવાયતના અંતિમ તબક્કાનું નિરીક્ષણ કર્યું.

  • પુતિને બતાવી રશિયાની ઘાતક તાકાત
  • સેન્ટર-2026માં રશિયાનું શક્તિ પ્રદર્શન
  • 600 ડ્રોનથી ગુંજ્યું યુદ્ધમેદાન
  • રશિયાની કવાયતમાં રોબોટિક હથિયારો
  • પુતિનની NATOને સીધી ચેતવણી


આ યુદ્ધ કવાયતની સૌથી મોટી ખાસિયત હતી આધુનિક યુદ્ધનો નવો ચહેરો. યુક્રેન યુદ્ધના અનુભવોના આધારે તૈયાર કરવામાં આવેલી આ કવાયતમાં. લગભગ 600 ડ્રોન, 60 રોબોટિક સિસ્ટમ અને 47 હજારથી વધુ રશિયન તથા CSTO ભાગીદાર દેશોના સૈનિકોએ ભાગ લીધો. 

નકલી ગામોમાં રોબોટિક વાહનો, ATV અને બાઈકસવાર સૈનિકો એકસાથે તાલમેલ સાથે હુમલો કરતા જોવા મળ્યા. પુતિને આ પ્રસંગે માત્ર કોઝેરો લોન્ચર અને તેની 122 મિમીની ચોકસાઈથી નિર્દેશિત રોકેટ સિસ્ટમનું નિરીક્ષણ જ ન કર્યું, પરંતુ 50થી વધુ દેશોમાંથી આવેલા વિદેશી સૈન્ય અધિકારીઓ અને નિરીક્ષકોનું સ્વાગત પણ કર્યું.

મને પૂરો વિશ્વાસ છે કે બેઠક અને સંયુક્ત કવાયત ઉપયોગી રહી હશે. આશા છે કે તે રસપ્રદ પણ રહી હશે. તમારા જેવા લોકો અને વ્યાવસાયિકો માટે એકબીજા સાથે સંવાદ કરવો જરૂરી છે. નવું જ્ઞાન મહત્વપૂર્ણ છે, ખાસ કરીને વાસ્તવિક યુદ્ધ અભિયાનનું જ્ઞાન. અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે સૈન્યકર્મીઓ એકબીજા સાથે સંવાદ કરે છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે સૈન્યકર્મીઓ વચ્ચે અને તમે જે દેશોનું પ્રતિનિધિત્વ કરો છો તે દેશો વચ્ચે વિશ્વાસ મજબૂત થાય છે.

સેન્ટર-2026 દ્વારા પુતિને બે સ્પષ્ટ સંદેશ આપ્યા છે..પહેલો, યુક્રેન યુદ્ધે રશિયન સેનાને આધુનિક ટેક્નોલોજી એટલે કે ડ્રોન અને રોબોટિક્સમાં ખૂબ જ કુશળ બનાવી દીધી છે. બીજો, ગ્લોબલ સાઉથ અને મિત્ર દેશોને એ બતાવવાનો કે રશિયા આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ-થલગ નથી. જો કે થોડા દિવસો પહેલાં પુતિનનો અસલી આક્રમક તેવર ત્યારે જોવા મળ્યો હતો, જ્યારે તેમણે સીધું યુરોપ અને NATOને પડકાર્યું હતું.

રક્ષા માટે પોતાની પાસે રહેલા તમામ હથિયારોનો ઉપયોગ કરશે

પુતિને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો NATOએ બાલ્ટિક સમુદ્રમાં ઘેરાબંધી કરીને રશિયાના મુખ્ય ભૂભાગને તેના વ્યૂહાત્મક એન્ક્લેવ કાલિનિનગ્રાદથી કાપવાનો પ્રયાસ કર્યો અથવા રશિયન ક્ષેત્ર પર કોઈ સીધો હુમલો કર્યો તો રશિયા પોતાની સંપ્રભુતાની રક્ષા માટે પોતાની પાસે રહેલા તમામ હથિયારોનો ઉપયોગ કરશે.

અમે 2029, 2030 કે 2050માં કોઈ પર હુમલો કરવાના નથી

જો રશિયા, ખાસ કરીને કાલિનિનગ્રાદ પર સીધો હુમલો થાય છે, તો અમારી પાસે રહેલા તમામ હથિયારોના ઉપયોગનો પ્રશ્ન તરત જ ઊભો થશે. રશિયન સંઘ જેવા વિનાશક સાધનો કોઈની પાસે નથી. તેઓ અમારી તરફથી આવી જ પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા. હવે તેઓ તેનો ફાયદો ઉઠાવશે અને એવું કહીને દૂષ્પ્રચાર કરશે કે રશિયા પરમાણુ હથિયારોની ધમકી આપી રહ્યું છે. અમે કોઈને ધમકી આપી રહ્યા નથી. અમે 2029, 2030 કે 2050માં કોઈ પર હુમલો કરવાના નથી. પરંતુ જો અમારે આક્રમકતાનો સામનો કરવો પડશે, તો જવાબ આપવા માટે અમે મજબૂર થઈશું.

NATO એક રક્ષણાત્મક સંગઠન
પુતિનનો આ ઇશારો સ્પષ્ટપણે રશિયાના પરમાણુ હથિયારો તરફ હતો. તેમણે પશ્ચિમી દેશોને યાદ અપાવ્યું કે રશિયા પાસે એવા અત્યાધુનિક અને બેમિસાલ હથિયારો છે, જે કોઈપણ પ્રતિસ્પર્ધી દેશ પાસે નથી. પુતિનની આ સીધી પરમાણુ ચેતવણી બાદ NATO ખેમામાં પણ હલચલ તેજ થઈ ગઈ છે. NATO તરફથી આવેલી પ્રતિક્રિયામાં કહેવામાં આવ્યું છે કે NATO એક રક્ષણાત્મક સંગઠન છે અને આ પ્રકારની પરમાણુ ધમકીઓ તણાવ ઘટાડવામાં કોઈ મદદ કરતી નથી.

દુસ્સાહસ સમગ્ર યુરોપને ભયંકર તબાહીની આગમાં ધકેલી શકે છે
પરંતુ બાલ્ટિક સમુદ્રમાં વધી રહેલી સૈન્ય જહાજોની હિલચાલ અને કવાયતોએ યુરોપના મુખ પર ત્રીજા વિશ્વયુદ્ધ જેવા ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. યુક્રેનના મોરચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે પુતિનના આ કડક વલણે એ સ્પષ્ટ કરી દીધું છે કે કાલિનિનગ્રાદની નાકાબંધી અથવા રશિયાની સરહદ પર કોઈ પણ દુસ્સાહસ સમગ્ર યુરોપને ભયંકર તબાહીની આગમાં ધકેલી શકે છે. સેન્ટર-2026 માત્ર એક સૈન્ય કવાયત નહીં, પરંતુ પુતિનનો પશ્ચિમી જગતને સ્પષ્ટ સંદેશ હતો કે યુદ્ધના વર્ષો બાદ પણ રશિયાની સૈન્ય તાકાત અને તેની રેડ લાઇન્સ જરા પણ નબળી પડી નથી.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News