SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Nvidia new CEO: એનવીડિયાની કમાન સંભાળશે કોલેટ ક્રેસ, અફેરના કારણે 33 વર્ષ પછી જેનસન હુઆંગને છોડવી પડી કંપની

Nvidia new CEO: જેનસન હુઆંગએ એનવીડિયાના કો ફાઉંડર અને સીઈઓ બંને પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે કંપનીની કમાન કોલેટ ક્રેસને સોંપવામાં આવી છે. જ્યાં સુધી કંપનીને નવા સીઈઓ નહીં મળે ત્યાં સુધી અંતરિમ સીઈઓ તરીકે કોલેટ કંપની સંભાળશે.

Written By Krupa Shah
Published: Nov 13, 2026, 07:39 AM IST | Updated: Nov 13, 2026, 07:43 AM IST
Join

Nvidia new CEO: એનવીડિયાના કો ફાઉંડર અને પૂર્વ સીઈઓ જેનસન હુઆંગના અફેરનો ખુલાસો થયા પછી ભારે હોબાળો ચાલી રહ્યો છે. જેનસન હુઆંગએ 33 વર્ષ પછી કંપનીના બંને પદ પરથી રાજીનામુ આપી દીધું છે. હવે એનવીડિયા કંપનીના અંતરિમ સીઈઓ તરીકે કંપનીની હાલની સીએફઓ કોલેટ ક્રેસને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યાં સુધી કંપનીને સ્થાયી સીઈઓ નહીં મળે ત્યાં સુધી કોલેટ કંપનીની જવાબદારી સંભાળશે.

આ પણ વાંચો: Iran Warning: ઈરાનની અમેરિકાને ચેતવણી, હુમલો થયો તો અમેરિકાના ઠેકાણા પણ બચશે નહીં

એનવીડિયા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી સ્થાયી સીઈઓ નહીં મળે ત્યાં સુધી કોલેટ જવાબદારી સંભાળશે. એનવીડિયાના બોર્ડના સભ્યો સ્થાયી સીઈઓ માટે યોગ્ય ઉમેદવાર શોધી રહ્યા છે. આ પદ માટે કંપનીમાં કામ કરતા અધિકારીઓની સાથે બહાર કામ કરતાં લોકોના નામ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

કોલેટ ક્રેસ 13 વર્ષથી કંપની સાથે જોડાયેલી

જેનસન હુઆંગ પછી એનવીડિયા કંપનીની જવાબદારી જેને સોંપવામાં આવી છે તે કોલેટ ક્રેસ છેલ્લા 13 વર્ષથી કંપની સાથે જોડાયેલી છે. કોલેટ એનવીડિયામાં ફાઈનાન્સ વિભાગમાં કામ કરી રહી હતી. કોલેટ એ કંપનીની આર્થિક રણનીતિ અને બિઝનેસને આગળ વધારવામાં મહત્વની ભુમિકા નિભાવી છે. એનવીડિયા ઉપરાંત તેણે અન્ય મોટી ટેક કંપનીઓમાં પણ કામ કર્યું છે. જેમાં સિસ્કો અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: US Secretary of War: અમેરિકી રક્ષા મંત્રી વિરુદ્ધ મહાભિયોગ નિષ્ફળ, રાષ્ટ્રપતિ ટ્રંપએ લીધો રાહતનો શ્વાસ

જેનસેન હુઆંગના અફેર

તાજેતરની  જાણકારી અનુસાર જેનસેન હુઆંગના ત્રીજા અફેરનો પણ ખુલાસો થયો છે. જો કે ત્રીજા અફેર અંગે હજુ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. એનવીડિયાના પૂર્વ સીઈઓ જેનસેન હુઆંગના અફેરનો ખુલાસો અમેરિકી ગુપ્તચર એજન્સીની તપાસ દરમિયાન થયો હતો. ઓક્ટોબર 2026 માં પહેલીવાર અહેવાલ પ્રકાશિત થયો હતો કે જેનસેન હુઆંગ સિંગાપુરની મેગાસ્પીડ કંપનીની એક્સિક્યુટિવ એલિસની નજીક છે. એજન્સીને શંકા હતી કે એલિસ ચીન માટે જાસૂસી કરી રહી હતી. આ અહેવાલને શરુઆતમાં જેનસેન હુઆંગ નકારી કાઢ્યા હતા. પછી પ્રેશર વધતાં તેમણે 8 નવેમ્બરે કંપનીના કર્મચારીઓને ઈમેલ મોકલી તેમાં પોતાની ભુલ કબૂલ કરી અને અફેરની વાત સ્વીકારી. ત્યારપછી તેમણે કંપનીમાંથી રાજીનામું આપી દીધું. જો કે અત્યાર સુધીમાં જેનસેન હુઆંગના 3 અફેરનો ખુલાસો થયો છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES