SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમેરિકાના હવાઈમાં સર્જાઈ મહાવિનાશક સ્થિતિ: 'ઓલાના' વાવાઝોડા અને રેન બોમ્બના પ્રહારથી હોનોલુલુ પાણીમાં ગરકાવ!

અમેરિકાના હવાઈ રાજ્યમાં હોનોલુલુ સહિત આખા ઓઆહૂ અને અન્ય ટાપુઓ પર અત્યંત ભયાનક અને મુશળધાર વરસાદનું ગંભીર સંકટ મંડરાઈ રહ્યું છે! હવામાન વૈજ્ઞાનિકોએ આખી ટાપુ શ્રૃંખલા માટે 'ફ્લડ વોચ' એટલે કે ભયાનક પૂરની ચેતવણી જાહેર કરી દીધી છે. આ કુદરતી આફત મુખ્યત્વે પેસિફિક મહાસાગરમાં બનેલી ચોમાસાની ટ્રફ અને ટ્રોપિકલ વાવાઝોડા 'ઓલાના'ની બચેલી વિનાશક અસરના કારણે સર્જાઈ છે, ત્યારે કેવી રીતે કુદરત અમેરિકાના હવાઈને વિખેરવા માટે ઉતાવળી થઈ છે. જોઈએ પ્રાઈમ ટાઈમ રિપોર્ટમાં.

Written By Karan Rajput
Published: Oct 30, 2026, 02:01 PM IST | Updated: Oct 30, 2026, 02:06 PM IST
Image Credit: Ai Image
Join

Hawaii Flooms : અમેરિકાના હવાઈમાં હોનોલુલુ સહિત સમગ્ર ટાપુ સમૂહ પર કુદરતના તાંડવના એંધાણ છે. જેણે દુનિયાભરના વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડાડી દીધી છે! મળતી વિગતો મુજબ, આવનારા 3-4 દિવસમાં માનવી અને કુદરત વચ્ચે એક એવો ભયાનક સંગ્રામ છેડાશે, જેની કલ્પના કદાચ જ કોઈએ કરી હશે. આકાશમાંથી એવી આફત વરસશે કે જમીન પર પૂરનું રીતસરનું તાંડવ જોવા મળશે.  હવામાન વૈજ્ઞાનિકોના મતે, આ કોઈ સામાન્ય ચોમાસાનો વરસાદ નથી. આ બે અત્યંત ખતરનાક મોસમી સિસ્ટમનું વિનાશક મિશ્રણ છે!

પહેલું છે ચક્રવાતી વાવાઝોડું 'ઓલાના', જે ભલે સીધું કિનારા સાથે નથી ટકરાયું, પરંતુ સમુદ્ર પર પોતાની વિનાશક ભીનાશ અને ભેજ છોડી ગયું છે. અને બીજું છે ઉપરના વાતાવરણના એ તેજ પવનો, જે આ ભેજને શોષીને સીધા હવાઈના પહાડો તરફ ધકેલી રહ્યા છે. જ્યારે આ અતિશય ભેજથી ભરેલા વાદળો હવાઈના ઊંચા પહાડી વિસ્તારો, જેમ કે માઉના કેઆ અને ઓઆહૂની પહાડીઓ સાથે ટકરાય છે, ત્યારે એક વૈજ્ઞાનિક પ્રક્રિયા શરૂ થાય છે જેને 'ઓરોગ્રાફિક લિફ્ટ' કહેવામાં આવે છે.

 

  પહાડો આ વાદળોને ઉપરની તરફ ધકેલે છે, જ્યાં તાપમાન અચાનક ગગડી જાય છે. પરિણામ આવે છે 'રેન બોમ્બ'—એટલે કે અત્યંત ઓછા સમયમાં એક જ જગ્યાએ કરોડો ગેલન પાણીનું અચાનક ખાબકી જવું!

'કોના લો' અને 'લાલા' વાવાઝોડાએ મચાવી છે તબાહી

હવામાન વિભાગનું માનીએ તો આ વખતે વાદળોમાં એટલો ભેજ છે કે આ હોનોલુલુના ઇતિહાસના સૌથી ભયાનક વરસાદમાં ફેરવાઈ ચૂક્યું છે. જમીનની અંદર હવે વધુ પાણી શોષવાની ક્ષમતા બચી નથી, કારણ કે થોડા સમય પહેલાં જ આવેલા 'કોના લો' અને 'લાલા' વાવાઝોડાએ અહીંની માટીને પહેલાથી જ પાણીથી સંપૂર્ણપણે છલોછલ ભરી દીધી હતી. પરિણામે, હવે થઈ રહેલા વરસાદના કારણે સ્થિતિ અત્યંત દયનીય અને ચિંતાભરી બની રહી છે.

આ ભયાનક સ્થિતિને લઈને ઓઆહૂ ટાપુ માટે ભારે વરસાદ અને પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ 'ફ્લડ એડવાઈઝરી' ઈશ્યૂ કરી દેવાઈ હતી. આ દરમિયાન પાણીનું સ્તર ઝડપથી વધવા અને અનેક વિસ્તારો જળમગ્ન થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. લોકોને નાળાઓ અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાની કડક સૂચના અપાઈ છે.

મુસીબત માત્ર પાણી સુધી સીમિત નથી... આ મોસમી આફતને બમણી કરવા માટે પવનો પણ વિનાશક સાબિત થઈ રહ્યા છે!

40થી લઈને 60 માઈલ પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવનો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવાઈના દરિયાકાંઠાના અને પહાડી વિસ્તારોમાં 40થી લઈને 60 માઈલ પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવનો ફૂંકાઈ રહ્યા છે. આ ઝડપ એટલી વધારે છે કે મોટા-મોટા ઝાડને મૂળમાંથી ઉખાડી ફેંકે! આ જ કારણે અડધાથી વધુ હવાઈ ટાપુ સમૂહ પર બ્લેકઆઉટ—એટલે કે વીજળી સંપૂર્ણપણે ઠપ થઈ જવાનું મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. વહીવટી તંત્રએ ચેતવણી આપી છે કે વીજળીના વાયરો તૂટવાથી ગ્રીડ ફેઈલ થઈ શકે છે અને રિપેરિંગના કામમાં ઘણાં દિવસોનો સમય લાગી શકે છે.

આવી સ્થિતિમાં અંધારામાં ડૂબેલા આ ટાપુઓ પર અચાનક આવતા પૂરનું જોખમ બમણું થઈ જાય છે, કારણ કે રાતના સમયે લોકોને અંદાજ જ નથી આવતો કે પાણીનું સ્તર કેટલી ઝડપથી વધી રહ્યું છે. તંત્ર સતત લોકોને અપીલ કરી રહ્યું છે કે તેઓ પોતાના મોબાઈલ, પાવર બેંક અને ઈમરજન્સી લાઈટો ચાર્જ રાખે.

આ મહાસંકટને જોતાં હવાઈના ગવર્નર જોશ ગ્રીને સહેજ પણ સમય બગાડ્યા વગર આખા રાજ્યમાં 'સ્ટેટ ઓફ ઈમરજન્સી' એટલે કે કટોકટીની જાહેરાત કરી દીધી છે! ગવર્નરે સ્પષ્ટ કરી દીધું છે કે આ સ્થિતિ સામાન્ય નથી અને નાગરિકોનો જીવ બચાવવો એ જ આ સમયે સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. બીજી તરફ હોનોલુલુના ડિપાર્ટમેન્ટ ઓફ ઈમરજન્સી મેનેજમેન્ટએ પોતાના હાઈ-ટેક ઈમરજન્સી ઓપરેશન્સ સેન્ટરને એક્ટિવ કરી દીધું છે. જોશ ગ્રીન, ગવર્નર, હવાઈ 

(“ગઈકાલે રાત્રે, રાજ્યમાં અલગ અલગ સ્તરે વરસાદ થયો, જેમાં ઓઆહૂના કેટલાક ભાગોમાં 1 ઈંચથી ઓછો તો મોલોકાઈમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, જેનાથી પૂર આવ્યું અને શાળાઓ બંધ કરવી પડી. ઓક્ટોબરના આ ભારે વરસાદ પર અમે સતત નજર રાખી રહ્યા છીએ, ઓઆહૂ માટે વધારાના 1થી 3 ઈંચ વરસાદનો અંદાજ છે, જ્યારે માઉ કાઉન્ટીમાં 3થી 6 ઈંચ વધુ વરસાદની અપેક્ષા છે. અમે નેશનલ ગાર્ડને પહેલાથી જ તૈનાત કરી રહ્યા છીએ અને વીજળી ગુલ થવાની સમસ્યા સામે લડવા HECO તૈયાર રહેશે. આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે તેજ પવનો અને ભારે વરસાદની સંભાવના છે. વરસાદની આ અસરો શુક્રવાર સુધી રહેવાની અપેક્ષા છે, તેથી કૃપા કરીને સતર્ક રહો અને ઊંડા પાણી વચ્ચે વાહન ન ચલાવો...”)

રાહતની વાત માત્ર એટલી છે કે હવામાન વૈજ્ઞાનિકોના મતે આ વર્તમાન સિસ્ટમ થોડી નબળી પડી શકે છે. તો બીજી તરફ હવામાન વિભાગે વધુ એક ડરામણી ભવિષ્યવાણી કરી છે! આ અઠવાડિયાના અંત સુધીમાં હવાઈના પશ્ચિમી ભાગમાં વધુ એક નવું 'કોના ચક્રવાત' દસ્તક દઈ શકે છે. જો આમ થયું, તો નવેમ્બરની શરૂઆત એકવાર ફરી વિનાશક વરસાદ સાથે થશે... એવામાં કુદરતના આ બેવડા માર સામે હોનોલુલુ માટે અસ્તિત્વની લડાઈ સરળ નહીં હોય!
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES