SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું, હુથીઓના હુમલાને લઈ અમેરિકાએ પોતાના નાગરિકોને એલર્ટ કર્યા

મિડલ ઈસ્ટમાં વધેલા ટેન્શનને પગલે અમેરિકાએ પોતાના નાગરિકો માટે એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ વિભાગની એડવાઈઝરી અનુસાર અહીં અમેરિકી અધિકારીઓ અને તેમને ઠેકાણા પર હુમલો થવાનું જોખમ છે.

Written By Krupa Shah
Published: Nov 25, 2026, 07:59 IST | Updated: Nov 25, 2026, 08:01 IST
Join

મિડલ ઈસ્ટ છેલ્લા ઘણા સમયથી સળગી રહ્યું છે. તેવામાં અમેરિકાનું ટેન્શન વધ્યું છે. કારણ કે અમેરિકાનું માનવું છે કે મિડલ ઈસ્ટમાં અમેરિકી સરકારી અધિકારીઓ અને તેમના ઠેકાણા ઈરાન સમર્થિચ હુથી વિદ્રોહિઓના નિશાન પર છે. આ જોખમને ધ્યાનમાં રાખી અમેરિકાએ તેના અધિકારીઓ અને નાગરિકો માટે ચેતવણી જાહેર કરી છે.

આ પણ વાંચો: મલેશિયાના વિઝા માટેના નિયમો બદલ્યા, ભારતીયોને વિઝા વિના નહીં મળે એન્ટ્રી

અમેરિકાના વિદેશ વિભાગએ તેના દૂતાવાસના માધ્યમથી અમેરિકાના નાગરિકો અને અધિકારીઓ માટે ચેતવણી જાહેર કરી છે અને તેમને વધારે સતર્ક રહેવા અપીલ કરી છે. અમેરિકી વિદેશ વિભાગએ નાગરિકોને ફ્લાઈટ કેન્સલ થવી, હવાઈ માર્ગ બંધ થવો અને અન્ય સુરક્ષા સંબંધિત સમસ્યાને લઈને એલર્ટ કર્યા છે.

વિદેશ વિભાગે ચેતવણીમાં જણાવ્યું છે કે ઈરાન એ બહેરીન અને કુવૈતમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ સાઉદી અરબમાં પણ હુમલા કરી રહ્યું છે. જેમાં એરપોર્ટ  અને અન્ય મહત્વપૂર્ણ જગ્યાઓને નિશાન બનાવવામાં આવી છે. જેના કારણે નાગરિકો પણ પ્રભાવિત થયા છે. જેને ધ્યાનમાં લઈ અમેરિકાએ મિડલ ઈસ્ટના પોતાના નાગરિકોને એલર્ટ રહેવા ચેતવણી આપી છે.

આ પણ વાંચો: ફરી એકવાર પાકિસ્તાનની ફજેતી થઈ, પાકના આંતરિક વિવાદોને લઈને ઈરાન એ વિશ્વસનીય મધ્યસ્થ માનવાનો ઈન્કાર કર્યો

જણાવી દઈએ કે સાઉદી અરબમાં રાજધાની રિયાદમાં ફાઈનાન્શિયલ સેન્ટરના એક ટાવરને નિશાન બનાવવ્યાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. સાઉદી સિવિલ ડિફેન્સ અનુસાર આ હુમલામાં 11 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોમાં 2 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે.

સાઉદી સિવિલ ડિફેન્સના જનરલ ડાયરેક્ટરે આ હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ ઘટનામાં 2 સાઉદી, 2 ભારતીય, 3 નેપાળી અને 4 મિસ્ત્રના નાગરિક ઘાયલ થયા છે. સાઉદી તરફથી આ ઘટના માટે યમનના હુથી વિદ્રોહીઓને જવાબદાર ગણાવ્યા છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES