SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Brazil: ચોથીવાર બ્રાઝિલના રાષ્ટ્રપતિ બન્યા લૂલા ડા સિલ્વા, 80 વર્ષીય સિલ્વા ટ્રંપના કટ્ટર વિરોધી

Lula da Silva new President of Brazil: બ્રાઝિલની રાષ્ટ્રપતિની ચૂંટણી લેફ્ટ વિંગના લૂલા ડા સિલ્વાએ જીતી છે. 80 વર્ષીય લૂલા ડા સિલ્વા ચોથી વખત બ્રાઝિલના રાષ્ટ્રપતિ બનશે. જણાવી દઈએ કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ બનેલા લૂલા ડા સિલ્વા ટ્રંપના કટ્ટર વિરોધી છે.

Written By Krupa Shah
Published: Oct 26, 2026, 07:34 AM IST | Updated: Oct 26, 2026, 07:38 AM IST
Join

Lula da Silva new President of Brazil: બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લૂલા ડા સિલ્વાએ જીતી લીધી છે. તેમણે સીનેટર ફ્લેવિયો બોલ્સોનારોને હરાવ્યા છે. આ જીત પછી 80 વર્ષીય લૂલા ડા સિલ્વા ચોથી વખત બ્રાઝિલના રાષ્ટ્રપતિ બનવાના છે. લૂલા ડા સિલ્વાની જીત લેટિન અમેરિકામાં લેફ્ટ વિંગની વિચારધારા માટે મહત્વપૂર્ણ જીત માનવામાં આવે છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વા

બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરીકે લૂલા ડા સિલ્વાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2027 થી શરૂ થશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં લૂલાએ પોતાના પ્રતિસ્પર્ધી ફ્લેવિયો બોલ્સનારોને 44 લાખ મતથી હરાવ્યા છે. બ્રાઝિલમાં લૂલા ડા સિલ્વાની જીત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણકે તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિચારધારાના કટ્ટર વિરોધી છે. લેટીન અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રંપના સમર્થક અને દક્ષિણપંથી વિચારધારા ધરાવતા નેતા જીતને બદલે લૂલા ડા સિલ્વા જીત્યા. જેના કારણે લેટીન અમેરિકાના બે સૌથી વધુ આબાદી વાળા દેશ એટલે કે મેક્સિકો અને બ્રાઝિલમાં વામ મધ્ય વિચારધારા ધરાવતા નેતા સત્તામાં હશે. જણાવી દઈએ કે બ્રાઝિલ લેટિન અમેરિકાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

આ પણ વાંચો: Saudi Arabia: એર ઈંડિયાની સાઉદી જતી ફ્લાઈટ્સ 7 નવેમ્બર સુધી સ્થગિત, ભારતીયોની મદદ માટે શરુ થયા પ્રયત્નો

5 જાન્યુઆરી 2027

લેટિન અમેરિકાના બ્રાઝિલની વાર્ષિક જીડીપી 2.6 ટ્રીલીયન ડોલર છે. બ્રાઝિલ પર ટ્રંપ તરફથી ભારે ટેરીફ લગાવવામાં આવ્યા છે તેમ છતાં બ્રાઝિલ અમેરિકા પર પોતાની નિર્ભરતા ઓછી કરવા અને સ્વતંત્ર આર્થિક નીતિ અપનાવવા માટે સક્ષમ છે. બ્રાઝિલમાં ચૂંટણી જીત્યા પછી ચોથી વખત રાષ્ટ્રપતિ તરીકે પોતાનો કાર્યભાર 5 જાન્યુઆરી 2027 થી સંભાળશે.

દેશ ચલાવવાની રીત બદલવામાં આવશે

લૂલા ડા સિલ્વા એ ચૂંટણી જીત્યા પછી સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે બ્રાઝિલ બેકયાર્ડમાં નથી. આ સાથે જ તેમણે ડિજિટલ પ્લેટફોર્મ રેગ્યુલેટ કરવાની વાત પણ કહી હતી. તેમણે કહ્યું હતું કે તેમના કાર્યકાળમાં શાસન કરવાની રીત બદલશે અને જનભાગીદારી સુનિશ્ચિત થશે. તેમણે કહ્યું હતું કે દેશ ચલાવવાની રીત બદલવામાં આવશે અને જે પણ નિર્ણય લેવાની પ્રક્રિયા છે તેમાં લોકોની ભાગીદારી પણ વધી જશે.

ઉલ્લેખનીય છે કે લૂલા ડા સિલ્વાની જીતની અસર બ્રાઝિલમાં જ નહીં પરંતુ બ્રાઝિલ બહાર પણ જોવા મળશે. કારણકે હવે લુલાના કાર્યકાળમાં દેશ સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવે તેવી પણ શક્યતા છે. લૂલા પોતે પણ વિકાસશીલ દેશો તેમજ ચીન સાથે સંબંધ બનાવવાની વાત પર ભાર મૂકી ચૂક્યા છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES