લાંબા સમયની વાટાઘાટોનો અંત? ભારત સાથે ડીલ કરવા અમેરિકા તૈયાર, ટ્રમ્પ બોલ્યા- 'હા, અમે ખૂબ નજીક છીએ'
ભારત અને અમેરિકા વચ્ચે એક વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલી વ્યાપાર સમજુતિની વાતચીત હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે બંને દેશ સમજુતિની ખુબ નજીક છે.
ભારત અને અમેરિકા વચ્ચે એક વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલી વ્યાપાર ડીલની વાતચીત હવે અંતિમ તબક્કામાં પહોંચતી જોવા મળી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે બંને દેશ સમજુતિને અંતિમ રૂપ આપવાની નજીક છે. તો અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આશા વ્યક્ત કરી છે કે આ સમજુતિ થોડા સપ્તાહમાં પૂર્ણ થઈ શકે છે.
તેમના જણાવ્યા અનુસાર વાતચીત હવે તકનીકી બારીકિઓ પર કેન્દ્રીત છે અને સમજુતિની દરેક શરતની ભાષા પર બંને પક્ષોની સહમતિ જરૂરી છે. બંને દેશોના અધિકારીઓના તાજેતરોના નિવેદનથી લાંબા સમયથી જારી વ્યાપાર ગતિરોધ દૂર થવાની આશા વધી છે.
ટ્રમ્પ બોલ્યા- ભારતની સાથે સમજુતિની નજીક
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે મંગળવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પને ભારતની સાથે વ્યાપાર સમજુતિની સંભાવનાઓ વિશે પૂછવામાં આવ્યું. તેના પર તેમણે કહ્યું 'તેઓ સમજુતિ કરવા ઈચ્છે છે. અમે સમજુતિ કરીશું, હાં, અમે નજીક છીએ.'
ટ્રમ્પે તે પણ કહ્યુ કે આ સમજુતિ પહેલાની અપેક્ષામાં અલગ પ્રકારની હોઈ શકે છે. પરંતુ તેમણે તેના સ્વરૂપ કે સંભવિત ફેરફારો વિશે વિસ્તારથી જાણકારી ન આપી.
ભારતમાં અમેરિકાના રાજદૂતે પણ આપ્યા સકારાત્મક સંકેત
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરએ તાજેતરમાં નવી દિલ્હીમાં આયોજીત બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં કહ્યું કે સમજુતિના મહત્વના મુદ્દા પર કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે સંકેત આપ્યો કે બંને દેશ સમજુતિને અંતિમ રૂપ આપવાની ખુબ નજીક છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ વાતચીતમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે બંને દેશ સમજુતિને અંતિમ રૂપ આપવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.
આ નિવેદનોથી સંકેત મળે છે કે બંને પક્ષ લાંબા સમયથી અટવાયેલા વ્યાપારિક મુદ્દા પર સહમતિ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યાં છે.