• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /અમારા હથિયારોને રોકવા મુશ્કેલ નહીં અશક્ય હશે, ઈરાનની ધમકી ઈઝરાયેલને એક કલાકમાં ખાક કરી દઈશું

અમારા હથિયારોને રોકવા મુશ્કેલ નહીં અશક્ય હશે, ઈરાનની ધમકી ઈઝરાયેલને એક કલાકમાં ખાક કરી દઈશું

warns Israel : ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા નેતન્યાહૂની સાથે ઊભું છે પરંતુ જો ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું તો સૌથી મોટું નુકસાન ઈઝરાયલે ભોગવવું પડી શકે છે. ઈરાની સેનાએ આવી ધમકી આપી છે. ઈરાનનો દાવો છે કે જો આ વખતે અમેરિકા ‘એપિક ફ્યુરી’ જેવા ઓપરેશનને અંજામ આપશે, તો ઈઝરાયેલને માત્ર એક કલાકમાં ખાકમાં ફેરવી દેવામાં આવશે.

Written ByKaran Rajput
Published: Oct 26, 2026, 06:07 PM IST|Updated: Oct 26, 2026, 06:10 PM IST
joinshare
અમારા હથિયારોને રોકવા મુશ્કેલ નહીં અશક્ય હશે, ઈરાનની ધમકી ઈઝરાયેલને એક કલાકમાં ખાક કરી દઈશું
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
સની દેઓલની આવનારી ફિલ્મ 'સૂર્યા'ની આવી હશે કહાની, ક્લાઇમેક્સ કરી શકે છે હેરાન

સની દેઓલની આવનારી ફિલ્મ 'સૂર્યા'ની આવી હશે કહાની, ક્લાઇમેક્સ કરી શકે છે હેરાન

2

અમદાવાદમાં ફિલ્મી ઢબે ફાયરિંગ! 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપીના પગમાં વાગી ગોળી

3

બોલ્સોનારો ચિત, ટ્રમ્પને ઝટકો: બ્રાઝિલમાં કમબેક કિંગ લુલા દા સિલ્વાએ રચ્યો ઈતિહાસ, ભારત માટે છે સારા સંકેત

4

આ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે PM Kisanનો 24મો હપ્તો, 2000 રૂપિયા મેળવવા તરત કરો આ કામ

5

અમારા હથિયારોને રોકવા મુશ્કેલ નહીં અશક્ય હશે, ઈરાનની ધમકી ઈઝરાયેલને એક કલાકમાં ખાક કરી દઈશું

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઈરાનનાં અલગ-અલગ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી આવી અનેક તસવીરો શેર કરવામાં આવી રહી છે, જેમાં ઈરાનની સંપૂર્ણ તૈયારીઓ જોવા મળી રહી છે. મિસાઈલોની તહેનાતી સાથે કેટલીક બેલિસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઈરાનની એવી મિસાઈલો છે, જેને ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સની સેના નવા ઠેકાણાઓ પર તહેનાત કરી રહી છે. એટલે કે અમેરિકા અને ઈઝરાયેલના સંભવિત હુમલા પહેલાં ઈરાન સંપૂર્ણપણે કમર કસી રહ્યું છે.

  • ઈરાનની મિસાઈલોથી ઈઝરાયેલને ખતરો
  • ટ્રમ્પના યુદ્ધ પ્લાનથી ઈરાન સતર્ક
  • ઈરાનની ગુપ્ત મિસાઈલોની તહેનાતી શરૂ
  • ટ્રમ્પની ધમકીથી યુરોપમાં ચિંતાનું મોજું
  • ફરી યુદ્ધ ભડકશે તો ઈઝરાયેલને થશે નુકસાન


આ વીડિયોમાં કથિત રીતે ઈરાન પરમાણુ વૉરહેડ ધરાવતી મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું છે. જોકે, ઈરાન તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ ઈરાન ખુલ્લેઆમ જાહેરાત કરી ચૂક્યું છે કે તે પોતાના સંવર્ધિત યુરેનિયમનો એક ગ્રામ પણ કોઈને આપવા તૈયાર નથી.

 

תקראו את הדברים החשובים של יובל בלומברג: מדינת ישראל נמצאת בסכנה קיומית אמיתית ומוחשית. אם האיראנים ישיגו גרעין, שום דבר כבר לא ישנה יותר. הכל כל כך טפל אל מול הסכנה הקיומית של איראן והציר השיעי. הסערות המבוימות והמומצאות חדשות לבקרים נועדו להסיט את תשומת הלב מהדבר האחד שהוא החשוב ביותר: סיום העבודה באיראן. זה נוגע בקיום הפיזי של כל אדם ואדם כאן. יש לנו עוד שנתיים של טראמפ לסיים את העבודה באיראן, ואין לדעת מה יהיה לאחר מכן, אם זו תהיה קמאלה האריס, או תואם מאמדני כלשהו. זה חלון הזמן שנותר לנו כדי להשלים את העבודה הנדרשת כדי להבטיח את הקיום הפיזי שלנו לשנים הבאות. כל משאבי המדינה הנדרשים, צריכים להיות מושקעים במשימה הזו. קטאר, חרדים, אוריך, גיוס, התראות. הכל מסך עשן ענקי כדי להסתיר את הנושא היחיד שניצב מעל כולם בפער. אם יפלו במרכז הארץ שתי פצצות אטום, את מי יעניינו כל סערות הסרק האלה? הדורות הבאים לא יסלחו לנו אם נפספס את חלון ההזדמנויות ההיסטורי שמאפשר לנו לנסות ולהשלים את המשימה הקריטית ביותר שעומדת בפני הדור שלנו. זה לא יקרה עם ראש ממשלה שמוחזק בצווארו על ידי האחים המוסלמים וסייעני הטרור. זה לא יקרה עם ראש ממשלה שלא מסוגל להרים את הטלפון ולנהל שיחה אינטימית רציפה עם טראמפ. זה לא יקרה עם ראש ממשלה שלא מסוגל לעמוד בלחץ של ראיון טלויזיה. השינאה לנתניהו, ככל שהיא עולם ומלואו עבור מחנה שלם, לא תעזור מול הגרעין האיראני. כל אחד שדואג לקיום הפיזי שלו, של משפחתו, ושל אהוביו, ידו צריכה לרעוד לפני שהוא בוחר במישהו שלא יהיה מסוגל להשלים את המשימה, ובכך לדון את עצמו ואת משפחתו לסכנה של שואה שניה, בגלל השינאה הפוליטית שלו או בגלל סערת דמה מטופשת וחסרת חשיבות.

— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 25, 2026

 

ટ્રમ્પ આ જ મુદ્દે ભારે નારાજ છે અને હુમલા પહેલાં યુરોપિયન દેશોને પોતાની સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પે ઈટાલીને એમ કહીને ડરાવવાનો પ્રયાસ કર્યો કે ઈરાન પાસે એવી મિસાઈલ છે, જે ઈટાલીને માત્ર અડધા કલાકમાં તબાહ કરી શકે છે. જો કે, ઈટાલીનાં પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ ટ્રમ્પની વાતને ફગાવી દેતાં સવાલ કર્યો કે જ્યારે નવ દેશો પાસે પરમાણુ બોમ્બ છે, તો પછી ખતરો માત્ર ઈરાનથી જ કેમ?

  • ઈરાનના 'પરમાણુ બોમ્બ'થી કોને ખતરો?
  • અમેરિકા, યુરોપ કે ઈઝરાયેલને?

તો આ તરફ ઈબ્રાહિમ અઝીઝીએ અમેરિકન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂના એ નિવેદનના જવાબમાં પોસ્ટ કરી. જેમાં તેમણે ઈરાનની વર્તમાન સત્તાને હટાવવાની વાત કરી હતી.

ઈરાન અને તુર્કિએના શહેરો પર કબજાથી લઈને ખજાના સુધી..., 2027ને લઈને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી, જાણો

અઝીઝીએ દાવો કર્યો છે કે જો ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા અને હિતો પર હુમલો કરવામાં આવશે, તો ઈઝરાયેલને એક કલાકથી પણ ઓછા સમયમાં રહેવા લાયક છોડવામાં નહીં આવે.

અઝીઝીએ આ સાથે એક નકશો પણ શેર કર્યો છે, જેમાં ઈઝરાયેલનાં મહત્ત્વનાં માળખાકીય સ્થળો દર્શાવવામાં આવ્યાં છે.

60 મિનિટમાં ઈઝરાયેલ થશે તબાહ?

વૉટર પ્લાન્ટ્સ:સોરેક, હદેરા, અશ્દોદ અને અશ્કેલોનનાં જળશુદ્ધિકરણ પ્લાન્ટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પ્લાન્ટ્સ દરિયાના પાણીને પીવાલાયક બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
વીજમથકોઓરોત રાબિન અને એશ્કોલ વીજમથકોને સંભવિત નિશાનાંઓમાં સામેલ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું
તેલ રિફાઇનરી અને ડેપોહાઈફા અને અશ્દોદની તેલ રિફાઇનરીઓ તેમજ ઈંધણ સંગ્રહ કેન્દ્રોનાં નામ સામે આવ્યાં છે
પરમાણુ કેન્દ્રદિમોના સ્થિત કેન્દ્રને પણ નકશામાં ચિહ્નિત કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે
પુલ અને મુખ્ય રસ્તાઓમહત્ત્વના પુલો અને હાઈવે ઈન્ટરચેન્જનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

આ સ્થળોનાં નામ સામે આવતાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે જો બંને દેશો વચ્ચે ફરી મોટા પાયે સંઘર્ષ શરૂ થાય, તો સામાન્ય લોકોના રોજિંદા જીવન પર કેટલી ગંભીર અસર પડી શકે છે..

સર્બિયામાં વિદ્યાર્થી આંદોલને બદલી સત્તા: 14 વર્ષ બાદ એલેક્ઝેન્ડર વુચિચ ચૂંટણી હાર્યા, બે વર્ષથી ચાલી રહ્યો હતો વિરોધ

ઈરાનની આ ધમકી એવા સમયે આવી છે, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ તરફથી સંભવિત નવા સૈન્ય હુમલાઓને લઈને તણાવ યથાવત્ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે અમેરિકા ઈરાન વિરુદ્ધ વધુ એક મર્યાદિત સૈન્ય કાર્યવાહી કરી શકે છે..

એવા હથિયારો ઉપયોગ કરીશું કે દુનિયા જોતી રહેશે

ટ્રમ્પના યુદ્ધના પ્લાન પહેલાં જ ઈરાન સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યું હોવાનો દાવો કરી રહ્યું છે. ઈરાનનું કહેવું છે કે આગામી હુમલામાં તે એવા હથિયારોનો ઉપયોગ કરશે, જેના વિશે દુનિયાને કંઈ જ ખબર નથી. ઈરાનના દાવા પ્રમાણે, આ હથિયારોને રોકવા મુશ્કેલ જ નહીં, પરંતુ અશક્ય હશે..

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News