ફ્લાઈદુબઈની ફ્લાઇટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર કો-પાયલટની ઓળખ થઈ ગઈ છે. અલ અરબિયાએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે આ ઘટનામાં સામેલ ઓમાનના કો-પાયલટની ઓળખ હમાલ અલ-હમ્મામી તરીકે થઈ છે. તેના પર તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈદુબઈની ફ્લાઇટને હાઈજેક કરાવવાના પ્રયાસનો પણ આરોપ છે.
અરબી મીડિયા અનુસાર ફ્લાઇદુબઈ ઘટના સાથે જોડાયેલા ઓમાનના પાયલટનું નામ હમામ-અલ-હમ્મામી છે. આરોપ છે કે તે કટ્ટરપંથી વેબસાઇટ્સ જોતો હતો. તેની આદતને કારણે ઓમાન એરે તેને 2024-2025મા નોકરીમાંથી કાઢી મુક્યો હતો. ચોંકાવનારી વાત છે કે તેનું બેકગ્રાઉન્ડ ચેક કર્યા વગર ફ્લાઈદુબઈએ તેને નોકરી પર રાખ્યો હતો. તેના માતા સીરિયાઈ મૂળના છે.
અમેરિકી મીડિયા અનુસાર હમામને પહેલા સુરક્ષા માટે ખતરો માનવામાં આવ્યો હતો. તેના કટ્ટરપંથી વિચારોને લઈને ઓમાનમાં ઉડાન ભરવાથી રોકવામાં આવ્યો હતો. રિપોર્ટ્સમાં તે પણ કહેવામાં આવ્યું છે કે તેણે પોતાનો મોટા ભાગનો સમય ઓમાનની બહાર પસાર કર્યો હતો.
ફ્લાઈદુબઈની ફ્લાઇટમાં શું થયું હતું?
સાઉદી અરબની ઉપર આશરે 33થી 34 હજાર ફૂટની ઊંચાઈ પર ફ્લાઈદુબઈની ફ્લાઈટ આશરે બે કલાકનો સમય પસાર થયા બાદ ઉડી રહી હતી. ત્યારે કો-પાયલટ હમામ અલ-હમ્મામીએ કેપ્ટન સ્મિત પર હુમલો કર્યો અને તેને મોર્યો. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત હોવા છતાં સ્મિથે કોકપિટનો દરવાજો ખોલ્યો હતો.
ત્યારબાદ યાત્રી અને ક્રૂ મેમ્બર કોકપિટમાં દાખલ થયા અને કો-પાયલટ પર કાબૂ મેળવવામાં મદદ કરી. પ્લેનનો રસ્તો બદલવામાં આવ્યો અને તેને ઉત્તર-પશ્ચિમી સાઉદી અરબના તબુકમાં પ્રિન્સ સુલ્તાન બિન અબ્દુલઅજીઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. બધા યાત્રી અને ક્રૂ મેમ્બરને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા અને યાત્રીકોને કોઈ ગંભીર ઈજા ન થઈ. બાદમાં યાત્રિકોને બીજી ફ્લાઈટથી ઇઝરાયલ મોકલવામાં આવ્યા હતા. સાઉદી અધિકારીઓએ કો-પાયલટની અટકાયત કરી અને તેની પૂછપરછ કરી હતી. બાદમાં તેને યુએઈ મોકલી દેવામાં આવ્યો હતો.