Donald Trump: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સામે યુરોપીય દેશ ઘુંટણીએ આવી ગયા છે અને તેમણે રિઝર્વ સ્ટોકમાાંથી 10 કરોડ બેરલ ડીઝલ રિલીઝ કરવાની સહમતિ આપી છે. આ નિર્ણય પાછળ ટ્રંપની ધમકી કામ કરી ગઈ. રાષ્ટ્રપતિ ટ્રંપએ યૂરોપીય દેશોના ડીઝલ એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી હતી.
ડોનાલ્ડ ટ્રંપએ તેના ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શેર કરી આ અંગે જાણકારી આપી છે. પોસ્ટમાં તેમણે લખ્યું છે કે યૂરોપ પોતાના રિઝર્વ સ્ટોકમાંથી ડીઝલ ઓઈલ રિલીઝ કરવા સહમત થયું છે. આ પ્રક્રિયા તુરંત શરુ થશે. જેના કારણે યૂરોપમાં વધતા ડીઝલનના વધતા ભાવ પર કંટ્રોલ આવશે.
શું છે રિઝર્વ ડીઝલનો મામલો ?
રિઝર્વ ડીઝલનો મામલો શું છે જો તમને નથી ખબર તો જાણી લો કે યૂએસની રિફાઈનરીઓ વિવિધ સ્ત્રોતથી કાચું તેલ રિફાઈન કરી તેનો મોટો ભાગ યૂરોપીય દેશોને એક્સપોર્ટ કરે છે. પણ યૂક્રેન અને ઈરાન યુદ્ધના કારણે કાચા તેલના ફ્લોમાં ઘટાડો થયો છે. જેના કારણે અમેરિકામાં ડીઝલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. જો આ સમયે ટ્રંપ ડીઝલના વધતા ભાવ પર નિયંત્રણ ન લાવે તો તેનું પરિણામ ટ્રંપને નવેમ્બરમાં થનાર ચુંટણીમાં ભોગવવું પડે. તેથી તેમણે યૂરોપીય દેશોને કહ્યું હતું કે તેઓ અમેરિકી ડીઝલ પર આધાર ન રાખે અને તેના રિઝર્વ સ્ટોકમાં જે ડીઝલ છે તેનો ઉપયોગ કરે.
ટ્રંપની એક્સપોર્ટ રોકવાની ધમકી
રાષ્ટ્રપતિ ટ્રંપ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી કોઈપણ પ્રકારનું રિસ્ક નથી લેવા માંગતા જેથી તેમણે યૂરોપીય દેશોને રિઝર્વ સ્ટોકનો ઉપયોગ કરવાની વાત સાથે ધમકી પણ આપી દીધી હતી કે જો તેઓ ટ્રંપની વાત નહીં માને તો ડીઝલ એક્સપોર્ટ રોકી દેવામાં આવશે. જો ટ્રંપ ખરેખર આવું કરે અને ડીઝલ સપ્લાય અટકી જાય તો ત્યાંના ઉદ્યોગો પર માઠી અસર પડી શકે છે. યૂરોપ એવી સ્થિતિમાં છે કે તે રુસ પાસેથી પણ ડીઝલ કે પેટ્રોલ મંગાવી ન શકે તેથી તેણે ફરજિયાત ટ્રંપની વાત માની પડી છે. કારણ કે યૂરોપની જરૂરિયાતનું 30 ટકા ડીઝલ યૂએસ અને અન્ય દેશોમાંથી આવે છે.
10 કરોડ બેરલ ડીઝલ રિલીઝ થશે
ટ્રંપએ રિઝર્વ જથ્થો યુઝ કરવાની જે ધમકી આપી ત્યારપછી જી7 ના અધ્યક્ષ અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈંક્રોએ વીસી કરી સંબંધિત દેશો સાથે વાત કરી. આ વાતચીતમાં ટ્રંપની ધમકી અને વૈશ્વિક તેલ સંકટ વિશે ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ યૂરોપીય દેશો તેમના રિઝર્વ સ્ટોકમાંથી 10 કરોડ બેરલ તેલ રિલિઝ કરવા માની ગયા. આ અંગે મૈંક્રોએ કરેલી જાહેરાત અનુસાર જી7 અને યૂરોપી દેશ 5 કરોડ બૈરલ ડીઝલ અને 5 કરોડ બૈરલ કાચું તેલ રિલીઝ કરશે. આગામી 20 દિવસમાં આ રિઝર્વ ઓઈલ માર્કેટમાં આવવાની શરુઆત થઈ જશે.