SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Goldy Brar: કેનેડાના મોસ્ટ વોન્ટેડ અપરાધીઓના લિસ્ટમાં ગોલ્ડી બરાર નંબર 1, કરોડોનું ઈનામ જાહેર

Goldy Brar most wanted in Canada: ગેંગસ્ટર ગોલ્ડી બરાર કેનેડાના મોસ્ટ વોન્ટેડ આરોપીઓના લિસ્ટમાં નંબર 1 આરોપી છે. ગોલ્ડી બરારની ધરપકડ કરવામાં મદદ કરશે તેના માટે કરોડોના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

Written By Krupa Shah
Published: Nov 20, 2026, 08:41 IST | Updated: Nov 20, 2026, 08:46 IST
Join

Goldy Brar most wanted in Canada: ગેંગસ્ટર ગોલ્ડી બરારના દિવસો ભરાઈ ગયા છે તેવું લાગે છે. કેનેડામાં ગોલ્ડી બરારની શોધખોળ તેજ થઈ ગઈ છે. જાણવા મળતી માહિતી અનુસાર કેનેડામાં બોલો પ્રોગ્રામ અંતર્ગત 25 મોસ્ટ વોન્ટેડ અપરાધીઓના નામ જાહેર કર્યા છે. જેમાં પહેલા નંબરે ગોલ્ડી બરારનું નામ છે. કેનેડામાં તેના પર મોટું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. જે વ્યક્તિ ગોલ્ડી બરારની ધરપકડ કરવામાં મદદ કરશે તેના માટે 2.3 લાખ કેનેડિયન ડોલરનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Rahul Gandhi: પાકિસ્તાન સાથે વાતચીત મુદ્દે રાહુલ ગાંધીનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું વિદ્યાર્થી સાથેની વાતચીતમાં

ગોલ્ડી બરાર જેનું સાચું નામ સતિંદરજીત સિંહ છે તે ભારતમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, હથિયારોની તસ્કરી સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલો ગેંગસ્ટર છે. ગોલ્ડી બરાર સિદ્ધૂ મુસેવાલાની હત્યામાં પણ સંડોવાયેલો છે. ગોલ્ડી બરારને અમેરિકા પણ શોધી રહ્યું છે. અમેરિકામાં ગોલ્ડી બરાર પર 10 લાખ ડોલરનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. હવે કેનેડાની પોલીસ અને તપાસ એજન્સીઓ તેને શોધી રહી છે. ગોલ્ડી બરારને પકડવામાં મદદ કરનારને 2.5 લાખ કેનેડિયન ડોલરનું ઈનામ મળશે. આ રકમ ભારતીય રુપિયામાં 2.33 કરોડ જેટલી થાય છે. આ ઈનામ 2 નવેમ્બર 2027 સુધી માન્ય રહેશે.

કેનેડામાં ગોલ્ડી બરાર પર 2.5 લાખ કેનેડિયન ડોલરનું ઈનામ

કેનેડામાં બોલો પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે જેમાં 25 મોસ્ટ વોન્ટેડ અપરાધીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં પહેલું નામ જ ગોલ્ડી બરારનું છે. આ કાર્યક્રમ અંતર્ગત લોકોને પણ અપરાધીઓને પકડવામાં મદદ કરવા અપીલ કરવામાં આવી છે. અપરાધીઓ પર લાખોના ઈનામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટું ઈનામ ગોલ્ડી બરાર પર જાહેર કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ ગોલ્ડી બરારની જાણકારી આપે અને તેની ધરપકડ થઈ જાય તો તેને કરોડોનું ઈનામ મળી શકે છે.

આ પણ વાંચો: 5 પોઈન્ટમાં સમજો દુનિયાની 3 મહાશક્તિઓની બેઠકમાં કઈ વાતોની ચર્ચા થઈ, પરમાણુ હથિયારનો મુદ્દો સૌથી મહત્વનો

અમેરિકામાં 10 લાખ ડોલરનું ઈનામ

કેનેડા પહેલા અમેરિકા પણ ગોલ્ડી બરાર વિરુદ્ધ કાર્યવાહી કરી ચુક્યું છે. અમેરિકામાં ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈને સંગઠિત અપરાધોમાં આરોપી બનાવાયા હતા. અમેરિકાના ટોપ 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુ અપરાધીઓની યાદીમાં ગોલ્ડી બરારનું નામ છે. તેની ધરપકડમાં મદદ કરનારને 10 લાખ ડોલરના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

કેનેડામાં હત્યા પછી ફરાર 2 આરોપી

ગોલ્ડી બરાર પર કેનેડામાં 39 વર્ષના સુખદૂલ સિંગ ગિલની હત્યાનો આરોપ છે. તેની હત્યા તેના ઘરમાં જ ગોળી મારીને કરવામાં આવી હતી. આ મામલે 23 ફેબ્રુઆરી 2026 ના રોજ ગોલ્ડી બરાર અને કરનબીર સિંહ વિરુદ્ધ આરોપ નક્કી કરવામાં આવ્યા અને તેમના પર હત્યાનો આરોપ લગાવી ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો. જો કે હજુ સુધી બંને આરોપી પકડાયા નથી.

ગોલ્ડી બરાર અને કરનબીર સિંહ વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે અને ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે કે બંને પાસે હથિયારો હોય શકે છે અને તેઓ ખતરનાક પગલું ભરી શકે છે. તેથી લોકોને તેના વિશે જાણકારી મળે તો જાતે આગળ આવવાને બદલે પોલીસને સુચના આપે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES