• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /સમુદ્રના પાતાળમાં જાગ્યો કુદરતી રાક્ષસ! કેલ્વિન વેવના ખતરાથી કેલિફોર્નિયા પર મહાવિનાશનું જોખમ!

સમુદ્રના પાતાળમાં જાગ્યો કુદરતી રાક્ષસ! કેલ્વિન વેવના ખતરાથી કેલિફોર્નિયા પર મહાવિનાશનું જોખમ!

California Emergency : શું તમે ક્યારેય વિચાર્યુ છે કે, સમુદ્રની ઉડાઈમાં જ્યાં સૂર્યપ્રકાશ પણ પહોંચી શકતો નથી ત્યાં અચાનક એવી ભઠ્ઠી સળગી શકે છે. જે આખી દુનિયાને તબાહ કરી દે. જી હા વૈજ્ઞાનિકોએ પ્રશાંત મહાસાગરના પાતાળમાંથી આવા જ એક રાક્ષસને જાગતો જોયો છે. એક એવો અદ્રશ્ય દૈત્ય જે સમુદ્રની નીચે ઉકળતા પાણીની જેમ આગળ વધી રહ્યો છે અને તેના નિશાન છે પર છે અમેરિકા અને ખાસ કરીને કેલિફોર્નિયા.

Written ByKaran Rajput
Published: Sep 30, 2026, 05:25 PM IST|Updated: Sep 30, 2026, 05:29 PM IST
joinshare
સમુદ્રના પાતાળમાં જાગ્યો કુદરતી રાક્ષસ! કેલ્વિન વેવના ખતરાથી કેલિફોર્નિયા પર મહાવિનાશનું જોખમ!
Image Credit: Kelvin Wave

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kelvin Wave : પ્રશાંત મહાસાગરની સપાટી પર ઉપરથી બધું જ શાંત દેખાય છે પરંતુ આ શાંતિની બરાબર નીચે, હજારો ફૂટની ઊંડાઈમાં શું થઈ રહ્યું છે, તેનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે મહાસાગરની હજારો ફૂટ નીચે એક કુદરતી રાક્ષસ જાગી ગયો છે, જેનું નામ છે કેલ્વિન વેવ. આ કોઈ સામાન્ય લહેર નથી, જે દરિયાકિનારે આવીને ઊઠે અને કિનારે અથડાઈને શાંત થઈ જાય. આ તો સમુદ્રના પેટાળમાં વહેતો ગરમ પાણીનો એવો વંટોળ છે, જેનો સીધો સંબંધ ભયાનક અલ નીનો સાથે છે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે સમુદ્રની અંદર ઉકળતી આ આફતને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણીનું સ્તર અચાનક વધી શકે છે, ભયાનક તોફાનો આવી શકે છે અને વસાહતોને ડુબાડી દે તેવી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

  • કેલ્વિન વેવ પ્રશાંત મહાસાગરની ઊંડાઈમાં આકાર લઈ ચૂકી છે
  • અને હવે અમેરિકા, ખાસ કરીને કેલિફોર્નિયા તરફ ઝડપથી આગળ વધી રહી છે
  • આ લહેરને કારણે સમુદ્રનું જળસ્તર અચાનક અનેક ફૂટ સુધી વધી શકે છે
  • જેના કારણે કેલિફોર્નિયાના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયાનક પૂર, જમીનનું ધોવાણ
  • અને જીવલેણ તોફાનોનું જોખમ વધી ગયું છે
  • પરિસ્થિતિને જોતા કેલિફોર્નિયાના ગવર્નરે અત્યારથી જ સમગ્ર રાજ્યમાં ઈમરજન્સી લાગુ કરીને સેનાને એલર્ટ પર રાખી છે.

જ્યારે આ ગરમ લહેરો અમેરિકાના પશ્ચિમ કિનારા સાથે અથડાશે, ત્યારે ત્યાંના સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં અનેક ડિગ્રી વધારે વધી શકે છે. આ વધતી ગરમી અલ નીનોને એવી રાક્ષસી તાકાત આપી શકે છે, જે હવામાનની સમગ્ર વ્યવસ્થાને ખોરવી શકે છે...વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે આ બંનેની જુગલબંધી અડધી દુનિયાના હવામાનને એવી રીતે બદલી શકે છે કે માનવજાત મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

  • પ્રશાંતમાં ખતરનાક કેલ્વિન વેવ જાગી
  • અલ નીનો વધુ વિનાશક બની શકે
  • કેલ્વિન વેવ કેલિફોર્નિયા તરફ આગળ વધી
  • સમુદ્રની ઊંડાઈમાં ગરમ લહેરો ઉઠી
  • કુદરતનો અદ્રશ્ય રાક્ષસ કેલિફોર્નિયા તરફ

સામાન્ય રીતે જ્યારે આપણે ‘લહેર’ શબ્દ સાંભળીએ છીએ, ત્યારે આપણા મનમાં દરિયાકિનારે ઊઠતી પાણીની ઊંચી-ઊંચી દીવાલોનું ચિત્ર આવે છે. પરંતુ કેલ્વિન વેવ સમુદ્રની સપાટી પર દેખાતી જ નથી...

  • કેલ્વિન વેવ સમુદ્રની સપાટીની નીચે વહેતી ગરમ પાણીની એક અત્યંત વિશાળ અને શક્તિશાળી લહેર છે
  • આ સામાન્ય દરિયાઈ લહેરોની જેમ કિનારે આવીને તૂટતી કે દેખાતી નથી
  • પરંતુ પ્રશાંત મહાસાગરની ઊંડાઈમાં હજારો કિલોમીટર સુધી ફેલાઈ શકે છે
  • તેને માત્ર સેટેલાઇટ અને ખાસ વૈજ્ઞાનિક સાધનોની મદદથી જ ટ્રેક કરી શકાય છે.


આ કોઈ નાની લહેર નથી.વૈજ્ઞાનિક રીતે તેને પ્લેનેટરી વેવ કહેવામાં આવે છે, કારણ કે તે હજારો કિલોમીટર લાંબી હોઈ શકે છે. વિજ્ઞાનનો નિયમ છે કે ગરમ પાણી ઠંડા પાણીની સરખામણીએ વધુ જગ્યા રોકે છે. આ કારણે આ લહેર જ્યાંથી પસાર થાય છે, ત્યાં સમુદ્રની સપાટીનું સ્તર અસ્થાયી રીતે વધી જાય છે. હવે તમને એ પણ જણાવીએ કે આ લહેર બને છે કેવી રીતે...

  • સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરમાં પવનો પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાય છે
  • જેના કારણે ગરમ પાણી પશ્ચિમ વિસ્તારમાં એકઠું રહે છે
  • પરંતુ જ્યારે આ પવનો નબળા પડે છે અથવા પોતાની દિશા બદલે છે
  • ત્યારે પશ્ચિમમાં એકઠું થયેલું ગરમ પાણીનો મોટો હિસ્સો
  • બાથટબના પાણીની જેમ ફરી પૂર્વ તરફ વહેવા લાગે છે
  • આ ઊંડા સમુદ્રી પ્રવાહને જ કેલ્વિન વેવ કહેવામાં આવે છે


કેલ્વિન વેવનો સીધો સંબંધ ખતરનાક હવામાન ચક્ર અલ નીનો સાથે છે જ્યારે આ ગરમ લહેર પ્રશાંત મહાસાગરને પાર કરીને અમેરિકાના કિનારા સુધી પહોંચે છે, ત્યારે તે સમુદ્રનું તાપમાન વધારી શકે છે, જે અલ નીનોને વધુ મજબૂત બનાવી શકે છે અને હવામાન પર તેની અસર વધારી શકે છે...

ઊંચી-ઊંચી લહેરો દરિયાકાંઠાની ખડકોને ધોઈ શકે છે

વૈજ્ઞાનિકોને ભય છે કે કેલિફોર્નિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રનું પાણી ઘૂસી શકે છે. ઊંચી-ઊંચી લહેરો દરિયાકાંઠાની ખડકોને ધોઈ શકે છે, ભયાનક ભૂસ્ખલન થઈ શકે છે અને આલીશાન ઘરો તાશના પત્તાની જેમ પાણીમાં વહી જઈ શકે છે. વૈજ્ઞાનિકો આ કેલ્વિન વેવ પર સતત નજર રાખી રહ્યા છે.  સેટેલાઇટ દ્વારા તેની દરેક હિલચાલને માપવામાં આવી રહી છે.

પરંતુ વૈજ્ઞાનિકોની આ ચેતવણીથી સ્પષ્ટ છે કે માનવ ભલે ગમે તેટલી પ્રગતિ કરી લે, પરંતુ જ્યારે કુદરતના પાતાળમાંથી કોઈ રાક્ષસ જાગે છે, ત્યારે આપણી તમામ ટેક્નોલોજી અને તમામ દાવાઓ ધૂળધાણી થઈ શકે છે...હવે જોવાનું એ છે કે શું કેલિફોર્નિયા આ અદ્રશ્ય રાક્ષસનો પ્રહાર સહન કરી શકશે, કે પછી પાતાળની આ ભઠ્ઠી મહાવિનાશનો એક નવો ઇતિહાસ લખશે...

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News