Death For Kissing: સાઉદી અરબની મક્કામાં આવેલી એક મસ્જિદની અંદર કથિત રીતે કિસ કરવાના આરોપમાં બે બાંગ્લાદેશી નાગરિકોને ગુપ્ત રીતે મોતની સજા આપવા પર આંતરાષ્ટ્રીય અને રાજનિતિક વિરોધ શરૂ થઈ ચુક્યો છે. સાઉદી અરબના ગૃહ મંત્રાલય દ્વારા મીડિયામાં આપવામાં આવેલી જાણકારી મુજબ, 14 ઓક્ટોબરના રોજ નજરૂલ ઈસ્લામ અબ્દુલ બાસિર અને સિતિ અખ્તર નામના બે બાંગ્લાદેશી નાગરિકોને મોતની સજા આપવામાં આવી છે, જો કે સાઉદી અધિકારીઓએ તેની વિશે કોઈ વધારે માહિતી આપી નથી, તેમના દ્વારા કથિત રીતે કોઈ પ્રકારની અનૈતિક કાર્ય કરવામાં આવ્યું છે.
આ વચ્ચે સાઉદી મીડિયા અને સોશિયલ મીડિયમાં એવા દાવા જોરદાર રીતે ફેલાઈ રહ્યા છે કે મસ્જિદમાં એક બીજાના કિસ કરવા અથવા તો માથા પર કિસ કરવા પર ફાંસી આપવામાં આવી છે, જો કે કાનૂન એક્સપર્ટ અને નાગરિકોએ આધિકારીક માહિતી ન હોવાને કારણે આ દાવા અફવાહ હોવાની અને ઈન્ટરનેટ પર કાલ્પનિક રીતે વાયરલ હોવાનો જણાવ્યું છે.
રિપોટ્સ મુજબ બન્ને બાંગ્લાદેશીઓને ઈસ્લામી કાનૂની તાજીર શ્રેણ પ્રમાણે મોતની સજા આપવામાં આવી છે. જેમાં ભૂલની ગંભીરતા જોતા સજા પર નિર્ણય કરવાનો અધિકાર જજના વિવેક પર આધાર રાખે છે. ત્યારબાદ સંબંધિત ન્યાયિક સંસ્થાઓ અને શાહી આદેશ દ્વારા ફાંસીની મંજૂરી આપવામાં આવી.
સાઉદી અરબ કોઈ પણ પહેલાથી જાણકારી આપ્યા બાંગ્લાદેશના બે લોકોને મોતની સજા આપવા પર ઢાકાની તારીક રહેમાન સરકાર વિરોધ નોંધાવ્યો છે, બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી શમા ઓબૈદ ઈસ્લામે જણાવ્યું કે ઢાકાએ આ મૃત્યુંદંડ વિશે સાઉદી અરબ દ્વારા પહેલાથી કોઈ જાણકારી આપવામાં આવી નહોતી અને સરકારને આ જાણકારી પણ મીડિયા રિપોટ્સ દ્વારા થઈ છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઢામાં રહેલા સાઉદી અરબના રાજદુત અબદુલ્લા જાફર એચ બિન અબિયાહ સાથે આ સબંધમાં જાણકારી માગી છે અને ઓફિશિયલ નોટ વર્બલ મોકલ્યું છે.
વિદેશ રાજ્યમંત્રી હુમાયુ કબીરે આ કાર્યવાહીને ખુબ જ નિરાશાજનક જણાવતા કહ્યું કે બન્ને દેશો વિયના કન્વેંશન ઓફ કન્સુલર રિલેશન્સ પર સાઈન કરે છે, તેમને સવાલ ઉઠાવ્યો કે વિયના કન્વેન્શન પ્રમાણે લોકોની ધરપકડ અને મોતની સજા વિશે માહિતી આપવા છતા બન્ને દેશો વચ્ચે સુચનામાં આટલો ફેરફાર કેમ રહ્યો છે.
સાઉદી અરબથી મળેલી જાણકારી પ્રમાણે મૃતક નજરૂલ ઈસ્લામ બાંગ્લાદેશની ચટ્ટગ્રામ સંભાગના બ્રાહ્મણબાડિયા જિલ્લાનો રહેવાસી હતો, તે નવેમ્બર 2022માં સાઉદી અરબ ગયો હતો અને મક્કામાં આવેલી મસ્જિદ અલ હરમમાં સફાઈ કર્મચારી રૂપે કામ કરતો હતો, નઝરુલના પરિવારે જણાવ્યું હતું કે સાઉદી પોલીસે સાઉદી અરેબિયા પહોંચ્યાના લગભગ આઠ મહિના પછી તેની ધરપકડ કરી હતી અને ત્યારથી તે જેલમાં હતો. નઝરુલના પિતા અબ્દુલ બસીરે ટ્રાયલની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, જો મારા પુત્રને કોઈ માન્ય કારણ વગર ફાંસી આપવામાં આવી હોય, તો હું ન્યાય ઇચ્છું છું." પરિવારે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ સીતી અખ્તરને જાણતા નથી અને બંને પરિણીત હોવાના દાવાઓને નકારી કાઢ્યા હતા. મૃત્યુદંડની સજાના સમાચાર મળતાં, નઝરુલની 65 વર્ષીય કાકી, આબેદા બેગમ બેભાન થઈ ગઈ અને બાદમાં તેનું મૃત્યુ થયું.
આ ખાનગી ફાંસી પછી આંતરરાષ્ટ્રીય લેવલે માનવાધિકાર કાર્યકર્તાઓ અને કાનુન એક્સપર્ટએ સાઉદી અરબની પ્રાઈવેટ ન્યાય પ્રણાલીનો વિરોધ કર્યો છે. કાનૂનના એક્સપર્ટે વિનયા કન્વેન્શનની કલમ 36 અને 37નો હવાલો આપતા કહ્યું કે આરોપી વિદેશી નાગરિકને તેમના કન્સુલર અધિકારથી વંચિત રાખવામાં આવ્યો અને પરિવાર સાથે દુતાવાસને જણાવ્યા વગર જ ફાંસી આપવામાં આવી. માનવાધિકાર સંગઠન હ્યૂમન રાઈટ્સ વોચ મુજબ સાઉદી અરબે વર્ષ 2025માં ઓછામાં ઓછા 365 લોકોને મોતની સજા આપવામાં આવી, જેમાં મોટા ભાગના વિદેશી નાગરિકો હતા.