BJP Yuva Morcha : ભાજપે ભારતીય જનતા યુવા મોર્ચા (BJYM) માટે નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની નિમણૂક કરી છે. ઉત્તર પ્રદેશના નિખિલ મણિ તિવારીને યુવા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે શગુન પરિહાર, અરવિંદ દમાની અને માલોથ કોમાલી નાઈક સહિત અન્ય કેટલાક નેતાઓને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, અર્પિતા અપરાજિતા બજેના, હર્ષ વર્ધન સિંહ અને મિટ્ટા વંશી કૃષ્ણને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનના નિર્દેશ હેઠળ જાહેર કરાયેલી યાદી મુજબ, બિસ્વજીત ખોઉન્ડ (આસામ), આશિષ ઝાલા (મધ્ય પ્રદેશ), સયાલી રઘુનાથ કુલકર્ણી (મહારાષ્ટ્ર), હિમાંશુ શર્મા (રાજસ્થાન), સરદાર અરમાનજોત બ્રાર (પંજાબ), અમન યાદવ (ઝારખંડ) અને રાહુલ ઝા (બિહાર)ની રાષ્ટ્રીય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિનીત વત્સ ત્યાગી (ઉત્તર પ્રદેશ)ને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને દેવરત સિંહ રાજાવાત (રાજસ્થાન) ને રાષ્ટ્રીય સહ-કોષાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin के आदेशानुसार निम्नलिखित सदस्यों को @BJYM के राष्ट्रीय पदाधिकारी एवं अन्य दायित्वों पर नियुक्त किया गया है। https://t.co/QkK2doylv6
— BJP (@BJP4India) October 20, 2026
ગુજરાતના ધ્રુવ પંડિતને કેન્દ્રીય કાર્યાલય પ્રભારી અને મોહિત સોની (દિલ્હી)ને કેન્દ્રીય કાર્યાલય સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આ ઉપરાંત તેલંગાણાના અખિલા બંદમની નીતિ અને સંશોધન વિભાગના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતના રંગમ ત્રિવેદી, તેલંગાણાના કમલ મડિશેટ્ટી અને હરિયાણાના ડૉ. રમા બલ્હારાની નીતિ અને સંશોધન વિભાગના સહ-પ્રભારીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત, બિહારના હિમાંશુ યાદવની મીડિયા ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિવાની સિંહ (દિલ્હી), અતુલ ઠાકુર (હિમાચલ પ્રદેશ) અને વિશુ બસોયા (દિલ્હી) ની મીડિયા સહ-ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વધુમાં દિલ્હીના અપૂર્વ સિંહની સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે અને બિહારના માનવેન્દ્ર ચૌહાણની મીડિયા સહ-ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે.