• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /'પાંડા પાવર'નો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે ચીન, વાંસ ખાતું જાનવર કૂટનીતિક સ્તરે કેમ બન્યું મહત્વપૂર્ણ?

'પાંડા પાવર'નો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે ચીન, વાંસ ખાતું જાનવર કૂટનીતિક સ્તરે કેમ બન્યું મહત્વપૂર્ણ?

China Pandya Diplomacy: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાલમાં જ અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે અમેરિકાને 2 પાંડા ભેટમાં આપવાની જાહેરાત કરી. બધાને નવાઈ લાગી કે આખરે પાંડા કેમ? આ પાંડા નામનું જાનવર આખરે કઈ રીતે કૂટનીતિમાં ફાળો આપતો થઈ ગયું?

Written ByViral Raval
Published: Sep 26, 2026, 03:18 PM IST|Updated: Sep 26, 2026, 03:27 PM IST
joinshare
'પાંડા પાવર'નો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે ચીન, વાંસ ખાતું જાનવર કૂટનીતિક સ્તરે કેમ બન્યું મહત્વપૂર્ણ?

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

હાલમાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકાના પ્રવાસે ગયા હતા. જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને તેમનું ભવ્ય સ્વાગત પણ કર્યું જે દુનિયાભરમાં ચર્ચાયું. પોતાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી અપાયેલા સ્ટેટ ડીનર વખતે ચીનના રાષ્ટ્રપતિએ 2 પાંડા આપવાની જાહેરાત કરતા બધાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. આ બંને પાંડા બહુ જલદી એટલાન્ટા ઝૂ પહોંચશે. ચીન તરફથી આ પાંડાને બંને દેશોના લોકો વચ્ચે મિત્રતાનો દૂત ગણવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે આવું કઈ પહેલીવાર નથી બન્યું કે ડિપ્લોમસીમાં પાંડાનો ઉપયોગ થયો હોય. ક્યારેક સોવિયેત સંઘને તો હવે અમેરિકાને ચીને આ પાંડા પાવરનો ખુબ ઉપયોગ કર્યો. ચીન છેલ્લા કેટલાક વર્ષોથી પાંડાને ડિપ્લોમસીમાં ખુબ ઉપયોગમાં લઈ રહ્યું છે.

ચીનની 'પાંડા પાવર' ડિપ્લોમસીનું શું છે રહસ્ય?    
દુનિયા વિચારમાં પડી છે કે આખરે ચીન કેમ પાંડાનો ડિપ્લોમસીમાં ઉપયોગ  કરે છે. જિનપિંગ ઈચ્છત તો કોઈ બીજી વસ્તુ કે જાનવર પણ આપી શકતા હતા. પરંતુ અસલમાં ચીન માટે આ ફક્ત એક જાનવર નહીં પરંતુ દાયકાઓથી તેની વિદેશ નીતિ અને જાહેર કૂટનીતિનો એક ભાગ રહ્યો છે. ચીનની આ પાંડા ડિપ્લોમસી વિશે જાણવા જેવું છે.

અન્ય દેશો સાથે સંબંધોને સારા બનાવવા અને સદભાવનાનો સંદેશ આપવા માટે ચીન તરફથી વિશાળ પાંડાને ભેટ કે લીઝ પર આપવામાં આવે છે જેને પાંડા ડિપ્લોમસી કહે છે. કાળા સફેદ રંગનું આ જાનવર ચીનની ઓળખ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે અને વિદેશોમાં તેની લોકપ્રિયતા પણ ખુબ છે.

  • સોવિયેત સંઘને પણ આપ્યું હતું ભેટમાં
  • ચીનની આ રણનીતિનો ઈતિહાસ 1950ના દાયકા સાથે જોડાયેલો છે. 
  • ચીને 1957માં સોવિયેત સંઘને ભેટમાં પાંડા આપ્યો હતો. 
  • ત્યારબાદ ઉત્તર કોરિયા સહિત અનેક સામ્યવાદી દેશોને પણ પાંડા આપવામાં આવ્યા હતા. 
  • 1957થી 1983 વચ્ચે ચીને નવ દેશોને કુલ 24 પાંડા ભેટમાં આપ્યા. 
  • જેમાં સોવિયેત સંઘ, ઉત્તર કોરિયા, અમેરિકા, જાપાન, બ્રિટન, ફ્રાન્સ, પશ્ચિમ જર્મની, મેક્સિકો, અને સ્પેન સામેલ હતા. 
  • તે દૌરમાં આ પાંડા ફક્ત ઝૂમાં નહીં પરંતુ ચીનના રાજનીતિક અને કૂટનીતિક સંબંધોનો સંદેશ પણ વિદેશમાં આપતા હતા. 
  • વર્ષ 1972માં અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડની ઐતિહાસિક ચીન યાત્રા બાદ ચીને અમેરિકાને તે વખતે પણ બે પાંડા આપ્યા હતા. 
  • એપ્રિલ 1972માં લિંગ લિંગ અને હસિંગ-હસિંગ નામના પાંડા વોશિંગ્ટનના સ્િથસોનિયન નેશનલ ઝૂ પહોંચ્યા હતા. આ ઘટનાને બંને દેશો વચ્ચે સુધરતા સંબંધો અને સાંસ્કૃતિક મેળ મિલાપનું પ્રતિક ગણવામાં આવ્યું. 
  • તે સમયે આ પાંડાનું અમેરિકા પહોંચવું એટલા માટે પણ મહત્વપૂર્ણ હતું કારણ કે તે ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં એક મોટો ફેરફારના દોરમાં જોવા મળ્યું હતું. એટલ ેકે એક બાજુ મોટી રાજકીય સમજૂતિઓ ચાલતી હતી અને બીજી બાજુ પાંડા અમેરિકાના લોકો વચ્ચે ચીનની એક નરમ અને મિત્રતાવાળી છબી રજૂ કરતા હતા.

ભેટથી લીઝ તરફ કઈ રીતે?
અત્યાર સુધી ભેટમાં અપાતા પાંડા હવે ધીરે ધીરે લીઝ પર કઈ રીતે અપાવા લાગ્યા? સમય જતા સીને પોતાની નીતિમાં પણ ફેરફાર કર્યો. સંરક્ષણ સંબંધિત ચિંતાઓના કારણે 1984 બાદ ચીને પાંડાને ભેટમાં આપવાની જગ્યાએ લીઝ કે સહયોગ પ્રોગ્રામ હેઠળ વિદેશમાં મોકલવાના શરૂ કર્યા હતા. સામાન્ય રીતે પાંડાની એક જોડી કેટલાક વર્ષો માટે બીજા દેશના ઝૂમાં મોકલાય અને તેના બદલામાં મળતી રકમને સંરક્ષણ અને પ્રજનન કાર્યક્રમો પર ખર્ચ કરાય.

આ વ્યવસ્થાનો એક ખાસ નિયમ છે કે વિદેશોમાં જન્મેલા પાંડાના બાળકો પણ ચીનની સંપત્તિ ગણાય અને નિર્ધારિત ઉંમર બાદ ચીન તેમને પાછા લઈ જતું. તેનાથી પાંડા ડિપ્લોમસીનું સ્વરૂપ બદલાઈ ગયું. ચીનની એક એવી નીતિ બની ગઈ જેણે દુનિયાભરમાં ચીનના સોફ્ટ પાવરની એક રણનીતિ તરીકે છાપ છોડી.

ચીનના પાંડામાં એવું તે શું?

  • હાલ દુનિયામાં સ્થિતિ એવી છે કે ચીન અને અમેરિકા બંને શક્તિશાળી છે અને બંનેને એકબીજાની જરૂર પણ છે. ચીને અમેરિકાને પાંડા આપવાની જાહેરાત કરી. જે ચીનની એક ખાસ કૂટનીતિ છે. જેના દ્વારા તે અન્ય દેશો જોડે મિત્રતાનો સંદેશ આપે છે. 
  • ખાસ વાત એ છે કે આ સફેદ કાળા પાંડા ચીનને બાદ કરતા દુનિયામાં ક્યાંય બીજે મળતા નથી. 
  • આથી આ દુર્લભ જાનવરો પર ચીન સંપૂર્ણ રીતે એકાધિકાર ધરાવે છે. 
  • આ જાનવર ખુબ જ સીધુ અને ભોળું હોય છે તથા વાંસ ખાઈને પોતાનું પેટ ભરે છે. 
  • આ જ કારણ છે કે જો કોઈ દેશ પાંડાને પોતાના ત્યાં લાવવા માંગતા હોય તો તેણે ચીનને આગ્રહ કરવો પડે છે. 
  • જો ચીન સાથે સંબંધ સારા હોય તો તે તેમને લીઝ પર આપે છે અને જો ન હોય તો કૂટનીતિક ચેનલોથી ના પાડી દે છે. 
  • આથી સરળ શબ્દોમાં કહીએ તો પાંડા ડિપ્લોમસી પાછળ સોફ્ટ પાવર, જનસંપર્ક, વન્યજીવ સંરક્ષણ, વૈજ્ઞાનિક સહયોગ, અને દ્વિપક્ષીય સંબંધોનું આખુ તંત્ર કામ કરે છે જેને ચીન વર્ષોથી સફળતાપૂર્વક ડિપ્લોમસીના હથિયાર તરીકે વાપરી રહ્યું છે. 
Add Zee News as a Preferred Source
TAGS:
World News