SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Russia Ukraine: રશિયા યુક્રેન વચ્ચે શરુ થયું સીઝફાયર, મેલાનિયા ટ્રંપ એ આપી જાણકારી

Russia Ukraine Ceasefire: રશિયા અને યુક્રેન વચ્ચે ઓલેશ્કીમાં સીઝફાયર શરુ થયું હોવાની જાણકારી રાષ્ટ્રપતિ ટ્રંપના પત્ની મેલાનિયા ટ્રંપ એ આપી છે. મેલાનિયા ટ્રંપની મધ્યસ્થામાં બંને દેશ વચ્ચે સ્થાનિક સ્તરે સમજૂતી થઈ છે.

Written By Krupa Shah
Published: Oct 28, 2026, 07:36 AM IST | Updated: Oct 28, 2026, 07:39 AM IST
Join

Russia Ukraine Ceasefire: રશિયા અને યુક્રેન વચ્ચે સાડા ચાર વર્ષથી ચાલતાં સંઘર્ષ વચ્ચે સીઝફાયરના સમાચાર સામે આવ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે 27 ઓક્ટોબરે યુક્રેનના દક્ષિણ વિસ્તારના શહેર ઓલેશ્કીમાં સીઝફાયર શરુ થયું છે. આ જાણકારી રાષ્ટ્રપતિ ટ્રંપના પત્ની મેલાનિયા ટ્રંપ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આપી છે. ઓલેશ્કીમાં મેલાનિયા ટ્રંપની મધ્યસ્થીમાં સીઝફાયર થયું છે.

આ પણ વાંચો: Saudi Arabia: એર ઈંડિયાની સાઉદી જતી ફ્લાઈટ્સ 7 નવેમ્બર સુધી સ્થગિત, ભારતીયોની મદદ માટે શરુ થયા પ્રયત્નો

રશિયા યુક્રેન વચ્ચે સીઝફાયર

જાણવા મળતી માહિતી અનુસાર ઓલેશ્કી શહેરમાં અસ્થાયી સીઝફાયર લાગું કરવામાં આવ્યું છે. આ સમજૂતી હેઠળ યુદ્ધ ગ્રસ્ત વિસ્તારમાં મદદ પહોંચાડવામાં, શહેરમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે મિલિટરી એક્શન રોકવા પર સમજૂતી બની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું હતું કે લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવા અને નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રસ્તો કાઢવામાં આવશે. જેના ભાગરુપે ઓલેશ્કીમાં અસ્થાયી સીઝફાયર થયું છે. આ સીઝફાયરમાં મેલાનિયા ટ્રંપના પ્રતિનિધિએ રશિયા અને યુક્રેન સાથે સીધી વાતચીત કરી હતી.

ઓલેશ્કીમાં હજારો લોકો ફસાયેલા

રશિયા અને યુક્રેન વચ્ચે જે ઓલેશ્કી શહેરમાં સીઝફાયર જાહેર થયું છે જે જગ્યાની સ્થિતિ ખરાબ છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર ઓલેશ્કીમાં હજારો લોકો ફસાયેલા છે. આ વિસ્તારમાં થઈ રહેલા હુમલાના કારણે લોકો બહાર નીકળી શકે તેમ નથી અને અહીં દવા તેમજ ખોરાકની સપ્લાય પણ અટકી રહી છે. હવે આ જગ્યાએ સીઝફાયર થતા અનેક લોકોના જીવ બચી જશે.

આ પણ વાંચો: સાઉદી અરબમાં રિયાદ એરપોર્ટ સહિત સૈન્ય ઠેકાણા પર હુથીઓનો હુમલો, બેલેસ્ટિક મિસાઈલ વરસાવી

આ સીઝફાયર મહત્વપૂર્ણ

રશિયા અને યુક્રેન વચ્ચે સાડા ચાર વર્ષથી યુદ્ધ ચાલે છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે આ યુદ્ધમાં પહેલીવાર કોઈ એક વિસ્તારને લઈને સીઝફાયર જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે અમેરિકાની મધ્યસ્થામાં રશિયા અને યુક્રેન વચ્ચે આગામી મહિનામાં વાતચીત શરુ થવાની છે. તે પહેલા થયેલું આ સીઝફાયર મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES