બારૂદના ઢગલે બેઠેલા બાંગ્લાદેશમાં 16 ડિસેમ્બરે જ કેમ પાછા ફરવા માંગે છે શેખ હસીના? ખાસ જાણો કારણ
બાંગ્લાદેશમાં ભારે હંગામા વચ્ચે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના બહુ જલદી પોતાના દેશ પાછા ફરવાના છે એવા અહેવાલ આવી રહ્યા છે. શેખ હસીના 16 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ પાછા ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી તેઓ ભારતમાં છે.
બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના છેલ્લા 2 વર્ષથી ભારતમાં છે અને હવે બહુ જલદી પોતાના દેશ પાછા ફરવાના છે. રોયટર્સના એક રિપોર્ટ મુજબ તેમના પ્રવક્તાએ મંગળવારે જાણકારી આપી કે તેઓ 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પાછા ફરવાના છે. ત્યારે આ તારીખ જ તેમણે પાછા ફરવા માટે કેમ પસંદ કરી તે પણ જાણવું જરૂરી છે.
બાંગ્લાદેશમાં ફરી ફાટી નીકળી હિંસા, શેખ હસીનાના ગૃહ જિલ્લામાં હિંસા અને આગચંપી, અવામી લીગના 30 કાર્યકરો ઘાયલ
16 ડિસેમ્બરની જ પસંદગી કેમ?
- 16 ડિસેમ્બર એ બાંગ્લાદેશમાં 1971ના મુક્તિ સંગ્રામની જીતની વર્ષગાંઠ તરીકે ઉજવાય છે.
- 16 ડિસેમ્બરે જ પાકિસ્તાન સાથે બાંગ્લાદેશનું 1971નું મુક્તિ યુદ્ધ ખતમ થયું હતું અને બાંગ્લાદેશ આઝાદ થયું હતું.
- આવું પહેલીવાર બન્યું છે કે શેખ હસીનાએ પાછા ફરવા માટે કોઈ તારીખ નક્કી કરી છે.
- શેખ હસીનાની વાપસીથી બાંગ્લાદેશમાં રાજકીય અને કાનૂની તણાવ વધી શકે છે.
- તેમની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ છે અને આ મહિનાની શરૂઆતમાં તેમના નવા પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોની માંગણી બાદ હિંસા વધી છે.
- દસ્તાવેજોની માંગણી ઉપરાંત હસીનાએ બાંગ્લાદેશ સરકારને કહ્યું છે કે તેમની વાપસીની વ્યવસ્થા સરકારી એરલાઈન બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સ દ્વારા કરાવવામાં આવે.
- તેમના પ્રવક્તા સૈયદ મોજમ્મેલ અલીએ નિવેદનમાં કહ્યું કે, શેખ હસીનાને 5 ઓગસ્ટ 2024ના રોજ બાંગ્લાદેશના વિમાનથી ભારત લાવવામાં આવ્યા હતા. આથી હવે તેઓ સરકાર પાસે દિલ્હીથી ઢાકા પાછા આવવા માટે હવાઈ પરિવહનની વ્યવસ્થા કરવાની માંગણી કરે છે.
- તેમણે કહ્યું કે તેમને બંધારણની વિરુદ્ધ હોય તેવી પરિસ્થિતિઓમાં દેશ નિકાલ કરવામાં આવ્યા હતા. આથી હવે સરકારની જવાબદારી છે કે 16 ડિસેમ્બરના રોજ વિજય દિવસ પર બાંગ્લાદેશમાં તેમની વાપસી શક્ય બનાવે.
પાછા ફરશે તો જેલ જશે હસીના?
જો તેઓ બાંગ્લાદેશ પાછા ફરશે તો શું જેલમાં જવું પડશે? જો કે આ અંગે બાંગ્લાદેશ સરકારે કોઈ જવાબ આપ્યો નથી. બાંગ્લાદેશના એક મંત્રીએ રવિવારે કહ્યું હતું કે જો શેખ હસીના પાછા ફરશે તો તેમની ધરપકડ કરીને તેમને જેલ મોકલી દેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને પાછા લાવવા માટે બાંગ્લાદેશ સરકારની ભારત સાથે કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી.
દાઉદના 3 નવા ઠેકાણાંનો ખુલાસો! ઘરની નીચે ચાલે છે 'ગંદો ખેલ', કોકેઈનનો આદી, FBI એજન્ટે ખોલ્યા રાજ
શેખ હસીનાને મોતની સજા થઈ છે
બાંગ્લાદેશમાં શેખ હસીનાને મોતની સજા સંભળાવવામાં આવેલી છે. 2024માં થયેલા વિરોધ પ્રદર્શન અને વિદ્રોહ બાદ તેમની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ આંદોલનના કારણે હસીનાના લાંબા સમયથી ચાલતા શાસનનો અંત આવ્યો. સંયુક્ત રાષ્ટ્રના જણવ્યાં મુજબ આ હિંસામાં લગભગ 1400 લોકોના જીવ ગયા હતા. ઓગસ્ટ 2024માં જ્યારે દેશભરમાં તેમના રાજીનામાની માંગણીને લઈને પ્રદર્શન થવા લાગ્યા તો શેખ હસીના ભારત આવી ગયા હતા. ડિસેમ્બરમાં પ્રસ્તાવિત વાપસી પહેલા તેમણે નવા પાસપોર્ટ અને ઓળખ પત્ર માટે અરજી કરી. પરંતુ બાંગ્લાદેશ સરકારે તેમની અરજી ન સ્વીકારી.