SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બલોચ લિબરેશન આર્મીએ કર્યો મોટો દાવો, 20 ઓક્ટોબર સુધીમાં 23 પાકિસ્તાની સૈનિકોને માર્યા

Baloch Liberation Army: બલોચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાનમાં છેલ્લા 12 દિવસમાં 34 ઓપરેશન કર્યા જેમાં 23 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.

Written By Krupa Shah
Published: Oct 21, 2026, 08:30 AM IST | Updated: Oct 21, 2026, 08:31 AM IST
Join

Baloch Liberation Army: વિશ્વભરમાં દેશોની સ્થિતિ ખરાબ થઈ રહી હોય તેવું લાગે છે. અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ફ્રાન્સમાં હિંસા ભડકી છે અને હવે બલોચ લિબરેશન આર્મી એ એવો દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાન પર 20 ઓક્ટોબર સુધીમાં 34 ઓપરેશન કર્યા. બલોચ લિબરેશન આર્મી એ એવો પણ દાવો કર્યો છે કે 20 ઓક્ટોબર સુધીમાં તેમને 23 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા છે. જેમાંથી 14 સૈનિક હતા અને નવ મિલેટ્રી ઇન્ટેલિજન્સના ડેથ સ્કોડના સભ્યો હતા. આ હુમલામાં બીએલએ ના છ સભ્યોના પણ મોત થયા છે.

બલોચ લિબરેશન આર્મી ના દાવા અનુસાર 9 ઓક્ટોબરે તેમના લડાકુ એ નસીરાબાદમાં પાકિસ્તાની સેના અને ડેથ સ્કોડના સભ્યો પર હુમલો કર્યો જેમાં ડેથ સ્કોડનો એક સભ્ય ઘટના સ્થળ પર જ માર્યો ગયો. ત્યાર પછી 13 ઓક્ટોબરે હુમલો કરવામાં આવ્યો જેમાં બીએલએ નો દાવો છે શહરગ વિસ્તારમાં વિસ્ફોટ કરીને પાકિસ્તાની સેનાનું એક વાહન નિશાન બનાવવામાં આવ્યું હતું. જેમાં ત્રણ જવાનોના મોત થયા જ્યારે ચારને ગંભીર ઈજાઓ થઈ હતી. બી.એલ.એ એવો દાવો પણ કર્યો છે કે સૈન્ય વાહન સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું હતું.

ત્યારબાદ 14 ઓક્ટોબરે બીએલએ પાકિસ્તાની સેના પર અચાનક હુમલો કર્યો જેમાં બે જવાના મોત થયા. ત્યારબાદ 15 ઓક્ટોબરે પણ બીએલએ એ દાવો કર્યો છે કે તેમને પાકિસ્તાની સૈનિકો પર હુમલો કર્યો હતો જેમાં એક જવાનનું મોત થયું અને બીજો ઘાયલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે સંગઠન એ બે લોકોને મોતની સજા સંભળાવવાની વાત પણ કરી હતી. બીએલએનો આરોપ હતો કે જે લોકોને મોતની સજા ફટકારવામાં આવી તે બંને ડેથ સ્કોડ સાથે જોડાયેલા હતા અને સૈન્ય અભિયાનમાં પાકિસ્તાનની મદદ કરી રહ્યા હતા.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES