SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અબ્દુલ અલ-સૈયદે રચ્યો ઇતિહાસ: અમેરિકી સીનેટમાં પહોંચનાર બન્યા પ્રથમ મુસ્લિમ સાંસદ, ભારત સાથે પણ છે ખાસ નાતો

અલ-સૈયદ વેન કાઉન્ટીના પૂર્વ સ્વાસ્થ્ય ડિરેક્ટર રહી ચૂક્યા છે અને તેમણે આ વર્ષની શરૂઆતમાં પ્રાઇમરી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના પસંદગીના ઉમેદવાર હેલી સ્ટીવંસને હરાવી બધાને ચોંકાવી દીધા હતા.

Written By Gokani Dhaval
Published: Nov 04, 2026, 02:32 PM IST | Updated: Nov 04, 2026, 02:33 PM IST
Join

અમેરિકી સંસદની ચૂંટણીમાં પ્રથમવાર કોઈ મુસ્લિમે જીતનો સ્વાદ ચાખ્યો છે. સીનેટની ચૂંટણીમાં અબ્દુલ અલ-સૈયદે જીત મેળવી છે. વ્યવસાયે ડોક્ટર અને પ્રગતિશીલ નેતા સૈયદે મિશિગન સીટ પર પોતાના પ્રદર્શનથી ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને ચોંકાવી દીધી છે. તેમણે રિપબ્લિકનના માઇક રોજર્સને હરાવ્યા છે. તમને જણાવી દઈએ કે ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકી સંસદના ઉપલા ગૃહ પર પોતાનું નિયંત્રણ હાસિલ કરી લીધું છે.

પોતાની જીતની જાહેરાત કરતા સૈયદે કહ્યું 'તમે મારૂ તમારા ઘરો, તમારા ચર્ચ અને પોતાના સિનેગોગ (યહુદી પ્રાર્થના સ્થળો) માં સ્વાગત કર્યું. તેમણે પોતાની જીતનો શ્રેય તે આંદોલનને આપ્યો, જેને તેમણે દોઢ વર્ષ સુધી મિશિગનના મોટા શહેરોથી લઈને નાના ગામડા સુધી પ્રચાર કરી ઉભું કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે તેઓ સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં હતા, ત્યારે મતદાતાઓએ તેમને તાકાત આપી.'

ભારત સાથે પણ સંબંધ

અબ્દુલ સૈયદનો ભારત સાથે પણ સંબંધ છે. તેમના પત્ની ડો. સારા જુકાકૂ એક મનોચિકિત્સક છે. તેમનો પરિવાર કર્ણાટક સાથે સંબંધ ધરાવે છે, જે મેંગલુરૂથી લગભગ 140 કિમી દૂર છે. સારા જુકાકૂ શમશુદ્દીનની પૌત્રી છે. તેમણે તત્કાલીન મુખ્યમંત્રી બીડી જત્તીના કાર્યકાળમાં મૈસૂર રાજ્યમાં નાણા નાયબ-મંત્રીના રૂપમાં કામ કર્યું હતું.

આ પણ વાંચોઃ અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો દબદબો, સેનેટ પર કબજો; ટ્રમ્પે કહ્યું- હવે 'રાજકીય પંડિત' બનીશ

કઈ રીતે થઈ અબ્દુલ અને સારાની મુલાકાત?

રોડ્સ સ્કોલર રહેલા અલ-સૈયદની મુલાકાત સારા સાથે મિશિગન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. તેમણે સારાના દક્ષિણ ભારતીય પરિવાર અને સંસ્કૃતિની સાથે પોતાના જોડાણ વિશે વાત કરી. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું- મારા લગ્ન એક દક્ષિણ ભારતીય પરિવારમાં થયા છે અને મને 20 વર્ષ થઈ ગયા છે. હવે હું સંપૂર્ણ રીતે હળીમળી ગયો છું. સાચુ કહું તો કદાચ હું અરબી હોવાથી વધુ ભારતીય છું.

ટ્રમ્પે લગાવ્યો હતો જેહાદી હોવાનો આરોપ

તમને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સૌથી મોટા આલોચકોમાં સામેલ છે. તેમના આલોચકોએ હંમેશા અબ્દુલ સૈયદના નામ અને ધર્મને લઈને નિશાન બનાવ્યા. ત્યાં સુધી કે ટ્રમ્પે તેમના પર જેહાદી હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે સીનેટમાં પ્રવેશ કરવા માટે તેમણે મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. અલ-સૈયદે કહ્યુ કે તેમના આલોચકોએ ગેસ અને જરૂરી સામાનની વધતી કિંમતો પર વાત કરવાની જગ્યાએ સમાજને વિભાજીત કરવાનો માર્ગ પસંદ કર્યો.

માઇક રોજર્સ પૂર્વ કોંગ્રેસ સભ્ય છે. તેમના ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન પ્રાપ્ત હતું. તેમના નજીકના સહયોગીના રૂપમાં ચૂંટણી લડી હતી. આ પહેલા 2024ની સીનેટની ચૂંટણીમાં તેઓ એલિસા સ્લોટકિન સામે લગભગ 0.3 ટકાના અંતરથી હારી ગયા હતા. આ વખતે તેમનો મુકાબલો અબ્દુલ અલ-સૈયદ સામે હતો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES