અમેરિકી સંસદની ચૂંટણીમાં પ્રથમવાર કોઈ મુસ્લિમે જીતનો સ્વાદ ચાખ્યો છે. સીનેટની ચૂંટણીમાં અબ્દુલ અલ-સૈયદે જીત મેળવી છે. વ્યવસાયે ડોક્ટર અને પ્રગતિશીલ નેતા સૈયદે મિશિગન સીટ પર પોતાના પ્રદર્શનથી ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને ચોંકાવી દીધી છે. તેમણે રિપબ્લિકનના માઇક રોજર્સને હરાવ્યા છે. તમને જણાવી દઈએ કે ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકી સંસદના ઉપલા ગૃહ પર પોતાનું નિયંત્રણ હાસિલ કરી લીધું છે.
પોતાની જીતની જાહેરાત કરતા સૈયદે કહ્યું 'તમે મારૂ તમારા ઘરો, તમારા ચર્ચ અને પોતાના સિનેગોગ (યહુદી પ્રાર્થના સ્થળો) માં સ્વાગત કર્યું. તેમણે પોતાની જીતનો શ્રેય તે આંદોલનને આપ્યો, જેને તેમણે દોઢ વર્ષ સુધી મિશિગનના મોટા શહેરોથી લઈને નાના ગામડા સુધી પ્રચાર કરી ઉભું કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે તેઓ સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં હતા, ત્યારે મતદાતાઓએ તેમને તાકાત આપી.'
અબ્દુલ સૈયદનો ભારત સાથે પણ સંબંધ છે. તેમના પત્ની ડો. સારા જુકાકૂ એક મનોચિકિત્સક છે. તેમનો પરિવાર કર્ણાટક સાથે સંબંધ ધરાવે છે, જે મેંગલુરૂથી લગભગ 140 કિમી દૂર છે. સારા જુકાકૂ શમશુદ્દીનની પૌત્રી છે. તેમણે તત્કાલીન મુખ્યમંત્રી બીડી જત્તીના કાર્યકાળમાં મૈસૂર રાજ્યમાં નાણા નાયબ-મંત્રીના રૂપમાં કામ કર્યું હતું.
રોડ્સ સ્કોલર રહેલા અલ-સૈયદની મુલાકાત સારા સાથે મિશિગન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. તેમણે સારાના દક્ષિણ ભારતીય પરિવાર અને સંસ્કૃતિની સાથે પોતાના જોડાણ વિશે વાત કરી. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું- મારા લગ્ન એક દક્ષિણ ભારતીય પરિવારમાં થયા છે અને મને 20 વર્ષ થઈ ગયા છે. હવે હું સંપૂર્ણ રીતે હળીમળી ગયો છું. સાચુ કહું તો કદાચ હું અરબી હોવાથી વધુ ભારતીય છું.
તમને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સૌથી મોટા આલોચકોમાં સામેલ છે. તેમના આલોચકોએ હંમેશા અબ્દુલ સૈયદના નામ અને ધર્મને લઈને નિશાન બનાવ્યા. ત્યાં સુધી કે ટ્રમ્પે તેમના પર જેહાદી હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે સીનેટમાં પ્રવેશ કરવા માટે તેમણે મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. અલ-સૈયદે કહ્યુ કે તેમના આલોચકોએ ગેસ અને જરૂરી સામાનની વધતી કિંમતો પર વાત કરવાની જગ્યાએ સમાજને વિભાજીત કરવાનો માર્ગ પસંદ કર્યો.
માઇક રોજર્સ પૂર્વ કોંગ્રેસ સભ્ય છે. તેમના ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન પ્રાપ્ત હતું. તેમના નજીકના સહયોગીના રૂપમાં ચૂંટણી લડી હતી. આ પહેલા 2024ની સીનેટની ચૂંટણીમાં તેઓ એલિસા સ્લોટકિન સામે લગભગ 0.3 ટકાના અંતરથી હારી ગયા હતા. આ વખતે તેમનો મુકાબલો અબ્દુલ અલ-સૈયદ સામે હતો.