• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /વડોદરા
  • /રોટલી શેકાતી હતી એ રસોડામાં લોહીની હોળી ખેલાઈ, સગાભાઈએ જ ભાઈને પતાવી દીધો

રોટલી શેકાતી હતી એ રસોડામાં લોહીની હોળી ખેલાઈ, સગાભાઈએ જ ભાઈને પતાવી દીધો

Vadodara Crime : જે ભાઈના હાથ પકડીને આખી જિંદગી ચાલવાનું હતું. અંધારી રાતે એ જ હાથે ભાઈની લાશને દોરીથી બાંધીને તળાવમાં ફેંકી દેવામાં આવી! કલ્પના કરો જે ઘરમાં રોજેરોજ રોટલી શેકાતી હોય, એ જ રસોડામાં જ્યારે લોહીની હોળી ખેલાય, ત્યારે લોહીના સંબંધો પરથી વિશ્વાસ ઉડી જાય છે!. વડોદરાના ડભોઈથી એક એવી ઘટના સામે આવી છે, જેને જાણીને તમારી રૂંવાડા ઊભા થઈ જશે...

Written ByKaran Rajput
Published: Sep 25, 2026, 06:32 PM IST|Updated: Sep 25, 2026, 06:37 PM IST
joinshare
રોટલી શેકાતી હતી એ રસોડામાં લોહીની હોળી ખેલાઈ, સગાભાઈએ જ ભાઈને પતાવી દીધો
Image Credit: Dabhoi Murder Case

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
રાજીનામાની માંગણીઓ વચ્ચે જ્ઞાનેશ કુમારની વધી મુશ્કેલી, ખુલી ગઈ 20 વર્ષ જૂની ફાઇલ!

રાજીનામાની માંગણીઓ વચ્ચે જ્ઞાનેશ કુમારની વધી મુશ્કેલી, ખુલી ગઈ 20 વર્ષ જૂની ફાઇલ!

2

દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

3

ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

4

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

5

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dabhoi Murder Case : વડોદરા રૂરલના ડભોઇ પંથકમાં 24 સપ્ટેમ્બરના રોજ એ સમયે ચકચાર મચી ગઈ, જ્યારે સાઠોદ ગામના તળાવમાંથી એક બિનવારસી લાશ મળી આવી. લાશ સામાન્ય હાલતમાં નહોતી, મૃતકના હાથ અને પગ દોરીથી ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. ડભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને ચોંકાવનારો ખુલાસો થયો કે મૃતક ગુરુ શરણ ઉર્ફે ભીમા તડવીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક LCB, SOG સહિત આઠ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

  • ભાઈ જ બન્યો ભાઈનો કાળ
  • ઘરકંકાસનો ખૂની અંજામ
  • ભાઈને દોરીથી બાંધ્યો...ને તળાવમાં ફેંક્યો!


મહેશે સગા ભાઈનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો

પોલીસે જ્યારે મૃતકના પરિવારની કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે ઘરના જ એક સદસ્યના ચહેરા પરથી માસ્ક ઉતરી ગયું.આ ગુનો બીજો કોઈએ નહીં પણ મૃતકના સગા ભાઈ મહેશ તડવીએ જ કર્યો હતો. મૃતક ગુરુશરણ અપરિણિત હતો અને ભાઈ-ભાભી સાથે જ રહેતો હતો. તે અવારનવાર ઘરમાં જમવા બાબતે નાની-નાની વાતોમાં ઝઘડો કરતો હતો. 23 સપ્ટેમ્બરની રાત્રે પણ જમવાની થાળી બાબતે જ ઘરમાં મોટો કંકાસ થયો અને ગુસ્સામાં આવીને ભાઈ મહેશે સગા ભાઈનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો.

હત્યા કર્યા બાદ પાપ છુપાવવા માટે આરોપી મહેશે રાતના અંધારાની રાહ જોઈ. પુરાવાનો નાશ કરવા માટે લાશના હાથ-પગ દોરીથી બાંધ્યા જેથી તે પાણીની ઉપર ન આવે અને ઘરથી 100 મીટર દૂર તળાવમાં લાશ ફેંકી દીધી.

  • ભાઈના હાથે ભાઈની હત્યા
  • ઘરકંકાસનો ખૂની અંજામ
  • સગા ભાઈને દોરીથી બાંધીને તળાવમાં ફેંક્યો
  • જમવાની વાતે ભાઈનો જીવ લીધો
  • સગો ભાઈ જ નીકળ્યો હત્યારો

હાલ તો પોલીસે નરાધમ ભાઈ મહેશ તડવીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પરંતુ સવાલ એ છે કે 100 મીટર દૂર લાશ લઈ જવામાં શું કોઈ અન્ય મદદગાર હતો? પોલીસ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

તડવીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો

જમવાની એક થાળી...અને સગા ભાઈની લોહીની હોળી! જે ભાઈ નાનપણમાં એકસાથે એક જ થાળીમાં જમતા હતા, આજે એ જ ભોજનની થાળી એક ભાઈની ચિતા અને બીજા ભાઈ માટે જેલની કોટડી બની ગઈ. ક્ષણિક ગુસ્સો અને જીદ્દે એક હસતા-રમતા પરિવારનો માળો વિંખી નાખ્યો. કળિયુગના આ નરાધમ ભાઈ મહેશ તડવીને પોલીસે જેલના સળિયા પાછળ તો ધકેલી દીધો છે, પણ સાઠોદ ગામની આ ઘટના સમાજ સામે એક મોટો સવાલ મૂકી ગઈ છે કે શું સંબંધોમાં સહનશીલતા હવે સાચે જ ખતમ થઈ ગઈ છે?...

 


 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News