• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સુરત
  • /શેર માર્કેટના નામે મહાઠગાઈ, બોગસ Axis.apkના નામે ખેલ, 1.10 કરોડની ઠગાઈનો ભેદ ઉકેલાયો

શેર માર્કેટના નામે મહાઠગાઈ, બોગસ Axis.apkના નામે ખેલ, 1.10 કરોડની ઠગાઈનો ભેદ ઉકેલાયો

મોબાઈલ સ્ક્રીન પર દેખાતો કરોડો રૂપિયાનો નફો...અને એક જ ઝાટકે બેંક એકાઉન્ટ થઈ ગયું સાફ! 'વાત ડિજિટલ ડાકુની, જેની મોડસ ઓપરેન્ડી સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે...તો કેવી રીતે 'Axis.apk' નામની નકલી એપથી કરોડોનો આ કાળો ખેલ ખેલાયો? અને મહારાષ્ટ્રની આ ત્રિપુટી કેવી રીતે સુરત પોલીસના સકંજામાં આવી?

Written ByGokani Dhaval
Published: Sep 30, 2026, 04:50 PM IST|Updated: Sep 30, 2026, 04:52 PM IST
joinshare
શેર માર્કેટના નામે મહાઠગાઈ, બોગસ Axis.apkના નામે ખેલ, 1.10 કરોડની ઠગાઈનો ભેદ ઉકેલાયો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ચેતન પટેલ, સુરતઃ સુરત સાયબર ક્રાઈમે ટેકનિકલ વર્કઆઉટના આધારે આંતરરાજ્ય સાયબર ક્રિમિનલ ગેંગ પર બહુ મોટી તરાપ મારી છે...શેર માર્કેટમાં રાતોરાત અમીર બનવાના સપના જોતા લોકોને ટાર્ગેટ કરીને કરોડો રૂપિયા પડાવતી મહારાષ્ટ્રની આખી ગેંગને પોલીસે દબોચી લીધી છે...આ શાતિર ઠગોએ ફરિયાદીને Axis.apk નામની એક બોગસ એપ્લિકેશન મોકલી હતી, જેને અસલી સમજીને ફરિયાદી તેમાં રોકાણ કરવા લલચાયો હતો...

આ બોગસ એપ્લિકેશન મારફતે ફરિયાદીનું નકલી ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું અને ટ્રેડિંગના નામે અલગ-અલગ બેંક ખાતામાં કુલ 1 કરોડ 10 લાખ 90 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. ઠગોની ચાલ એટલી પાકી હતી કે તેઓ બોગસ એપમાં ખોટો નફો બતાવી ફરિયાદીનો વિશ્વાસ જીતતા રહ્યા...પરંતુ જ્યારે ફરિયાદીએ પોતાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ક્યારેય ન સાંભળેલા અલગ-અલગ ચાર્જિસના નામે વધુ પૈસાની માંગણી શરૂ થઈ ગઈ...હદ તો ત્યારે થઈ જ્યારે કરોડોના રોકાણ સામે ઠગોએ માત્ર પાંચ હજાર રૂપિયા જ વિડ્રો-અલ કરવા દીધા અને બાકીના 1 કરોડ 10 લાખ 85 હજાર રૂપિયા ઠગી લીધા.

ફરિયાદ મળતા જ સુરત સાયબર ક્રાઈમ એક્ટિવ મોડમાં આવી ગઈ...પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રમાંથી રાહુલ રજક, આશિષ સોનાર અને ભૂષણ સૈદાણે નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે...મુખ્ય આરોપી રાહુલ રજકે કમિશનની લાલચે એક બોગસ ફર્મ બનાવી IDFC બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું, જેનો ઉપયોગ આ કરોડોની ઠગાઈ માટે કરવામાં આવતો હતો.

આ પણ વાંચોઃ સ્પેસટેક ક્ષેત્રે ગુજરાતે વગાડ્યો ડંકો, ગુજરાતી સ્ટાર્ટઅપે તૈયાર કરેલો થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા 1 ઓક્ટોબરે 

પોલીસ તપાસમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે...આરોપીઓના કરંટ એકાઉન્ટમાં માત્ર ટૂંકા ગાળામાં એટલે કે 18 ઓક્ટોબર 2025થી 9 જાન્યુઆરી 2026 દરમિયાન ₹2.41 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે...જ્યારે NCCRP પોર્ટલ પર વધુ તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે ખબર પડી કે આ ગેંગ વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં 29 જેટલી ફરિયાદો પહેલેથી જ નોંધાયેલી છે, જેમાં આશરે 16.13 કરોડની મહાઠગાઈ આચરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી છે.

સુરત સાયબર ક્રાઈમની આ મોટી કાર્યવાહી ડિજિટલ ઠગો માટે એક કડક સંદેશ છે કે કાયદાના સકંજાથી બચવું અશક્ય છે...પરંતુ આ કિસ્સો તમામ નાગરિકો માટે પણ મોટી લાલબત્તી સમાન છે...કોઈ પણ અજાણી લિંક, સોશિયલ મીડિયા પર મળતી ટિપ્સ કે પ્લે સ્ટોર સિવાય બહારથી ડાઉનલોડ કરાયેલી કોઈ પણ apk ફાઈલ પર ભરોસો ન કરો.


 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News