• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News : દાહોદના દેવગઢ બારિયામાં ભાજપ પ્રમુખ હરેશભાઈ કરણસિંહના પિતા કોંગ્રેસમાં જોડાયા
Live Now

Gujarat News : દાહોદના દેવગઢ બારિયામાં ભાજપ પ્રમુખ હરેશભાઈ કરણસિંહના પિતા કોંગ્રેસમાં જોડાયા

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 11 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByGokani Dhaval
Published: Nov 12, 2026, 08:47 AM IST|Updated: Nov 12, 2026, 03:26 PM IST
joinshare
Gujarat News : દાહોદના દેવગઢ બારિયામાં ભાજપ પ્રમુખ હરેશભાઈ કરણસિંહના  પિતા કોંગ્રેસમાં જોડાયા
12 Nov 2026 14:53 IST
share

પુત્ર ભાજપમાં, પિતા કોંગ્રેસમાં જોડાયા

દાહોદના દેવગઢ બારિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. દેવગઢ બારિયા ભાજપના પ્રમુખ હરેશભાઈ કરણસિંહના પિતા કરણ મામા કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખની હાજરીમાં તેમણે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. ભાજપના પાયાના નેતા તરીકે ઓળખાતા કરણ મામા પૂર્વ તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે. છએલ્લા 30 વર્ષથી ખજૂરી ગામના સરપંચ તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. હવે પુત્ર ભાજપમાં અને પિતા કોંગ્રેસમાં જોડાયા છે.

12 Nov 2026 13:36 IST

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીને મળી ધમકી


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની પુત્રી હર્ષિતા કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામ પર આપવામાં આવી છે. આ સાથે સાત કરોડની ખંડણી માગવામાં આવી છે. દિલ્હીના તિલક નગરના ધારાસભ્ય જરનૈલ સિંહને ધમકીભર્યા ફોન કોલ અને વોટ્સએપ પર મેસેજ મળ્યો છે. ત્યારબાદ તેમણે મોહાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

12 Nov 2026 13:31 IST

યુપી વિધાનસભા ચૂંટણી 2027 ત્રીજો મોર્ચો

યુપી વિધાનસભા ચૂંટણી 2027 પહેલા નવા ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે સાથે આવી સામાજિક પરિવર્તન મોર્ચો બનાવવાની જાહેરાત કરી છે. બંને નેતાઓએ તેને ભાજપ વિરુદ્ધ મજબૂત વિકલ્પ ગણાવ્યો છે. અસદુદ્દીન ઓવૌસીએ ચંદ્રશેખર આઝાદને ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે ભાજપને રોકવા માટે સામાજિક પરિવર્તન મોર્ચો મજબૂત વિકલ્પ બનશે. અત્યાર સુધી તેમના સમાજના લોકોનો માત્ર મતના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમનો પ્રયાસ આ મોર્ચાને મજબૂત બનાવવાનો હશે.

12 Nov 2026 13:20 IST

ભાવનગરના સિંહોરમાં અકસ્માત

ભાવનગરના સિંહોરમાં અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં અમિત નામના યુવકનું મોત થયું છે. સિંહોર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તપાસ હાથ ધરી છે.
 

12 Nov 2026 12:23 IST

અકસ્માતમાં બે લોકોના મોત

અમદાવાદ-ભાવનગર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી છે. અમદાવાદના પરિવારને આ અકસ્માત નડ્યો છે. અકસ્માત એટલો ભીષણ હતો કે ઘટનાસ્થળે બે લોકોના મોત થયા છે. 

12 Nov 2026 11:44 IST

સુરતમાં પડી જવાથી 2 વર્ષના બાળકીનું મોત

સુરત શહેરમાં બીજા માળેથી નીચે પડી જતાં બે વર્ષના બાળકીનું મોત થયું છે. ડીંડોલીમાં નવનિર્મિત બાંધકામ સાઇડ પર બાળકીના માતા-પિતા કામ કરી રહ્યાં હતા. આ દરમિયાન બાળકી બિલ્ડિંગના બીજા માળે રમી રહી હતી. બીજા માળેથી પડી જતાં બાળકીનું મોત થયું છે.

12 Nov 2026 10:54 IST

સરકાર ઉજવશે બીરસા મુંડા જયંતી

રાજ્ય સરકાર દ્વારા 18 નવેમ્બર સુધી બીરસા મુંડા જયંતીની ઉજવણી કરવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં ચૂંટણી પહેલા સરકાર જોર લગાવશે. આદિવાસી જિલ્લાની દરેક વિધાનસભામાં કાર્યક્રમનું આયોજન થશે. 15 નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાશે. 14 આદિવાસી જિલ્લાઓની 55 વિધાનસભા બેઠકો પર 49 કાર્યક્રમ યોજાશે. આદિવાસી જિલ્લાઓમાં જોહાર કેફે શરૂ કરાશે.

12 Nov 2026 10:29 IST

સરકારી કચેરીઓમાં વેકેશન પૂર્ણ

રાજ્યભરની સરકારી કચેરીઓમાં ચાર દિવસની દિવાળીની રજાઓ પૂર્ણ થઈ ગઈ છે. આજથી સરકારી કચેરીઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. 

12 Nov 2026 10:00 IST

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં લાપતા બે SPO ના મૃતદેહ મળ્યા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં બુધવારે લાપતા બે વિશેષ પોલીસ અધિકારીઓ (એસપીઓ) ના મૃતદેહ મળવાથી સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. બંનેના મૃતદેહ ગોળીઓથી વિંધેલી હાલતમાં મળી આવ્યા છે. ખાસ વાત છે કે તેમના સર્વિસ હથિયાર ઘટનાસ્થળેથી મળ્યા નથી. આ ઘટનામાં આતંકીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે અધિકારીઓએ હજુ આતંકી હુમલાની પુષ્ટિ કરી નથી.

12 Nov 2026 08:55 IST

ભરૂચના ગોલ્ડન બ્રિજ નીચે દારૂનું વેચાણ

ભરૂચના ઔતિહાસિક ગોલ્ડન બ્રિજની નીચે દારૂનું વેચાણ થવું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયો મામલે સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી અને ગાળા-ગાળીના દ્રશ્યો સામે આવ્યા છે. ગોલ્ડન બ્રિજ નજીક પોલીસ ચોકી હોવા છતાં ત્યાં ગેરકાયદેસર દારૂનું વેચાણ થતાં અનેક સવાલો ઉભા થયા છે.

12 Nov 2026 08:50 IST

નવસારીના વાસંદામાં દીપડાનો હુમલો

નવસારી જિલ્લાના વાસંદા તાલુકામાં દીપડાએ બાળકને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો છે. સરા ગામમાં 7 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાએ બાળકને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. દીપડાના હુમલા બાદ બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

12 Nov 2026 08:48 IST

અમૂલના ભાવ વધારા બાદ લોકોમાં નારાજગી

અમૂલ દ્વારા આજથી દૂધના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડના ભાવમાં 4 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. અમૂલ ગોલ્ડનો નવો ભાવ 74 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. અમૂલ દ્વારા તાજેતરમાં ઘી અને બટરના ભાવ પણ વધારવામાં આવ્યા હતા. અમૂલના ભાવ વધારાથી લોકોમાં નારાજગી જોવા મળી છે. આજે અમૂલ સ્ટોર પર દૂધ લેવા પહોંચેલા લોકોએ ઝી 24 કલાકને જણાવ્યું કે અમૂલ મનસ્વી રીતે ભાવ વધારો લાગૂ કરે છે. અન્ય વિકલ્પ ન હોવાથી ફરજીયાત અમૂલનું દૂધ લેવું પડે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

 

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..