)
દાહોદમાં સંજેલીના પિછોડા વિસ્તારમાં બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એકનું મોત થયું છે, જ્યારે બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સંજેલી તાલુકાના પિછોડા વિસ્તારમાં રંધીપુર જતા મુખ્ય માર્ગ પર બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. 108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. સંજેલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાતના નિકાસ ક્ષેત્રને વેગ આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ 'ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ'ની સત્તાવાર સ્થાપના કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે મુખ્ય કાર્યાલય ધરાવતી આ કંપની સંપૂર્ણપણે રાજ્ય સરકારની માલિકીની રહેશે. રાજ્યના MSME, સ્ટાર્ટઅપ્સ અને સ્થાનિક ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બજારમાં આગળ વધવા મદદ મળશે. દરેક જિલ્લામાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન તૈયાર કરાશે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બનેલું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ કાઉન્સિલનું સમગ્ર સંચાલન કરશે. ગુજરાતની પ્રોડક્ટ્સને ગ્લોબલ બ્રાન્ડ બનાવવા અને આયાત ઘટાડવા પર ખાસ ભાર મુકાશે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...