SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: મહુવા નગરપાલિકાની જનરલ સભામાં બબાલ, ડીસામાં મંડપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

Gujarat Breaking News Live: 05 નવેમ્બરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written By Dilip Chaudhary
Published: Nov 05, 2026, 04:21 PM IST | Updated: Nov 05, 2026, 04:56 PM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
 

05 Nov 2026, 4:56 PM

Gujarat News Live: ડીસામાં મંડપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

બનાસકાંઠાના ડીસામાં આવેલા શેરપુરાના એક મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મંડપના ગોડાઉનમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી હતી. આગના કારણે ગોડાઉનમાં રાખેલો મંડપનો સામાન બળીને ખાખ થયો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. આગની ઘટનામાં મંડપના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે.

05 Nov 2026, 4:28 PM

Gujarat News Live: મહુવા નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો

ભાવનગરના મહુવા નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. વોર્ડ નંબર-2નાં કાઉન્સિલર જયશ્રી સરવૈયાના જણાવ્યા મુજબ, પાલિકા પ્રમુખ મીતલ જોશીના પતિ રાજેશ જોશીએ તેમને કહ્યું કે, "હું મહુવાનો બાપ છું". આ ઘટનાને પગલે વોર્ડ નંબર-1ના કાઉન્સિલરો સભા છોડીને બહાર નીકળી ગયા હતા. બીજી તરફ રાજેશ જોશીએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES