SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: અદાણી ગેસમાં ભાવ વધારો, ભૂપેન્દ્ર પટેલ સરકારે વર્ષ 2027ની જાહેર રજાઓનું જાહેર કર્યું કેલેન્ડર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 3 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Kinjal Patel
Published: Nov 05, 2026, 09:13 AM IST | Updated: Nov 05, 2026, 09:36 AM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..

05 Nov 2026, 9:35 AM

Gujarat News Live: શેર બજારમાં દિવાળી

શેર બજારમાં આજે દિવાળી જોવા મળી રહી છે. સતત છઠ્ઠા દિવસે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે સેન્સેકસમાં 1400 પોઇન્ટ કરતાં વધારેનો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટીમાં પણ 370 પોઇન્ટ કરતાં વધારેનો ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ઘટેલા ભાવની અસર. ક્રુડનો ભાવ 94 ડોલરી નીચે પહોચ્યો. અમેરીકામાં ડોનાલ્ડ ટ્રમ્પની થયલી હારની પણ અસર જોવા મળી છે.

05 Nov 2026, 9:35 AM

Gujarat News Live: વડોદરાના રામવાડી વિસ્તારમાં રાત્રે કારમાં ગેસનો બાટલો ફાટ્યો

વડોદરાના રામવાડી વિસ્તારમાં રાત્રે કારમાં ગેસનો બાટલો ફાટ્યો હોવાના સમાચાર મળી રહ્યો છે. કારમાં રાત્રે આગ લાગતા લોકો જોવા ઉમટ્યા. એકાએક કારમાં રહેલો CNG ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટમાં 5 થી વધુ લોકો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સિલિન્ડર બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસની બારીઓના કાચ તૂટી ગયા. ઘટનાના પગલે સ્થળ પર રાત્રે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

05 Nov 2026, 9:32 AM

Gujarat News Live: સુરત મનપા ચોથા વર્ગના કર્મચારીઓને દિવાળી બોનસ આપશે

સુરત મનપા ચોથા વર્ગના કર્મચારીઓને દિવાળી બોનસ આપશે. દિવાળી એડવાન્સ-બોનસ પેટે મ્યુનિ.ના 11633 કર્મચારીને 18 કરોડ ચૂકવાશે. કર્મચારીઓનાં બેંક ખાતાંઓમાં નાણાં જમા થઈ જશે. વર્ગ-4ના 12,500થી વધુ કર્મચારીને 8 કરોડનું બોનસ ચૂકવાશે. મહાપાલિકા અંદાજિત ૭૦૦૦ કર્મચારીઓને ૭૦૦૦ રૂપિયા બોનસ અને ૧૫૦૦૦ ફેસ્ટિવલ એલાઉન્સ ચુકવશે.

05 Nov 2026, 9:32 AM

Gujarat News Live: બોટાદ જિલ્લામા ૩૩ પોલીસ કર્મચારીઓની આંતરીક બદલીઓ..

બોટાદ જિલ્લામા ૩૩ પોલીસ કર્મચારીઓની  આંતરીક બદલીઓ. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ કર્યા બદલીના ઓર્ડર. બોટાદ ટાઉન, રૂરલ, LCB, પાળીયાદ, બરવાળા પોલીસ સ્ટેશને આંતરીક બદલીઓ, તો ગઢડા, રાણપુર, ઢસા, તેમજ બોટાદ મા કરાઈ આંતરીક બદલીઓ.

05 Nov 2026, 9:32 AM

Gujarat News Live: મોંઘવારી વચ્ચે પણ દિવાળીની ખરીદીનો ધમધમાટ, રાજકોટના બજારોમાં ઉમટી ભીડ!

દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટના બજારોમાં દિવાળીની ખરીદીનો માહોલ જામી રહ્યો છે. શહેરના મુખ્ય બજારોમાં સવારથી જ ગ્રાહકોની ભારે ચહલપહલ જોવા મળી રહી છે.ખાસ કરીને ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પર ખરીદી માટે લોકોની મોટી ભીડ ઉમટી પડી છે.

05 Nov 2026, 9:31 AM

Gujarat News Live: અમદાવાદીઓએ હવે વધુ ચાર્જ ચૂકવવો પડશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. AMC સંચાલિત પે એન્ડ પાર્ક અને ઓન-સ્ટ્રીટ પાર્કિંગના ચાર્જમાં વધારો કરવાનો પ્રસ્તાવ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવતા હવે આગામી દિવસોમાં ચાર્જ વધી જશે ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા પાર્કિંગના દરોમાં કેટલાક ફેરફાર કરીને નવા દરોને મંજૂરી આપવામાં આવી છે. નવા દરો મુજબ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે કલાક પ્રમાણે ચાર્જ ચૂકવવો પડશે.

05 Nov 2026, 9:31 AM

Gujarat News Live: મહેસાણામાં દિવાળીના તહેવારોમાં મિલકતોના દસ્તાવેજ નોંધણી માટે ભારે ધસારો

દિવાળીના તહેવારોમાં મિલકતોના દસ્તાવેજ નોંધણી માટે ભારે ધસારો. મહેસાણા તાલુકામાં 10 દિવસમાં 922 દસ્તાવેજોની થઈ નોંધણી. દસ્તાવેજ નોંધણી પેટે સરકારને ₹5.93 કરોડની થઈ જંગી આવક. સ્ટેમ્પ ડ્યુટી પેટે ₹5.05 કરોડ અને નોંધણી ફી પેટે ₹87.76 લાખની આવક. ધસારાને પગલે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટોકન 96થી વધારીને 145 કરાયા. અરજદારોની સુવિધા માટે બેને બદલે ત્રણ સબ રજિસ્ટ્રારની કરાઈ વ્યવસ્થા. ઊંઝાથી વધારાના સબ રજિસ્ટ્રારને મહેસાણા ખાતે ફરજ પર મુકાયા. પાંચોટ, નુગર, નાગલપુર અને લાખવડમાં દસ્તાવેજ નોંધણીમાં મોટો વધારો.

05 Nov 2026, 9:30 AM

Gujarat News Live: દિવાળીમાં ઇમરજન્સી માટે 108 સેવા એલર્ટ, સુરતમાં 9 હાઇ ઇમરજન્સી હોટસ્પોટ નક્કી!

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી સુરતની 108 એમ્બ્યુલન્સ સેવા સજ્જ. અકસ્માતો અને ઇમરજન્સી કેસોમાં વધારો થવાની શક્યતાને પગલે ખાસ આયોજન. શહેરની તમામ 41 એમ્બ્યુલન્સનું મિકેનિકલ ચેકઅપ પૂર્ણ કરાયું. ટેકનિકલ ખામી સર્જાય તો તાત્કાલિક ઉપયોગ માટે 3 વાહનો રિઝર્વ રાખવામાં આવશે. તહેવાર દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં 26.83 ટકા સુધીનો વધારો થવાનો અંદાજ. 8 નવેમ્બરે 672 ઇમરજન્સી કોલ્સ આવવાની શક્યતા. 10 નવેમ્બરે 697 અને 11 નવેમ્બરે 638 કોલ્સનો અંદાજ. દ્વિચક્રી વાહનોના અકસ્માતોમાં મોટો ઉછાળો થવાની શક્યતા. રોજના સરેરાશ 57 અકસ્માતો સામે 8 નવેમ્બરે 112 કેસ થવાનો અંદાજ. મારામારીના કેસ 23થી વધીને 75 સુધી પહોંચી શકે છે. ઊંચાઈ પરથી પડવાના બનાવો પણ 33થી વધીને 42 થવાની શક્યતા. ઇમરજન્સી પહોંચી વળવા આશરે 185 કર્મચારીઓની રજાઓ રદ કરાઈ. કર્મચારીઓને 24 કલાક ફરજ પર તૈનાત રાખવાનો નિર્ણય લેવાયો. એમ્બ્યુલન્સમાં વધારાની દવાઓ અને ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરાઈ. GPS મોનિટરિંગ સાથે 9 હાઇ ઇમરજન્સી હોટસ્પોટ પર 3થી 5 કિમીના દાયરામાં એમ્બ્યુલન્સ તૈનાત રહેશે.

05 Nov 2026, 9:30 AM

Gujarat News Live: પશ્ચિમ રેલવેની ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં રેકોર્ડબ્રેક વસૂલાત, 7 મહિનામાં 138 કરોડનો દંડ!

વગર ટિકિટે મુસાફરી કરનારાઓ સામે પશ્ચિમ રેલવેએ લાલ આંખ કરી. એપ્રિલથી ઓક્ટોબર 2026 સુધી સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ. સાત મહિનામાં ટિકિટ વગરના અને અનિયમિત મુસાફરીના 17.93 લાખ કેસ પકડાયા. અનબુકડ લગેજના કેસો સામે પણ રેલવેએ કડક કાર્યવાહી કરી. તમામ કેસોમાંથી કુલ રૂ.138.05 કરોડનો દંડ વસૂલાયો. સિનિયર કોમર્શિયલ અધિકારીઓની દેખરેખ હેઠળ ચેકિંગ કામગીરી હાથ ધરાઈ. મુંબઈની સબર્બન લોકલ ટ્રેનથી લઈને લાંબા અંતરની ટ્રેનોમાં તપાસ કરાઈ. મેલ-એક્સપ્રેસ, પેસેન્જર અને હોલીડે સ્પેશિયલ ટ્રેનો પણ ચેકિંગના દાયરામાં. માત્ર ઓક્ટોબર મહિનામાં જ 2.44 લાખ કેસ પકડાયા.  ઓક્ટોબરમાં જ રૂ.21.53 કરોડની દંડ વસૂલાત કરવામાં આવી. મુંબઈ સબર્બન રેલવે નેટવર્કમાં પણ ચેકિંગની કડકાઈ વધારાઈ. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન સબર્બન વિભાગમાં 6.28 લાખ કેસ નોંધાયા. સબર્બન નેટવર્કમાં ટિકિટ ચેકિંગથી રૂ.36 કરોડની વસૂલાત થઈ. AC લોકલ ટ્રેનમાં સામાન્ય ટિકિટ લઈને મુસાફરી કરનારાઓ સામે ખાસ ઝુંબેશ. AC લોકલમાં જ લગભગ 1.13 લાખ કેસ પકડાતાં રેલવેની કડક કાર્યવાહીથી ટિકિટ વગરના મુસાફરોમાં ફફડાટ.

05 Nov 2026, 9:30 AM

Gujarat News Live: સુરતીઓ માટે ખુશખબર: દિવાળી વેકેશનમાં સરથાણા નેચર પાર્ક સોમવારે પણ ખુલ્લો રહેશે

દિવાળી વેકેશનમાં સુરતીઓ માટે મહાનગરપાલિકાની ખાસ સુવિધા. સરથાણા નેચર પાર્ક હવે સોમવારે પણ ખુલ્લો રહેશે. દિવાળીના મિની વેકેશનને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. 5 નવેમ્બરથી 25 નવેમ્બર 2026 સુધી વિશેષ વ્યવસ્થા. આ સમયગાળા દરમિયાન સાપ્તાહિક રજા રદ કરવામાં આવી. તમામ સોમવારે પણ નેચર પાર્કના દરવાજા ખુલ્લા રહેશે. સામાન્ય દિવસોની જેમ મુલાકાતીઓ પાર્કની મુલાકાત લઈ શકશે. પરિવાર સાથે ફરવા જવા માંગતા સુરતીઓ માટે ખુશીના સમાચાર. ખાસ કરીને બાળકોને મળશે વન્યજીવો નિહાળવાની તક. નેચર પાર્કમાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર. રંગબેરંગી પક્ષીઓને નજીકથી નિહાળવાની મળશે તક. બાળકો પ્રકૃતિ અને વન્યજીવન વિશે મેળવી શકશે જાણકારી. દિવાળી વેકેશનમાં નેચર પાર્કમાં મુલાકાતીઓની સંખ્યા વધવાની શક્યતા. રજાના દિવસે પણ પ્રવાસીઓ નિરાંતે માણી શકશે પ્રકૃતિનો આનંદ. સુરત મહાનગરપાલિકાના નિર્ણયથી વેકેશનમાં ફરવા જતાં પરિવારોને મોટી રાહત મળી છે.

05 Nov 2026, 9:29 AM

Gujarat News Live: શિયાળુ પાક માટે ખેડૂતોને પાણી મળે તે માટે સરકાર તત્પર, ખેડૂતોને પાણીની અછત ન પડે તે માટે સરકારની તૈયારી

શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર મળી રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે તત્પર બની છે. ખેડૂતોને પાક ઉગાડવામાં પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટે સરકારે આગોતરી તૈયારીઓ આરંભી દીધી છે. આ વ્યવસ્થા હેઠળ ખાસ કરીને પીવાના પાણી અને મૂંગા પશુઓ માટે પણ પાણીનો પૂરતો જથ્થો સુરક્ષિત (રિઝર્વ) રાખવાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે, જેથી નાગરિકો તેમજ ખેડૂતો બંનેની જરૂરિયાતો સુપેરે સંતોષાઈ શકે.

05 Nov 2026, 9:29 AM

Gujarat News Live: વર્ષ 2027માં ગુજરાત સરકારના કર્મચારીઓને કુલ 94 દિવસની રજા મળશે: તહેવારોની વધારાની રજા નહીં મળે

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે વર્ષ ૨૦૨૭માં કુલ ૯૪ દિવસ રજા મળવાની ગણતરી સામે આવી છે, જેમાં વર્ષ દરમિયાન આવતા ૫૨ રવિવાર, ૨૪ બીજા તથા ચોથા શનિવારની નિયમિત રજાઓ ઉપરાંત ૧૮ જાહેર રજાઓનો લાભ મળશે. આ રીતે કુલ ૩૬૫ દિવસમાંથી ૯૪ દિવસ રજા અને ૨૭૧ દિવસ કામકાજના રહેશે. જોકે, અન્ય ૯ તહેવારો રવિવાર અથવા બીજા અને ચોથા શનિવારે (જેમાં ૬ તહેવાર રવિવારે અને ૩ તહેવાર શનિવારે) આવતા હોવાથી જાહેરનામામાં તેની વધારાની રજા જાહેર કરવામાં આવી નથી. આ નિયમિત રજાઓ ઉપરાંત કર્મચારીઓ નિયમ મુજબ વધુમાં વધુ બે મરજિયાત રજાઓ પણ મેળવી શકશે.

05 Nov 2026, 9:28 AM

Gujarat News Live: દિવાળી પેહલા ગૃહિણીઓ નું બજેટ ખોરવાયું: અમૂલ ઘી અને બટરના ભાવમાં વધારો

અમદાવાદમાં દિવાળીના તહેવારની તૈયારીઓ વચ્ચે મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે અમૂલ દ્વારા ઘી અને બટરના ભાવમાં સીધો વધારો કરી દેવામાં આવ્યો છે. અમૂલ પ્યોર ઘીના પ્રતિ કિલો દીઠ ભાવમાં 50 રૂપિયાનો વધારો થતાં હવે ગ્રાહકોએ 1 કિલો ઘી માટે 680 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે 500 ગ્રામ પાઉચ પર 20 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ બટરના 100 ગ્રામ પેક પર 3 રૂપિયા અને 500 ગ્રામ પેક પર 15 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. દિવાળીના તહેવારમાં પૂજા અને મીઠાઈઓ બનાવવા માટે ઘી અને માખણની સૌથી વધુ જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે એકાએક થયેલા આટલા મોટા ભાવવધારાથી સામાન્ય લોકો અને ખાસ કરીને ગૃહિણીઓ ભારે મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.

05 Nov 2026, 9:14 AM

Gujarat News Live: ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૭ની જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું, સરકારની કચેરીઓમાં ૨૨ જાહેર રજાઓ રહેશે

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૭ની જાહેર રજાઓનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નવા કેલેન્ડર મુજબ, વર્ષ ૨૦૨૭ દરમિયાન રાજ્ય સરકારની કચેરીઓમાં કુલ ૨૨ જાહેર રજાઓ રહેશે, જેમાં ઉત્તરાયણ, હોળી, જન્માષ્ટમી, દિવાળી અને ઈદ જેવા મુખ્ય તહેવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સરકારી કર્મચારીઓ માટે ૪૨ મરજિયાત રજાઓની યાદી પણ જાહેર કરાઈ છે. સાથોસાથ, બેંક કર્મચારીઓ માટે પણ અલગથી જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેથી નાગરિકો અને કર્મચારીઓ પોતાના આગામી વર્ષનું આયોજન સરળતાથી કરી શકે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES